અન્ના હજારે હીરોગીરી કરી રહ્યા છે?

અન્નાજીની ધરપકડને લઇને આખા દેશમાં ધમાલ મચી છે. આજના ટ્વીટર અને ફેસબુકના જમાનામાં આ ક્રાંતિ કદાચ નવું સ્વરૂપ લઇ શકે છે અને આ ક્રાંતિ ક્યાં જઇને અટકે છે એ તો સમય જ બતાવશે. ટ્વીટર અને ફેસબુક પર ઘણા સંદેશાઓ આજે ભ્રષ્ટાચાર વિરોધી અને અન્નાજીના સમર્થનમાં વાંચ્યા. જો કે અમુક સંદેશાઓ ખરેખર ભયંકર અને સ્વાર્થની હદ પાર કરે એવા હતા. નીચે અમુક સંદેશાઓ મુક્યા છે. 

@neetakolhatkar

What r housewives doing here. Silly cws take care of ur famiies instead

What an ass UPA govt is..why arrest that man wanting to be hero?? IGNORE..

twilightfairy

WTF. anna’s eaten my entire timeline. what fasting .. bah

deepakshenoy

Anyhow, nothing will happen. Anna is draconian. Govt is doofus. It’s like choosing between two dumb political parties. Again.

આ પ્રકારના સંદેશાઓ વાંચીને ખરેખર મને દુ:ખ થયું. એક 74 વર્ષનો વૃધ્ધ માણસ દેશ માટે, તમારા સારા ભવિષ્ય માટે અને આવનારી પેઢીઓ માટે લડાઇ લડી રહ્યો છે અને અમુક પ્રજાને પોતાની ટ્વીટરની ટાઇમ લાઇનની પડી છે કે પછી એ વૃધ્ધ માણસ કઠોર, નિર્દય કે હીરોગીરી કરી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ભગવાન આ લોકોને સદ્દ્બુધ્ધિ આપે. તમને જો એમ લાગતું હોય કે અન્નાજીનો રસ્તો યોગ્ય નથી તો ભલે તમે એમના રસ્તે ના ચાલો. તમને એમ લાગતુ હોય કે આ બધો ટાઇમપાસ ચાલી રહ્યો છે તો તમે ભલે આ ટાઇમપાસમાં ના જોડાઓ. તમે તમારી વિચારશક્તિના માલિક છો પણ મહેરબાની કરીને જો તમે કશું કરી ના શકતા હો તો જે કરે છે એમના વિશે ઘસાતુ તો ના બોલો. ભલે આ ક્રાંતિનું કોઇ સારુ પરિણામ આવે કે ના આવે પણ એક શરૂઆત થઇ છે એ શું સરાહનીય નથી?

Advertisements

14 Responses

 1. કુણાલભાઈ,
  હાથી પસાર થાય ત્યારે કુતરાઓ તો ભશે.

 2. it’s really very sad that people thinks like this.

 3. એક્ઝેટલી…. હમણા હું આ જ વિશે વિચારતો હતોઅને ઑનલાઈન થયો ત્યાં આ પ્રકારના આઇડિયા/વિચાર/ સંદેશ જોવા મળ્યા !

  બુધ્ધિવંત દોસ્તોને એમની બુધ્ધિ મુબારક પણ આપણાથી થઈ શકે એટલું તો કરીયે.. એવી જ રીતે મેં નક્કી કર્યું કે જ્યાંસુધી કંઇ ઠોસ ન સુઝે ત્યાં સુધી (કમ સે કમ હમણાના સમયમાં) ફોર્વર્ડેડ એસએમએસ કે એફબી G+ પર અન્ય કોઇ ફની વાતોના બદલે આ રીલેટેડ જ મેસેજ પોસ્ટીંગ કરીશ.

 4. 100% સહમત.

 5. ઉમરના તકાજાથી અને નાદુરસ્ત તબિયતને કારણે આંદોલનમાં સક્રિય ભાગ લઈ શકતો ના હોય તેનું દુઃખ છે. પરંતુ નૈતિક રીતે આ આંદોલન સાથે છું ગઈકાલે રાત્રે 8 થી 9 મારાં ઘરની લાઈતો બંધ રાખેલી અને આજે ઉપવાસ પણ રાખ્યો છે. હવે રાત્રે 10 મિનિટ માટે તમામ ઘરોમાંથી ગંટારવ ગુંજવો જોઈએ તેવો આદેશ આંદોલન કારી ટીમે સમગ્ર દેશની જનતાને આપવો જોઈએ તેવું મારું સુચન પણ છે.

 6. i am 100% agree with anna hazare.

 7. શ્રી કૃણાલભાઈ
  આપની વાત સો ટકા સત્ય છે. ઘણી વ્યક્તિ કોઈને કોઈ
  પક્ષ સાથે જોડાયેલી હોય છે . આપને ગમે તે વિચારધારાને
  માનતા હોઈએ પરંતુ જયારે દેશહિતની વાત છે ત્યારે પક્ષાપક્ષીથી
  અલગ રહે દેશ ઉન્નતિના દરેક કાર્યમાં ભાગ લેવો જોઈએ.
  સુંદર વિચાર વ્યક્ત કરવા બદલ અભિનંદન.

 8. Twitter is full of ‘Zolavala’ idiots and so called activists. Ignore them!

 9. આપ સૌ ને અભિનંદન શુભકાર્ય માટે….
  જો હુ આ જોરજબસ્તીના અનશન ને ટેકો નથી આપતો જ્યં સુધી આ લડત ફક્ત કોંગ્રેસ દ્વેષી છે….
  હા, જો આ અનશન સંપુર્ણ ભારતદેશના ભલા માટે અને ભારતના દરેક પક્ષના નેતાઓ સમક્ષ નિષ્પક્ષ થતો દેખાશે ત્યારે હુ હા માં હા ભરતો રહિશ ત્યા સુધી હુ અને અમારા મેલાવડા મંદિર(ચર્ચ) માં દેશના પવિત્ર આચરણ માટે પહેલા પણ ઉપવાસ અને પ્રાર્થના કરતો હતા તે કરતા રહીશુ જે તમને ખબર નહી હોય, (મોટા ભાગે ખ્રિસ્તીઓ જગતના પવિત્રકરણ માટે જ ઉપવાસ કરતા હોય છે, દેખાડો કરવા કે આવા ક્ષણીક ઉલ્લાસ માટે નહિ). કેમ કે જો એવુ ના કરીએ તો લોકોના પાપ અમારા ભોગવવા ના પડે એટલે અમારે આ કરવુ જ પડે છે એ કરતા રહીશુ અને ભારતને પવિત્ર કરતા રહીશુ….. પ્રભુ યીશુ આપ સૌનુ ભલુ કરે અને અન્નાને પણ દેશના ફક્ત ભ્રષ્ટાચાર જ નહિ પણ દરેકે દરેક પ્રકારના દુષ્ટાચાર વિરુધ્ધ અનશન કરે એવી પ્રાર્થના કરુ છુ……આમીન…!!!

 10. હું તો ટ્વિટર પર ખાસ વાંચતો નથી (બહુ સમજાતું એ નથી !) પણ આપના માધ્યમે આ જાણી ઘણો સંતાપ થયો. આપે સારૂં કર્યું, કોઈક લોકો આવું પણ વિચારતા હશે તે જાણવા મળ્યું. રજનીભાઈએ ખરૂં કહ્યું, ’બુધ્ધિવંત દોસ્તોને એમની બુધ્ધિ મુબારક પણ આપણાથી થઈ શકે એટલું તો કરીયે..’ ..સહમત.
  આભાર કૃણાલભાઈ.

 11. annaji hum tumhare sath he..
  kal hi mere dost ko ek police ne pakda . bola licence nikalo, mere dost ne nikala, bad me vo bola” pachas rupye nikalo varna gadi ki key nahi milegi .” bad me mene kaha tum kaha pe rahete ho,? ek 74 sal ka ‘jawan’ bhukha betha he aapne liye or tuje ab bhi samaj me nahi aaya. me aanna ji ka aadmi hu . curpt leta nahi or DETA bhi nahi.

 12. “દુનિયા બોલે તેમ બોલવા દઈએ; આપણે રામભજનમાં રહીએ !”

  એક પંજાની પાંચ આંગળીઓય સરખી હોતી નથી ત્યાં આ ‘ઉપલી સરકાર’ દ્વારા સર્જાયેલી લાખ્ખો જીનથી બનતી તુંડેતુંડે મતિર્ભિન્નાવાળી પરજાની શી નવૈ ?

  આશા તો એ જ રાખવાની કે આ વખતે આ હુંશીયાર ને લુચ્ચાં શિયાળો દાદાને છેતરી ન જાય.

 13. iam 100% saport.

 14. આપણા રાષ્‍ટ્રની ૮૦ ટકા વસ્‍તી ભ્રષ્‍ટાચારની વિરુધ્‍ધ છે તો નવા કાનુન ની જરૂરત શું પડી. ? આજે સમાજનો એક પણ વર્ગ ભ્રષ્‍ટાચારથી પર નથી તે હકીકત સ્‍વીકારવી રહી. છેલ્‍લા પાંચ-સાત માસના ભ્રષ્‍ટાચાર આંદોલનમાં એક પણ વ્‍યક્તિએ પોતે ભ્રષ્‍ટ હતી પણ હવે હું ભ્રષ્‍ટાચાર આચરીશ નહી અને તેનો કાયમી રીતે જાહેર વિરોધ કરીશ તેવી પ્રતિજ્ઞા લેવા તૈયારી દર્શાવી છે ખરી ?

  આપણે ભાવાવેશમાં કંઈ પણ અંગત રીતે હાની કે નુકશાની ન પહોંચે તેની પૂર્ણ કાળજી રાખીએ છીએ ત્‍યારબાદ ટોળામાં ભળી – ચર્ચા કરી આત્‍મછલના કરી રહ્યા છીએ.

  આઝાદીની જે અવદશા થયેલ છે તેનાથી પણ ક્રુર – હતાશાજનક સ્‍થિતિ ભ્રષ્‍ટાચાર વિશેના કાનુનની થશે.

  પિયુષ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: