વૈચારિક અસહિષ્ણુતા

ગુજરાતી બ્લોગ વિશ્વ પ્રગતિના પંથે છે અને રોજે રોજ નવા ગુજરાતી બ્લોગરો ઉમેરાતા જાય છે. એ સારી વાત છે કે લોકો ગુજરાતીમાં વિચારોની અભિવ્યક્તિ કરવાનું યોગ્ય માને છે. જો કે આ વિકાસ સાથે લખનારાઓમાં થોડી વિચારોની સહિષ્ણુતા અને પરિપક્વતા આવે એ જરૂરી છે.  આજ કાલ લોકો ચોખ્ખી ને ચટ વાત કરવામાં માને છે અને મારા બ્લોગ પર મનફાવે એમ લખું, વાંચવું હોય તો વાંચો અને વાહ વાહ કરો નહીં તો GTH વાળી મનોવૃત્તિ વધારે જોવા મળે છે. એ વાત સાથે સહમત કે બ્લોગમાં શું લખવું એ બ્લોગના માલિકનો એકાધિકાર છે પણ જાહેર માધ્યમમાં તમે તમારા વિચારો મૂકો છો તો પછી એટલી પરિપક્વતા તો રાખો કે બધાં અભિપ્રાયો તમારા વિચારોને અનુમોદન કરનારા ના પણ આવે.

વળી બુધ્ધિનું દેવાળું ત્યાં ફૂંકાય કે એક પોસ્ટ લખી હોય એના ઉપર આવેલા અભિપ્રાય માટે (કે જે અભિપ્રાયની બાદબાકી કરી દીધી હોય કારણ કે ખાલી વાહ વાહી વાળા અભિપ્રાયોને જ રખાય) વળી નવી પોસ્ટ લખાય અને એમાં અસભ્ય તો નહીં પણ "ઝાડા થઇ જવા કે અપચો થઇ જવા" જેવી અરુચિકર ભાષાનો પ્રયોગ થાય. પોતે જ મહાન અને પોતાનું લખાણ જ મહાન અને બીજા બધાં લલ્લુ પંજુ છે એવા ભ્રમમાં ના રહેવું. વાણી સ્વાતંત્ર્યનો હક્ક જેટલો તમારી પાસે છે એટલો જ બીજા પાસે છે. જો વૈચારિક મતભેદ ના પચતા હોય તો પાચન શક્તિ સુધારવા પર કામ કરવું અથવા તો પોતાના વિચારોની આપ લે પોતાના સિમીત વર્ગ સુધી મર્યાદિત રાખવી.

Advertisements

8 Responses

 1. It looks that your comment on that post has been deleted! While I’m in favor of ‘write what you think’, I’m also in favor of healthy discussion and against deleting comments!

  • કાર્તિકભાઇ,
   ચોખ્ખી ચટ વાત કોની કમેન્ટ માટે છે એ કોને ખબર? 🙂 મેં તો કોઇ એવી સલાહસભર કમેન્ટ લખી નહોતી. ખબર નહીં કોઇએ બહુ સલાહ આપી હોય અને મિત્રનું મનદુ:ખ થઇ ગયું હોય. જો કે મેં એક કમેન્ટ લખી હતી એ અપ્રૂવ નથી કરી એ ચોક્ક્સ વાત.
   વળી કમેન્ટ અપ્રૂવ કરે કે ના કરે સમસ્યા એ નથી પણ ફોલોઅપ પોસ્ટ થકી જે રીતે લોકોને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો છે એ અયોગ્ય છે.

   • ગાંડાઓનો બ્લોગ સમૂહ અલગ ન હોય, તેઓ આપણી વચ્ચે જ હોય. ટેન્શન નહી લેવાનું 🙂

   • .. અને હા, ઉતારી પાડવાની વાત સાથે સહમત. આવા જ નમૂનાઓ થોડા વખત પહેલાં ગુજરાતી બ્લોગ-જગતમાં પાક્યા હતા, અત્યારે ક્યાંય ખોવાઈ ગયા છે.

   • બીજી એક ફોલો અપ પોસ્ટ 🙂 અને પૂરેપુરું ગાંડપણ જાહેરમાં.

    એક વખત મારે જે કહેવાનું / સમજાવવું હતું એ કરી દીધું પછી આગળ જેવી જેની સોચ.

 2. તેમની એ વાત જયારે વાંચી હતી ત્યારે ગમી હતી અને આપની આ વાત સાથે પણ સંપુર્ણ સહમત છું. જયારે જાહેરમાં કોઇ વિચારો મુકો ત્યારે લોકોના અલગ-અલગ અભિપ્રાય તો આવવાના જ અને તે સ્વીકારવા તથા તેનો પ્રતિભાવ આપવા પણ તૈયાર રહેવું જ જોઇએ.

  આમ પણ, કોઇ સલાહ આપે તે ન ગમતું હોય તેવા બ્લૉગર માટે કોમેન્ટનું ઓપ્શન બંધ કરી દેવાની સગવડ પણ હોય છે, તેનો ઉપયોગ કરવો જોઇએ.

 3. […] ભાષાનો પ્રયોગ કરું છું …….:) સાથે સહિષ્ણુતા અને પરિપક્વતા જેવા ભારેખમ સબ્દો સાથે નોધ લેવાણી ( […]

 4. Most Gujarati people know Hindi but hardly browse those blogs.we need same kind of discipline and language clarity in Gujarati blogs.One may post comments in Gujarati Lipi on Hindi blogs and see the reaction of bloggers.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: