મગજની કસરત

આ અઠવાડિયું ઓફિસમાં "એન્જીનીયર વીક" તરીકે ઉજવાઇ રહ્યું છે. આ ઉજવણી પાછળનો હેતુ એન્જીનીયર તરીકે તમને નવું નવું કરતા રહેવાનું, નવું નવું જાણતા રહેવાનું અને મગજ કસતા રહેવાની પ્રેરણા આપવાનું છે. આવતી કાલે આ ઉજવણીનો સમાપન સમારોહ છે એટલે આવતીકાલ આખો દિવસ ટાઇમપાસમાં જશે. સવારે સેમિનાર છે અને ત્યારબાદ કંપની તરફથી ભોજન અને ત્યાર બાદ મગજ કસે એવી રમતો.

ગયા વર્ષે આ ઉજવણીના ભાગરૂપે ખરેખર સરસ ચેલેન્જ આપવામાં આવી હતી. ભાગ લેનાર ટીમોને એક ઇંડુ, થોડા છાપાના કાગળ, સ્ટ્રો, અને દોરી આપવામાં આવી હતી અને ચેલેન્જ એ હતી કે આપેલી સામગ્રીનો એ રીતે ઉપયોગ કરવાનો કે આપેલ ઇંડાને 10મા માળેથી ફેંકો કે 10 ફૂટથી ફેંકો ઇંડુ તૂટવું ના જોઇએ. લોકોએ મગજ દોડાવીને સરસ protection design ઇંડા માટે તૈયાર કરી હતી. પછી એકથી વધૂ ડિઝાઇન આપેલ ચેલેન્જ પર ખરી ઉતરતા એમ નક્કી કરાયું કે જેણે આપેલ સામગ્રીમાંથી સૌથી ઓછી સામગ્રી વાપરી હશે એ વિજેતા રહેશે. છેવટે વિજેતા ડિઝાઇન હતી પેરાશૂટની. આ ડિઝાઇનમાં છાપાના આપેલા કાગળમાંથી પહેલા એક વાટકા જેવું બનાવ્યું હતું જે થોડું મજબૂત બનાવેલુ હતું અને એ વાટકાને ચાર બાજુએથી દોરી બાંધીને સ્ટ્રોમાંથી પસાર કરીને ઉપર એક મોટા છાપાના કાગળ સાથે બાંધવામાં આવ્યું હતું કે જેથી પેરાસૂટ જેવો આકાર બને. આ પ્રકારની ડિઝાઇન થકી જ્યારે ઇંડાને ઉપરથી ફેંકો તો પણ પેરાશૂટની રચનાના કારણે હવામાં ઉડતું ઉડતું ઇંડું નીચે પહોંચે અને જમીન પર પછડાતી વખતે હળવો ઝટકો લાગે. જો કે આ ડિઝાઇન એકદમ ફૂલપ્રૂફ નહોતી તો પણ ટૂંકા સમયમાં આ પ્રકારે વિચારવું અને આવી ડિઝાઇન સાથે તૈયાર કરવું એ સરાહનીય તો કહેવાય જ. નીચે બે અલગ અલગ ડિઝાઇનોના ફોટા છે.

IMG_0066[1]IMG_0068[1]

 

 

 

 

 

 

 

 

 

જોઇએ હવે કાલે શું ચેલેન્જ મળે છે?

આ અઠવાડિયામાં રોજ એક Quiz Question પણ મેઇલ દ્વારા પૂછાતો હતો. નીચે આ સવાલોમાંથી પૂછાયેલા બે સવાલો મૂક્યા છે. જોઇએ કોણ મગજ કસીને આના સાચા જવાબો આપી શકે છે.

1. During Chinese New Year there was a family reunion dinner, with the following people: 2 daughters 1 daughter in law, 3 grandchildren 1 grandma, 2 fathers, 1 mother in law, 1 brother, 2 sisters, 4 children, 2 sons, 1 grandpa, 1 father in law, 2 mothers.
But there’s isn’t really as many people as it sounds. How many people were actually present? Find the least no. of people which satisfy the above condition as answer.

2. The clock at Buddhist temple in Clementi took 5 seconds to strike 5. By the time prayers were done, it was almost 9. How long will it take to strike 9 ?

જોઇએ કોઇ આ સવાલોના ખરા જવાબ આપી શકે છે કે નહીં? જવાબ 2-3 દિવસ પછી કમેન્ટમાં મૂકીશ.

IMG_0521[1]નીચે આ વખતે કંપનીમાંથી મળેલ ટી શર્ટનો ફોટો છે.

Advertisements

8 Responses

 1. ૧. ૮
  ૨. ૪ કલાક, ૪ સેકંડ્સ.

  • કાર્તિકભાઇ,
   સખેદ જણાવવાનું કે આપના બન્ને જવાબ ખોટા છે.

   તમે 4 કલાક 4 સેકંડસની ગણતરી કંઇ રીતે કરી એ ખબર ના પડી.

   • અરર 😛

 2. 1- There were two girls and a boy, their parents, and their father’s parents, making a total of seven people.

  2- 4 hours, 4 Secs.

  • હમઝાભાઇ,
   આપનો પહેલો જવાબ સાચો છે. અભિનંદન.
   બીજો જવાબ ખોટો છે. 😦

   • ઓહ … બીજો જવાબ તમે જ જણાવી દો તો સારું . :p

 3. મારા જ્ઞાન મુજબ એ મંદિર સાત વાગ્યા સુધી જ ચાલુ રહે છે. માટે જવાબ હોઈ શકે ૭.

 4. બીજા સવાલનો જવાબ છે 10 સેકંડ.

  5 ડંકા વગાડવા માટે 5 સેકંડ લાગે છે એનો મતલબ 1 ડંકો વાગવા માટે 1.25 સેકંડનો સમય લાગે.

  0.00 સેકંડ – 1લો ડંકો
  1.25 સેકંડ – 2જો ડંકો
  2.50 સેકંડ – 3જો ડંકો
  3.75 સેકંડ – 4થો ડંકો
  5.00 સેકંડ – 5મો ડંકો

  આમ દરેક ડંકા માટે 1.25 સેકંડનો સમય ગણો તો 9 ડંકા માટે 10 સેકંડનો સમય લાગે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: