10+ વર્ષમાં હું શું શીખ્યો?

10થી પણ વધારે વર્ષોની મારી કારકિર્દીએ મને અમુક બોધપાઠો શિખવ્યા છે. આજે આ બોધપાઠોને અહીં મૂકી રહ્યો છું.

 1. જે માણસ જીવનમાં ખૂબ વિચારી વિચારીને ડગલા ભરે છે એ માણસ ફક્ત બાંધ્યુ અથવા સંતુષ્ટ જીવન જીવી શકે છે પણ ક્યારેય દંતકથા સમાન સફળતા નથી પામી શકતો.
 2. જીવનમાં સફળતા પામવા માટે મહેનત કરવી જરૂરી છે પણ તમે મહેનત કરતા રહેશો તો તમે સફળતા પામશો જ એ જરૂરી નથી.
 3. પરફેક્ટ નોકરી કે પછી પરફેક્ટ કંપની આ બધા માત્ર ભ્રામક શબ્દો છે અને વાસ્તવિકતા ક્યારેય નથી હોતી.
 4. જો તમે નોકરી કરતા હો તો તમે તમારા કામને ચાહો પણ જ્યાં નોકરી કરો છે એ કંપનીને ચાહવાની ભૂલ ક્યારેય ના કરવી. જે કંપનીને કર્મચારીઓ પોતાની મહેનત થકી વર્ષો વર્ષ તગડો નફો રળી આપે છે એ જ કંપની ખરાબ સમયમાં 2-3 મહિના પણ કર્મચારીઓને સાચવી નથી શકતી.
 5. ક્યારેય એવું ના વિચારવું કે તમે જ્યાં કામ કરો છો એ કંપની તમારા ક્રાંતિકારી વિચારોથી અભિભૂત થઇ જશે અને તમારા વિચારોને અપનાવી લેશે. ક્યારેય કંપની, ત્યાંના કર્મચારીઓ અને નિયમોને બદલવા માટે એક હદથી વધૂ મહેનત ના કરવી. તમને ફાવે તો એ કંપનીમાં રહેવું નહીં તો ટાટા બાય બાય કરી લેવું વધારે સારુ.
 6. તમે કોઇ જગ્યાએ કાર્યરત હો અથવા તો તમે પોતાનો ધંધો કરતા હો પણ જો સવારે પથારીમાં ઉઠતાવેંત એવો વિચાર આવે કે યાર આ ક્યાં સવાર પડી, ફરી સવાર પડી અને ફરી કામે જવું પડશે તો સમજી જવું કે તમે યોગ્ય જગ્યાએ કામ નથી કરી રહ્યા.
 7. જ્યારે 2500 રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે 5000 રૂપિયામાં એકદમ પરફેક્ટ જીંદગી દેખાતી હતી અને આજે લાખોમાં કમાવા છતા પણ એ પરફેક્ટ જીંદગી હજી થોડી દૂર દેખાય છે. ટૂંકમાં માણસની રૂપિયાની ભૂખ ક્યારેય ભાંગતી નથી (અને મારા ખ્યાલથી આ ભૂખ ભાંગે નહીં તો જ સારુ)
 8. તમારી આંખો અને કાન હંમેશા ખુલ્લા રાખવા. બીજાઓએ કરેલી ભૂલોને જોઇને તેમાંથી શીખવાની વૃત્તિ રાખવી. સૂચનો જે પણ આવે એને સાંભળવા જરૂર પણ એનો અમલ કરવો કે નહીં એ આપણે નક્કી કરવું. સ્ટીવ જોબ્સે કહ્યું હતુ ને કે stay hungry, stay foolish.
 9. તમે જે કામ કરો છો તે કામને અને જ્યાં કામ કરો છો એ કંપનીને હંમેશા ઇમાનદાર રહો. આ એક વાતનો અમલ તમને જીવનમાં ઘણે આગળ સુધી લઇ જશે. તમે જ્યાં કામ કરતા હશો એ કોઇ પરફેક્ટ કંપની નહીં જ હોય પણ એના લીધે તમે તમારા કામ સાથે બેઇમાની ના કરશો.
Advertisements

7 Responses

 1. નંબર ૪નો સુવર્ણ અનુભવ થયેલ છે 🙂

 2. all points are good.#9 like most

 3. તમે કોઇ જગ્યાએ કાર્યરત હો અથવા તો તમે પોતાનો ધંધો કરતા હો પણ જો સવારે પથારીમાં ઉઠતાવેંત એવો વિચાર આવે કે યાર આ ક્યાં સવાર પડી, ફરી સવાર પડી અને ફરી કામે જવું પડશે તો સમજી જવું કે તમે યોગ્ય જગ્યાએ કામ નથી કરી રહ્યા.
  Very good & Nice Thoughts.

 4. very true

 5. I agree for the most points but would stress 1st one with all power. No body in world has achieved anything, without taking risk – a calculated risk.

 6. મિત્ર,
  તમારી પોતાની રત્નકણિકાઓ ગમી. જોરદાર.

 7. સૌ પ્રથમ તો આપના આટલા વર્ષનો અનુભવનો નિચોડ બ્લોગ પર મુકવા બદલ આભાર. સોફ્ટવેર એન્જીનીયર હોવાને લીધે આપનામોટા ભાગના મુદ્દાઓનો અનુભવ થઇ ગયો છે. બસ આ રીતે આપના અનુભવ શેર કરતાં રહેશો એવી આશા રાખું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: