इस थप्पड की गूंज सुनाई देगी…..

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी…" હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

કુલ 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ થયા. આ ટેલીકોમ લાઇસન્સો ધરાવતી કંપનીઓ પાસે આશરે 11.5 કરોડ ગ્રાહકો છે. હવે જો આ ટેલીકોમ ઓપરેટરોની દુકાન બંધ થઇ જાય તો આ બધાં ગ્રાહકોને નવા ઓપરેટર પાસે જવું પડે અને નવા ઓપરેટર પાસેથી સર્વિસ લેવી પડે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી સમસ્યા નથી પણ ગ્રાહકોને થોડી તકલીફ તો વગર જોઇતી પડવાની જ.

જે ટેલીકોમ કંપનીઓના લાઇસન્સ રદ્દ થયા છે એ કંપનીઓ પર નભતા લોકોનું શું? જેમ કે આ ટેલીકોમ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શું? એમના ડીસ્ટ્રીબ્યુટરો અને એમની સેલ્સ ચેનલમાં કામ કરતા લોકોનું શું? દરેક ટેલીકોમ કંપની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હજારો લોકોને રોજી રોટી આપતી હોય છે એ લોકોની રોજી રોટીનું શું?

સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કંપનીઓ એ લાઇસન્સની ખરીદી માટે 1600 કરોડ રૂપિયાથી પણ વધૂ સરકારને આપ્યા હતા એ રૂપિયાનું શું?  સરકાર આ રૂપિયા આ કંપનીઓને પાછા આપશે? આનો જવાબ છે ના વાંચો અહીં. હવે એમ વિચાર આવે કે આ કંપનીઓએ સરકારને પરોક્ષ રીતે ચૂનો લગાવીને જ આ લાઇસન્સો ખરીદ્યા હતા ને તો ભલે પછી એ ભોગવે એમના કુકર્મોની સજા. જો કે આમ વિચારવું ભૂલ ભરેલું છે કારણ કે બધી ભારતીય કંપનીઓએ ઓછી રકમમાં લાઇસન્સો ખરીદ્યા હતા અને ત્યાર બાદ આ બધી ભારતીય કંપનીઓએ વિદેશી કંપનીઓને બાટલામાં ઉતારી. જેમ કે ટાટા એ જાપાનની ડોકોમોને, યુનિટેકે નોર્વેની ટેલીનોરને, શ્યામે રશિયાની સિસ્ટીમાને વગેરે વગેરે. આ બધી વિદેશી કંપનીઓ પાસેથી આપણી ભારતીય કંપનીઓએ પોતાનો હિસ્સો વેચીને તગડી રકમ વસૂલી છે. એટલે આમ જોવા જઇએ તો ભોગવવાનું છેવટે તો આ વિદેશી કંપનીઓને આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ટાટા અને બીજી અમુક ભારતીય કંપનીઓને પોતાના કુકર્મો માટે કંઇક પાંચ કરોડનો દંડ કર્યો છે પણ એમણે વિદેશી કંપનીઓ પાસેથી વસૂલેલી રકમ આગળ આ પાંચ કરોડ તો કંઇ નથી.

હવે સવાલ એ છે કે આ આખો કેસ વિદેશી કંપનીઓ સાથે થયેલી છેતરપિંડીનો ના કહેવાય?

આ આખા ગોટાળામાં ભારત દેશની એક Investor Friendly Nationની શાખને કેટલું નુકશાન થયું એનું તો મૂલ્યાંકન કરવું અઘરું છે. સરકાર પોતાના ભ્રષ્ટ મંત્રીઓ થકી એક વખત લાઇસન્સ આપે અને પછી સુપ્રિમ કોર્ટ એને ગેરકાયદે ઠેરવે અને કંપનીઓએ રોકેલા રૂપિયા સરકાર ચાઉં કરી જાય આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે? જો સરકારે આપેલા લાઇસન્સની જ કોઇ વિશ્વસનીયતા ના હોય તો પછી કંપનીઓએ કોના ભરોસે રોકાણ કરવું?  યુનિનોરે તો પોતાના 721 મિલીયન ડોલરના નામનું સત્તાવાર રીતે નાહી નાંખ્યું છે. વાંચો અહીં. આ આખો ધંધો કંઇ 5-25 કરોડનો નથી પણ કરોડો ડોલરનો છે અને જો આવી જ ધોખાધડી ચાલતી હોય તો કોઇ શા માટે ભારતમાં મૂડી રોકાણ કરવા આવે? આ એક બહુ ગંભીર બાબત છે.

સૌથી વધારે બેશરમીની વાત તો સરકાર દ્રારા અપાતા વિવેકહીન નિવેદન છે. કપિલ સિબ્બ્લ જે મન ફાવે બફાટ કરે રાખે છે એ જોતા તો એને જૂતા મારવાનું મન થાય છે. સિબ્બ્લ ગાણાં ગાય છે કે તેઓ ફક્ત આગળની સરકારની નીતિને જ અનુસર્યા છે તો પછી કોર્ટે આગળની સરકારો દ્વારા અપાયેલા લાઇસન્સો શા માટે રદ્દ ના કર્યા? વળી સરકારને જો એમ લાગતું હોય કે આ બધી વિપક્ષની ચાલબાજી છે તો ચઢો કોર્ટે અને મેળવો ન્યાય કોણ ના પાડે છે? વળી કપિલ સિબ્બલ (વાઘરી) તો જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આમાં ઝીરો લોસની વાત કરી રહ્યો હતો. હવે જોઇએ ફરી વાર લાઇસન્સોની હરાજી થશે ત્યારે એની ઝીરો લોસની વાત કેટલી સાચી રહે છે. હાલની સરકાર એટલી ભ્રષ્ટ છે કે એમના ગજવાં ભરવામાં દેશ વેચાઇ જાય તો પણ એમને કોઇ ફરક નથી પડતો. સરકાર ચિદમ્બરમને બચાવવા મથી છે એની પાછળનું કારણ પણ સાફ છે કારણ કે ચિદમ્બરમ એક એવું હુકમનું પત્તું છે કે જો તે ખરે તો આખો મહેલ ધરાશાયી થઇ જાય. બધાં કોંગ્રેસીઓના કાળા નાણાંને વિદેશોમાં સગે વગે કરી આપવામાં ચિદમ્બરમનો સિંહ ફાળો છે. ટ્રાયલ કોર્ટે તો ચિદમ્બરમને બચાવી લીધા છે જોઇએ હવે સ્વામીજી આગળ શું કરે છે?

2જી નો આ કકળાટ જલ્દી શમે એમ નથી. સુબ્રમ્ણ્યમ સ્વામી અને અન્નાજી જેવા લોકોથી અને સુપ્રિમ કોર્ટ જેવી સંસ્થાઓ થકી દેશ ટકી રહ્યો છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ના કહેવાય નહીં તો આ ઇટાલીઅન મેડમ અને એના ચમચાઓએ દેશને ક્યારનો વેચી ખાધો હોત.

Update :
જેમને હજી ના સમજાયું હોય એમણે આ TOIનો આર્ટિકલ વાંચવા વિનંતી.

20 Responses

  1. Sir
    તમારી બધી વાત સાચી પણ આ વિદેશી company માં એવું છે ને કે લોભીયાવ હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. મોટા ભાગની વિદેશી company અહી આવી ને પછી ઇન્ડિયન company ને સારી કેવ્ડાવે તેવી bogus service આપે છે. તે લોકો ની દયા ખાવા જેવી નથી.આ વિદેશી કંપનીઓ પોતાનું કરોડો રૂપિયા નું નુકસાન સહન કરી લેશે પણ તેમના નાના એમ્પ્લોયીસ ને વર્ષે ૧૦% incremetn પણ nai aape .જયારે તેમના ટોપ managment ને ૧૦૦% થી ૨૦૦% increment હસતા હસતા aapi de.
    Afsos to ek j વાત no છે આ badha loko ને ochha માં occha ૧૦૦ varsh ની jail that to j desh ની thodik aabru bachat baki to આ લોકો rupya mate koi પણ hade ja sake teva nalayako છે.

    • મહેન્દ્રસિંહજી,
      જો તમને વિદેશી કંપનીઓની સેવા સારી ના લાગતી હોય તો તમને કોઇ દબાણ નથી કરતું એ કંપનીની સેવા લેવા માટે. દેશી હોય કે વિદેશી બધી કંપનીઓ નફો રળવા માટે જ ધંધો કરે છે નહીં કે આપણી સેવા કરવા માટે. સવાલ સારી કે ખરાબ સેવાનો કે પછી વિદેશી કંપનીઓ કેટલો ભાવવધારો વર્ષે એમના કર્મચારીઓને આપે છે એ નથી. સવાલ એ છે રોકાણકારોએ કરેલા રોકાણની કોઇ સુરક્ષિતતા ખરી? જ્યાં સરકાર જ ચોર બની જતી હોય તો પછી કોનો વિશ્વાસ કરવો?

  2. એક નાનો હકીકત દોષ. ત્રીજા ફકરાની આઠમી લાઇનમાં લક્યું છેકે યુનિટેકે નોર્વેની યુનિનોરને બાટલામાં ઉતારી. સાચુ નામ નોર્વેની ટેલીનોર હોવું જોઇએ. યુનિનોર આ બન્ને કંપનીના સંયુક્ત સાહસનું નામ છે.

    બહુરાષ્ટ્રીય કંપનીઓ કંઇ દૂધે ધોયેલ નથી. ભૂતકાળમાં કોકાકોલા અને પેપ્સી ભારતીય કંપનીઓને અનૈતિક સ્પર્ધા દ્વારા નુકસાન પહોંચાડી ચૂક્યાં છે. એનો તાજો દાખલો યુનિનોરનો છે.

    યુનિટેક રીયલ એસ્ટેટ ક્ષેત્રે પડેલ છે. હાલમાં તે નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. ત્યારે તેની ભાગીદાર ટેલીનોર તેનો હિસ્સો સસ્તા ભાવે પડાવી લેવાનો કારસો રચી રહી છે.

    ટૂંકમાં આ કોર્પોરેટવિશ્વ છે. જેને તક મળી તે બીજાને ખંખેરી નાખશે. કોઇની દયા ખાવા જેવી નથી.

    • કૃતેશભાઇ,
      ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. ભૂલને સુધારી લેવામાં આવી છે.

      વાત અહીં કોર્પોરેટ જંગલમાં કોણ કોને દબાવી નાંખે છે એની નથી. વાત છે રોકાણકારોના હિતની. વાત છે કંપનીના સ્ટેકહોલ્ડરોના હિતની. એ સ્ટેકહોલ્ડર બોર્ડ મેમ્બર હોય કે પછી શેર હોલ્ડર હોય કે પછી કર્મચારી હોય કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની પર નભનારો માણસ હોય. જો બે કંપનીઓ એકબીજાને દબાબવવામાં લાગી હોય તો વાત અલગ છે પણ અહીં તો સરકાર ખુદ આખા કૌભાંડમાં સામેલ છે. આજે સરકાર લાઇસન્સ આપે અને કાલે એમ કહે કે ચલો હવે તમને આપેલું કાગળિયું રદ્દ થઇ ગયું તો સરકારની વિશ્વસનીયતા શું રહેશે? આજે ભારતને વિદેશી રોકાણકારોની જરૂર છે અને જો તેમના હિતોનું રક્ષણ નહીં થાય તો પરિસ્થિતિ વણસી શકે છે.

  3. “કપિલ સિબ્બ્લ જે મન ફાવે બફાટ કરે રાખે છે એ જોતા તો એને જૂતા મારવાનું મન થાય છે”
    ^ એટલે હવે કોઈપણ કપિ ને જૂતા પ્રસાદ ચડાવે તો કૃણાલની ધરપકડ કરવી !

    -x-x-x-x-

    ૧૨૨ કંપનીઓના લાયસન્સ રદ થયા છે એમાં વિડીયોકોન નો પણ સમાવેશ થાય છે પરંતુ મને વિડીયોકોન નં પર મેસેજ આવ્યો કે નામદાર કોર્ટના નિર્ણય અમને અસર કરતો નથી અને તમને અપાતી સેવા (?) કન્ટીન્યુ રહેશે !

    • રજનીભાઇ,
      કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી આ બન્ને પર તો મન મૂકીને વરસવાનું મન થાય છે. એ બન્ને સાલાઓ એક નંબરના હરામી છે. બાકી જૂતા મારવાની વાત છે તો અમે NRI માણા બહાર બેઠા બેઠા બહુ બહુ તો આ પાવન કાર્ય માટે ફંડીગ કરી શકીએ. જો તમારે લોકલાગણીને માન આપીને જૂતું મારવાનું પાવન કાર્ય હાથમાં લેવું હોય તો કાર્યનું ફંડીગ મારા તરફથી 🙂

      ભાઇ એમ તો યુનિનોર પણ કહે છે કે અમને વાંધો નહીં આવે અને અમે અમારા કોઇ પણ કર્મચારીની હકાલપટ્ટી નહીં કરીએ પણ અંદરથી તો બધાની ફાટી ગઇ છે.

  4. કપિલ સિબ્બલ = (વાઘરી) : કદાચ આ શબ્દ પણ નાનો કહેડાવે એવો આ માણસ છે. તેને માટે અત્યારે સભ્યભાષામાં કહી શકાય એવી કોઇ ગાળો બચી નથી. આવી જ વાત ચિદંબરમ માટે પણ કહી શકાય. અને પેલા મનમોહનના નિવેદનોનું શું…?, જેમાં તેઓ બધા નિર્દોષ છે એવું ગાણું ગાતા હતા !!???
    હાલની સરકારના દરેક મંત્રીઓ એ આ કૌભાંડ પર સુપ્રિમ કોર્ટના આદેશ પછી પણ પક્ષનો બચાવ કર્યો છે એ જોઇને લાગે છે કે કોઇને સાચ્ચેમાં દેશની કંઇ પડી નથી..બસ પોતાના પક્ષને મહાન કહેડાવવો છે..ચાહે તે ગમે એટલો ભ્રષ્ટ કે ગંદકીથી ભરેલો કેમ ન હોય.
    જો કે આ છેલ્લી વાત દરેક પક્ષને સરખી લાગુ પડે છે….

    અન્ના પછી સ્વામી માટે ચોક્કસ માન ઉપજે એ સ્વાભાવિક છે, સ્વામી પાસે તો હજુ ઘણો બધો મસાલો છે જેનાથી દેશમાં (અને ખાસ તો કોંગ્રેસમાં) ઉથલપાથલ મચી શકે છે. બસ, બધુ એકવાર બહાર આવે તો ઘણી વ્યવસ્થા સુધરી શકે એમ છે.

    આપ જે કંપનીની અને તેના પર નભતાં લોકોની દ્રષ્ટિએ જુઓ છો તે યોગ્ય છે પણ આ નિર્ણયની એક એ પણ છાપ પડશે કે કોઇપણ રીતે (એટલે કે કાળાધોળા કરીને કે લાંચ આપીને) લીધેલી પરવાનગી કે લાઇસન્સ ભવિષ્યમાં કેન્સલ પણ થઇ શકે છે. એટલે કોર્પોરેટ ઉદ્યોગ હવે એક કોઇ મંત્રીઓ નો સીધો ભરોષો તો નહી જ કરે અને તે બહાને ભ્રષ્ટાચાર પર જે ૧-૨%નો ફરક આવશે એ પણ દેશના ભવિષ્ય માટે આડકતરી રીતે ફાયદામાં જ હશે ને….

    • દર્શિતભાઇ,
      રાજકારણમાં કોઇ પણ દૂધે ધોયેલો નથી પછી એ કોંગ્રેસ હોય ભાજપ હોય કે પછી આપાણા મોદી સાહેબ હોય પણ અત્યારે દેશની દશા અને દિશા એવી છે કે આપણે “આંધળાઓની વસ્તીમાં કાણાને રાજા કહેવો પડે” અને આજના સમયમાં કોંગ્રેસ આંધળો છે તો ભાજપ કાણો છે.

      સ્વામીજીની આતશબાજી જોઇએ કેવો રંગ લાવે છે જોઇએ. બાકી મારી આશા ખાલી એટલી જ છે કે બધાં ખંધાઓ એક વાર જેલના સળિયા ગણે તો પણ ઘણું.

      પૈસો અને સત્તા એ બન્ને એકદમ deadly combination છે. 🙂

  5. છેલ્લે મારે comment લખવી જ પડી , કપિલ સિબ્બલ = વાઘરી ( ! ) , જલસા પડી ગયા !!!!!!!! , આટલું સ્પષ્ટ વાચી ને .

    લાગે છે કે જુનું કે નવું અગ્નિપથ જોયું લાગે છે ! ( તેનો review તમારા પાસે થી હજી બાકી છે .) , એટલે આ આક્રોશ બહાર આવ્યો છે .

    વિદેશી રોકાણ ની તમારી વાત સાચી છે , પરંતુ એ વાત જોઈ ને ટાઢક વળી કે સુપ્રીમ કોર્ટ હજુ બધા ના કાન ખેચી શકે છે , પરંતુ જોવાની વાત એ છે કે એ સમય ક્યારે આવે છે કે સુપ્રીમ કોર્ટ તે બધા ગુંડાઓં ને લાત મારી ને કાઢી મુકશે !!

    waiting for reply .

    • નિરવભાઇ,
      તમારો પ્રતિભાવ વાંચવાની મઝા આવી. બાકી પ્રતિભાવ આપવામાં કંજૂસી ના કરવી. 🙂

      અગ્નિપથ હજી જોયું નથી અને જોવાની ઇચ્છા પણ નથી.

      નિરવભાઇ, આ બધા નાલાયકોને જેલના સળિયા દેખાડવા માટે કોઇ સુબ્રમ્ણ્યમ સ્વામી કે અન્નાજી જેવા મજબૂત લોકોની જરૂર છે. આખી સત્તા સામે પડવું અને એ પણ આપણા જેવા ઢીલા ન્યાયતંત્રના સહારે એ કોઇ નાની વાત નથી. તમને અનૂભવ થયો હોય કે ના હોય પણ એક વાત લખી રાખજો કે ન્યાય મેળવવો એ સહેલી વાત નથી પછી ભારત હોય કે ભારત બહાર હોય.

  6. “આ આખા ગોટાળામાં ભારત દેશની એક Investor Friendly Nationની શાખને કેટલું નુકશાન થયું એનું તો મૂલ્યાંકન કરવું અઘરું છે…”
    “…આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે?”
    ના, આનાથી ભારતની શાખમાં કોઈ ફેર ના પડવો જોઈએ. ઇન ફેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની વિશ્વનિયતા વધુ દૃઢ થાય, કેમકે ભારતે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પગલા ભર્યા. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી મંદી અને બેકારી પાછળ અમેરિકાના સબપ્રાઇમ સેક્ટરમાં થયેલા ગોટાલા જવાબદાર છે. તે સમયે પણ વિદેશી મુડિ રોકાણકારો ને નહાવાનો વારો આવ્યો હતો, પણ શું તેનાથી બજારમાં અમેરિકાની શાખ એક રત્તિભાર પણ ઓછી થઈ? યુ.કે. આજે અધિકૃત રીતે દેવાનો દાસ દેશ છે, પણ શું આંતરરાષ્ટ્રીય બજારમાં પાઉન્ડને કોઇ અસર થઈ? યુ.એસ.એ. અને યુ.કે.એ કટોકટીમાં લીધેલા પગલાને કારણે આજે આ બંને દેશો ટકી રહ્યા છે અને માર્કેટમાં તેમની વેલ્યુ પણ જળવાઈ છે. એમ જ ભારતીય સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે ભારતની શાખ વધવી જોઈએ.

    રહ્યો સવાલ એ વિદેશી રોકાણકારોના પૈસા ડુબી જવાનો, તો કોઈપણ મલ્ટીનેશનલ કંપનીની આંતરિક નીતિ હોય છે કે અન્ય દેશોમાં કે સંસ્થાઓમાં નાણાં રોકતા પહેલા તે સંસ્થા, પ્રોજેક્ટ કે ડીલ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી નથી તેની ખાતરી કરી લેવી. પણ આ કંપનીઓ પોતે જ ભારત જેવા દેશોમાં ભ્રષ્ટાચાર ફેલાવવામાં મદદ કરતી હોય છે. માટે, તેમને હાથના કર્યા હૈયે વાગ્યાંના ન્યાયે કોઈ હમદર્દીની જરૂર રહેતી નથી. તેમણે રોકેલા નાણાં એક પ્રકારે તેમનું રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય, જે નિષ્ફળ ગયું.
    (કાર્તિકભાઈએ રિબ્લોગ કરેલી પોસ્ટ પર કરેલી કોમેન્ટ…)

    • ધવલભાઇ,
      બ્લોગની મૂલાકાત લેવા બદલ અને પ્રતિભાવ બદલ આભાર.

      તમારા પ્રતિભાવમાં તમે સબ પ્રાઇમ કટોકટી અને એને ટાળવા માટેના અમેરિકાની સરકાર દ્વારા લેવાયેલા પગલાની પ્રશંસા કરી છે. હવે મારે પૂછવું છે કે આ સબ પ્રાઇમ કટોકટીને ઉભી કરવામાં ત્યાંની સરકારનો કેટલો ફાળો? સબ પ્રાઇમ કટોકટીમાં ત્યાંના કેટલા સરકારી મંત્રીઓએ જેલની હવા ખાધી અને કેટલી વખત ત્યાંના ન્યાયતંત્રએ સરકારની ઝાટકણી કાઢી? સબપ્રાઇમની સમસ્યા એ ઇકોનોમીક સમસ્યા હતી જ્યારે 2જી કૌભાંડ એ તો ભ્રષ્ટાચારનો કેસ છે. 2જી કૌભાંડમાં ભારત સરકારના મંત્રીઓની સંડોવણી પુરવાર થઇ ચૂકી છે અને રાજા સાહેબ જેલની હવા પણ ખાઇ રહ્યા છે. માટે 2જી કૌભાંડ અને સબપ્રાઇમ કટોકટીની સરખામણી કરવી એ મને અપ્રસ્તુત લાગે છે.

      સર્વોચ્ચ ન્યાયાલયે જે ચૂકાદો આપ્યો એ અદ્દ્ભૂત તો છે જ પણ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ચોખ્ખો ચૂકાદો અપાયા બાદ પણ કપિલ સિબ્બલ જેવા સરકારી પ્યાદાઓ સરકારના બચાવ કરવામાં લાગ્યા છે અને હજી પણ ઝીરો લોસની વાતો કર્યા કરે છે. શું આ બેશરમી નથી?

      તમને લાગે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કરતા પહેલા એમનું Risk Assessment બરાબર કરવું જોઇતું હતું. સાચી વાત આપની. એક ઉદાહરણ મૂકી શકાય અહીં આ બાબતે. ધારો કે તમે એક નવું ઘર ખરીદો છો. ઘરના બધાં દસ્તાવેજો, સરકારી પરવાનગીઓ બધું જ બરાબર તમે ચેક કર્યું છે. બિલ્ડર તમને તમારા માંગેલા બધાં કાગળો પણ આપે છે. તમે ઘરનો કબ્જો લો છો ત્યાર બાદ કોઇ PIL ન્યાયાલયમાં કરે છે કે જમીન જેના પર તમારું મકાન છે એ તો કોઇ ટ્રસ્ટની કે કોઇ પણ લોચા વાળી જમીન છે એટલા માટે આ જમીન પર ઉભી કરેલ ઇમારત ગેરકાયદેસર છે અને એને તોડી નાંખવી જોઇએ. તમને ત્યારબાદ ખબર પડે છે કે બિલ્ડરે ઉપરથી નીચે સુધી બધે પૈસા ખવડાવીને બાંધકામની મંજૂરીઓ મેળવી હતી. હવે આ કિસ્સામાં તમે કોને દોષ આપશો? સરકારના ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરને કે પછી તમારા Risk Assessment ને? વળી તમે તમારું Risk Assessment કરશો તો પણ શેના આધારે કરશો? સરકારી કાગળિયાઓના આધારે જ કરશો ને. બસ આ જ વાત 2જી ના કૌભાંડની થઇ છે. વિદેશી કંપનીઓએ પણ સરકારે આપેલા લાઇસન્સના આધારે પોતાનું રોકાણ કર્યું હતું. હવે જો સરકારી કાગળિયાની કોઇ કિંમત જ ના હોય અને “अभी बोला अभी फोक” એના જેવી સરકારી પરવાનગીઓની દશા હોય તો કોઇ શું કરવા ભારતમાં પોતાના પૈસા ગુમાવવા માટે મૂડી રોકાણ કરે અને મૂડી રોકાણ કરે તો પણ કોના ભરોશે કરે? તમને જો એમ લાગતું હોય કે મારું આપેલ ઉદાહરણ Hypothetical છે અને આવું વાસ્તવમાં ના બને તો એમ માનવું ભૂલ ભરેલું છે. મારો મિત્ર હાલમાં આજ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને એના 45 લાખ દાવ પર લાગેલા છે.
      વળી ભારત જેવા વિકાસશીલ દેશ માટે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણની કેટલી જરૂરિયાત છે એ કહેવાની જરૂર છે ખરી? માટે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તો ઠીક નહીં તો એમના નસીબ એમ વિચારવું યોગ્ય નથી. ભલે વિદેશી કંપનીઓને ભારતમાં મોકળું મેદાન ના આપી દઇએ પણ એમની સાથે સાવ આવી છેતરપિંડી થાય એ પણ મારા મતે યોગ્ય નથી.

      આ પ્રતિભાવ પર આપની સહમતી/ અસહમતી જણાવશો તો આનંદ થશે.

      • કુણાલભાઈ, તમારા બ્લૉગ પર આવકાર બદલ આભાર. અને મારો ઉદ્દેશ્ય અમેરિકાના વખાણ કરવાનો નથી કે નથી તો હું આ બંને કિસ્સાઓને સરખાવતો. મારો પ્રતિભાવ ફક્ત મેં કોમેન્ટની શરૂઆતમાં ટાંકેલા બે વાક્યો સંદર્ભે જ છે. હું તમે આપેલા મકાન ખરિદીના દૃષ્ટાંત સાથે સહમત થાઉં છું, પણ ભાઈ, આપણી વ્યક્તિગત મર્યાદાઓ અને આ બહુરાષ્ટ્રિય કંપનીઓની પહોંચ, આપણું મર્કેટ રિસર્ચ અને તેમનું માર્કેટ રિસર્ચ આપણા અને તેમના રોકાણની સરખામણીએ ભેદ ધરાવે છે. મારો કહેવાનો આશય એમ છે કે આ કંપનીઓ કે જેના નાણાં આજે એળે ગયા તેમ લાગે છે, કોને ખબર કે તે કંપનીઓનો પણ આ લાયસન્સ મેળવવામાં થયેલી ગેરરીતીઓમાં કોઈ હાથ નહી હોય?

        સબ પ્રાઈમ સેક્ટરની કટોકટી બેંકોને કારને ઉભી થઈ અને તે કારણે અનેક બેંકોના માંધાતાઓએ નોકરીઓ ગુમાવી. એટલે આપને ત્યાંના નેતાઓને આપને ચોક્કસ પણે આ બેંકિંગ સેક્ટરના બીગ હેડ્સ સાથે સરખાવી શકીએ. ફરક એટલો પડે છે કે આપણે ત્યાં નેતાઓએ ગેરરિતી આચરી માટે કોર્ટ વચ્ચે પડી જ્યારે અહીં અને અમેરિકામાં બેંકોએ ગેરરિતી કરી એટલે સરકાર વચ્ચે પડીને જે-તેને દંડ દીધો. મૂળ મુદ્દો છે, શું ભારતને વિદેશી મુડીરોકાણમાં ફરક પડશે કે તેની શાખ વિશ્વમાં બગડશે. તો આ ઉદાહરણથી હું તો એટલું જ કહું છું કે ના, તેમ ના થવું જોઈએ. તમારી વાત તદ્દન સાચી છે, કે બંને મામલા જુદા છે, પણ સ્થુળ પણે જોતા તેમાં સામ્ય પણ છે. જેમ હોલિવુડની ફિલ્મમાંથી પ્રેરણા લઈને (હા, કોપી કરીને તેમ તો કહેવાય નહીને?) જો બોલિવુડની ફિલ્મ બને તો તેમાં પાત્રોના નામ, પટકથા, વગેરેમાં થોડો બદલાવ આવે, તેમ આ પણ હોલિવુડ-બોલિવુડ જેવું જ છે. એટલિસ્ટ મારી નજરે તો એમ જ લાગે છે. વિશ્વમાં ભારતના ભ્રષ્ટાચાર વિષે આપણા ભારતિયો કરતા વિદેશીઓને વધુ જાણકારી છે, અને તેનો જ લાભ લઈને તેઓ રોકાણ કરતા હોય છે. રિસ્ક એસેસમેન્ટની જે વાત કરી તે પણ આ સંદર્ભે જ હતી, કે રોકાણકારોને આમાં થયેલા ગોટાળાની થોડીઘણી તો જાણ હશે જ, છતાં તેમણે ચાન્સ લીધો. હું ખોટો પણ હોઇ શકું છું.

        પહેલા સંદેશામાં વાતને બરાબર સજૂ ના કરી શકવા બદલ ક્ષમા ચાહું છું. મારા મતે તો મંદી જેના કારને આખા વિશ્વમાં પ્રસરી તેનું મૂળ પણ એટલું જ ભ્રષ્ટાચારથી ભરેલું હતું એટલું જ આ 2G-3Gનું છે, ફરક બંનેમાં સંડોવાયેલી પાર્ટીઓનો છે. બંનેમાંથી કોઈ ચઢિયાતું કે ઉતરતું નથી.

  7. my comments originally put on Kartikbhai’s blog:
    ———–
    આ reblogging કરવા માટે આભાર કાર્તિકભાઈ અને કુણાલભાઈ ને પણ ખુબ ધન્યવાદ.
    પણ અમુક થર્ડ ક્લાસ લેખકો (દા.ત. ઉર્વીશ કોઠારી) હવે સુબ્રમણ્યમ સ્વામી પાછળ પડ્યા છે! ક્યાં ક્યાંથી ભ્રષ્ટાચારને દૂર દૂરથીય લાગે વળગે નહિ એવી વાતો લાવીને સ્વામીના ઈરાદાઓ ઉપર શંકા ફેલાવી રહ્યા છે. આ એજ લોકો છે જેમણે અન્નાના આન્દોલનમાં પણ મૂંઝવણ ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ લોકો કોંગ્રેસ પ્રેરિત જમાતના લાગે છે. જો કોંગ્રેસ ના રૂપિયા પર નાચતા નથી એવું માની પણ લઈએ તો પણ ઓછામાં ઓછું આવા લેખકો ગામની પેલી ચુડેલ ડોશીઓ (બધી ડોશીઓ નહિ. ફક્ત કેટલીક ડોશીઓ જે દિવસ-રાત ચોતરા પર બેસીને ફક્ત આની વહુના આની સાથે લફરાં છે અને આના ધણીને આની સાથે, એવા ગંદવાડવાળા વિચારો મોઢામાંથી થુન્ક્યા કરતી)ની જેમ પોતે કંઈજ કરવું નહિ પોતાની કોઈ લાયકાત નહિ અને છતાં ગામમાં કોઈ સારું કામ કરતુ હોય એની ખણખોદ કર્યા કરે એમાંના તો છે જ.
    દેશવાસીઓ આવા લોકોથી સાવધાન રહે એમાંજ એમની ભલાઈ છે.
    દક્ષેશ

    • દક્ષેશભાઇ,
      આપના પ્રતિભાવ બદલ આભાર.

      તમે ઉર્વિશભાઇની વાત કરી છે એટલા માટે આ લખી રહ્યો છું. હું પહેલા ઉર્વિશભાઇનું લખાણ વાંચતો હતો અને જ્યાં લાગે ત્યાં મારા વિચારો પ્રતિભાવમાં મૂકતો હતો. કોઇ દિવસ મારા પ્રતિભાવો પર એમનો જવાબ મને મળ્યૌ નહોતો. વળી એમના બદલે એમના અમુક ચમચાઓ (જેમાં એમના ભાઇ બિરેન કોઠારી પ્રમુખ હતા) આવીને ધડ માથા વગરની વાત કરવા લાગે આપણા પ્રતિભાવ વિશે.

      ઉર્વિશ કોઠારીની મૂળભૂત સમસ્યા છે હંમેશા બધામાં કાળું જોવાનું અને લોકોની ઠેકડી ઉડાવવાની અને પછી જ્યારે કોઇ સામે પક્ષે સુવ્યવસ્થિત દલીલ કરે તો છૂપાઇ જવાનું અને મૌન રાખવાનું અથવા પોતાના ચમચાઓ થકી લડવાનું.

      મેં હવે એમાં મારું મગજ બગાડવાનું છોડી દીધું છે. ઉર્વિશ કોઠારીને શું લખવું એ એના અધિકારમાં છે પણ આપણે શું વાંચવું અને શું સમજવું એ આપણા હાથની વાત છે. એટલે મગજ ના બગાડવું આ બધી વાતોને લઇને.

      • “ઉર્વિશ કોઠારીની મૂળભૂત સમસ્યા છે હંમેશા બધામાં કાળું જોવાનું અને લોકોની ઠેકડી ઉડાવવાની અને પછી જ્યારે કોઇ સામે પક્ષે સુવ્યવસ્થિત દલીલ કરે તો છૂપાઇ જવાનું અને મૌન રાખવાનું અથવા પોતાના ચમચાઓ થકી લડવાનું.
        મેં હવે એમાં મારું મગજ બગાડવાનું છોડી દીધું છે. ઉર્વિશ કોઠારીને શું લખવું એ એના અધિકારમાં છે પણ આપણે શું વાંચવું અને શું સમજવું એ આપણા હાથની વાત છે. એટલે મગજ ના બગાડવું આ બધી વાતોને લઇને.”

        – આવો જ અનુભવ મે પણ કર્યો અને ત્યારબાદ તેમનું લેખન વાંચવાની કે તેમની ખોટી વાતો સામે દલીલ રજુ કરવાની બિલકુલ બંધ કરી દીધુ છે. જયારે આખા દેશને સ્વામી પર ગર્વ થયો ત્યારે તેમને તેમની નિયતમાં શંકા દેખાય એ જ તેમની વિચિત્રતા દેખાડી દે છે.

        એ (કહેવાતા) જનરલ લેખક કોઇ એક તરફી માનસિકતા (કે પક્ષ કે વ્યક્તિ) ના સખત ગુલામ હોય એવું તેમના લગભગ દરેક રાજકીય લેખમાં ભારોભાર દેખાતું હોય છે. સ્વામી અને જયારે આખો દેશ અન્નાના આંદોલન સાથે હતો ત્યારે તેમનું વલણ સખત હાસ્યાસ્પદ અને સંપુર્ણ બેજવાબદાર હતું. (જો કે તેમની પાસેથી જવાબદાર પત્રકારત્વની આશા રાખવી બેકાર છે.)

  8. દર્શિતભાઇ,
    મેં કહ્યું એમ એમને દરેક વાતમાં કાળું જોવાની આદત છે. એમને દરેક માણસ દૂધે ધોયેલો કોંગ્રેસી માનસિકતાવાળો જોઇએ છે જે આજના જમાનામાં શક્ય જ નથી. કોઇ રાજકારણી આજના જમાનામાં દૂધે ધોયેલો નથી. અન્નાજીની પણ કોઇ નબળાઇઓ હશે પણ દરેક માણસમાં નબળાઇઓ જોતા રહેવાનો કોઇ મતલબ નથી.

  9. કૃનાલભાઈ અને દર્શીતભાઈ,
    તમારી કોમેન્ટ્સ માટે આભાર.
    ઉર્વીશ કોઠારી અને એવા એક-બે ‘લેખકો’ રાખી સાવંત જેવા છે. ક્યારેક સુબ્રમણ્યમ સ્વામી અને ગુણવંત શાહની તો ક્યારેક જય વસાવડા અને અન્નાની લોકપ્રિયતા વટાવી ખાવા એમના વિરુધ નિવેદનો કરે રાખે (તાજેતરનું જ રાખી સાવંતનું નિવેદન યાદ છે? ‘કટરીના કૈફ ડાન્સમાં મારી કોપી કરે છે’!). અને આવી છીછરી પ્રસિદ્ધિ એમના પરિવારના કોઈ વજૂદ વિનાના બીજા ‘લેખક’ પણ ઉઠાવે એમાં શું નવાઈ છે. એમનેતો એમના મોટાભાઈની કોઈ પોતાની પહેચાન વિનાની જીંદગી સુધારવામાં રસ હોય (ઉલટી ગંગા!). પણ આપણે શું કરવા એમનું નામ લઇને થોડીઘણી પણ પ્રસિદ્ધિ આપવી?
    રાખી સાવંતને પણ પરણવા માટે ૧૨ ચમ્બુઓ મળી આવ્યા હતા એમ આમના પણ પગ લુછવા માટે ૨-૪ જણ મળી આવે. પણ ખરી વિધિની વક્રતા એ છે કે આવા એક ચમ્બુની અટક ‘મોદી’ છે ! મોદી અટક વાળા પણ તાલીયાઘસુઓના ય તાલીયાઘસું હોય શકે એવું તો પહેલી વાર જાણ્યું 😉
    પણ તમારી વાત સાચી છે. આપણે આવા વાહિયાત ઘસુઓને નાં વાંચીને એટલો સમય કોઈ સારી વસ્તુ વાંચવામાં નાં વિતાવીએ? પ્રોબ્લેમ એ છે કે છાપામાં પરાણે આવા વાહિયાત ઘસુઓ પણ ઘરમાં ઘુસી જાય છે. જો જય વસાવડા બીજા છાપામાં જાય તો ગુજરાત સમાચાર ઈન્ટરનેટ પર વાંચવાનું છોડી દઉં!
    દક્ષેશ

  10. Sir,
    સવાલ કોઈ કંપની ના દબાણ નો નથી સવાલ ધંધાકીય policy અને નીતિમત્તા નો અને કાનૂની ફોર્માંલીત્ય નો છે. આ badhi કંપની ઓ અહી ધંધો કરવા આવે છે તે તો બધા ને ખબર છે પણ પોતાના દેશ માં તે લોકો ગ્રાહકો નું ખુબ ધ્યાન રાખે અને લીગલ ફોર્માંલીત્ય બધી પૂર્ણ કરે પણ અહી તો બોડી બમણી ના ખેતર ની જેમ જ ….સવાલ નીતિમત્તા નો છે જેમ આપની સરકાર પાસે કોઈ niti ની aapeksha ના રાખી શકો તેમ આ વિદેશી કંપની પાસે પણ ના રાખી સકાય પછી શા માટે તેમની દયા ખાવી. આ હકીકતે તો ચોર ની માં કોઠી માં મો ઘાલી ને રુવે તેના જેવો case છે.

    બીજું કે બધી જ કંપની ઓ ખરાબ service આપે તો તમે જાવ ક્યાં ?

    ઇન્ડિયા ની સરકાર ની દુનિયા આખી માં કોઈ reputation જ નથી, કોઈ stability જ નથી અને આ કંપની ઓ અહી નો consumer માર્કેટ જોઈં ને જ અહી કુદી પડી હતી તે એ જ લાગ ની છે.
    આ બધી વિદેશી કંપની ઓ એ રુપિયા ના જોર ઉપર લાયસન્સ લીધા હતા તે લોકો જ વિચારવું જોઈએ ને કે ક્યાં બેસ પર તે લોકો એ valuation કરેલું investment નું. ?mota ભાગની વિદેશી કંપની investment કરતી વખતે ફક્ત બે જ વસ્તુ જુવે છે ૧. તેમની પાસે રુપયા કેટલા છે અને બીજું માર્કેટ કેવું અને કેટલું છે પછી તે લોકો ૧oo rs. ની propery માં ૧ લાખ નું aandhan કરી નાખે.

Leave a reply to KrunalC જવાબ રદ કરો