સિંગાપોર અંદાજપત્ર 2011

શુક્રવારે સિંગાપોરનું વર્ષ 2011 માટેનું અંદાજપત્ર અહીંની સંસદમાં રજૂ કરવામાં આવ્યું. આશા મુજબ સિંગાપોરના નાગરિકોને લ્હાણી કરાઇ છે કારણ કે ચૂંટણી નજીકના ભવિષ્યમાં જ યોજાનાર છે. જો કે મને શું ફાયદો થયો એ મારે જોવાનું. તો મને નીચેના ફાયદા થયા :

1. ટીવી લાયસન્સ ફી નાબૂદ થઇ એનાથી મારા વર્ષના 110 ડોલર બચશે. (અહીં સાલુ ઘરમાં ટીવી ખાલી રાખો જુઓ નહીં તો પણ સરકારને 110 ડોલર આપવા પડે એવો કાયદો છે. મેં જ્યારે પહેલી વખતે આ ફી વિશે સાંભળ્યું ત્યારે તો મને બહુ તઘલખી કાયદો લાગ્યો હતો. પહેલાના જમાનાના સંદર્ભમાં આ કાયદો કદાચ ચાલે પણ આજના જમાનામાં ટીવી એ જરૂરિયાત થઇ ગઇ છે ત્યારે આ પ્રકારના કાયદા અપ્રસ્તૂત લાગે છે. કારમાં તમે ડીવીડી પ્લેયર રાખો તો પણ દર વર્ષે 27 ડોલર આપવા પડે. અહીં ઘરમાં જેટલા વોશ બેસિન રાખો એનો પણ દરેક વોશ બેસિન દીઠ ફિક્સ ચાર્જ પાણીના બિલમાં આવે છે આ બધા કાયદા મને બહુ તઘલખી લાગે છે. )
2. વર્ષ 2011માં દરેક કરદાતાઓને ભરવાલાયક કરની રકમ પર 20% રીબેટ મળશે (2000 ડોલર રીબેટની મહત્ત્મ મર્યાદા રાખવામાં આવી છે) એટલે વાર્ષિક કરમાં 20% નો ફાયદો થશે.
3. 2012 માટે વ્યક્તિગત કરના માળખામાં સૂધારાઓ સોચવાયા છે જેથી આયકર લગભગ 25% જેટલો ઓછો ભરવો પડશે.
4. વીજળી પાણીના બિલમાં કદાચ રાહત મળશે. હું જે ઘરમાં રહુ છું એ પ્રમાણે આખા વર્ષ દરમ્યાન 340 ડોલર રાહત મળવી જોઇએ પણ એ મને મળશે કે કેમ એ અત્યારે ખબર નથી.
5. એમ્પલોયર તરફથી અપાતા CPFના દરને 15.5%થી વધારીને 16% (એટલે કે 0.5% વધારે) કરવામાં આવ્યો છે એટલે મારો પગાર 0.5% વધી ગયો ( 🙂 Hiya!!) જો કે એમાં હરખાવા જેવું બહુ નથી કારણ કે જે રૂપિયા મારા CPFમાં જમા થાય છે એનાથી મને વર્તમાનમાં કોઇ ફાયદો થવાનો નથી. બીજી એક બજેટની દરખાસ્ત એ પણ છે કે મહત્ત્મ CPFની કપાત માટેની મર્યાદા 4500 ડોલરથી વધારીને 5000 ડોલર કરવામાં આવશે અને એની આડઅસર એ થશે કે મારા પગારમાંથી દર મહીને વધૂ 100 ડોલર કપાઇને મારા CPF ખાતામાં જશે. (મારા પગારમાંથી બચતના નામે પણ કશું કપાય તો એ મને નથી ગમતું 😦 ) હવે મારા પગારના 36% રકમ CPFના ખાતામાં જશે. એમાંથી 20% મારા પગારમાંથી કપાઇને જમા થશે જ્યારે 16% મારા અન્ન્ન્દાતા આપશે.

સિંગાપોરના નાગરિકોને તો મન મૂકીને લ્હાણી કરાઇ છે કારણ કે એમની જોડેથી મત લેવાનો સમય આવી ગયો છે. લગભગ દરેક પરિવાર દીઠ (પરિવારની વ્યાખ્યા – પતિ પત્ની અને એમના બે છોકરાઓ)કે જે મધ્યમવર્ગમાં ગણાય એમને સરકાર તરફથી રોકડા કે બીજી રાહતો સ્વરૂપે 3000-5000 ડોલર મળશે. જેટલી આવક ઓછી એટલું દાન સરકાર તરફથી વધૂ. Low Income Group અહીં બહુ ચવાયેલો શબ્દ થઇ ગયો છે. અહીંની સરકાર માનવતા દાખવીને ઓછું કમાતા પરિવારોને મદદ તો કરે છે પણ મને એમ લાગે છે કે આમ કરવાથી એ લોકો કાયમ માટે સરકારના આશ્રિત થઇ જાય છે. ખાલી મદદ આપે રાખવા કરતા જો એમના ઉત્ત્થાન માટે પ્રયત્ન કરે સરકાર તો એ વધૂ યોગ્ય ગણાય. લોકોની આવક કેમ ઓછી છે અને એ આવક કેમ વધારી શકાય એ માટે જો સરકાર ભાર મૂકે તો ગરીબીનો કાયમનો પ્રશ્ન થોડો હલ થઇ શકે. (હવે હું જે વિસ્તારમાં રહુ છું એ વિસ્તારના સંસદ સભ્ય જ અહીંના નાણા મંત્રી છે એટલે યોગ્ય સમયે મારો આ વિચાર એમના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી જોઇશ અને પછી શું જવાબ મળે છે એ જોઇએ. હું કોઇ અર્થશાસ્ત્રી તો નથી કે સરકારની નિતીઓને ચેલેંજ કરી શકુ પણ એમના વિચારો જાણવાથી આપણુ જ્ઞાન તો જરૂર વધે.) સિંગાપોરના કામકાજી લોકોમાંથી (એટલે workforce માંથી) 56% લોકો આયકર ભરતા નથી કારણ કે એમની કમાણી આયકર માટેની જે લઘુત્ત્મ 20000 ડોલરની મર્યાદા છે એટલી પણ નથી. જે મને લાગે છે કે સિંગાપોર જેવા વિકસીત રાષ્ટ્ર માટે યોગ્ય ના કહેવાય.

જ્યારે ભારતમાં અંદાજપત્ર રજૂ થતુ હોય ત્યારે કાયમ અંદાજપત્રની ખોટ વિશે અર્થશાસ્ત્રીઓ ચિંતા કરતા હોય છે. જયારે સિંગાપોરના અંદાજપત્રમાં 6.6 બિલીયન ડોલરની લ્હાણી કર્યા બાદ પણ 0.1 બિલીયન ડોલર surplus છે. એનું એક કારણ કદાચ ગયા વર્ષે સરકારે ખોલેલા જુગારના અડ્ડાઓ થકી થયેલી લગભગ 2-3 બિલીયન ડોલરની માતબર કમાણી પણ હોઇ શકે છે.

બીજી પણ દરખાસ્તો છે પણ એ બધી આપણને બહુ લાગ એ ના વળગે એટલે એ વિશે લખવાનો મતલબ નથી. જોઇએ સરકારે જે રાહતો આપી છે એનાથી એ પ્રજાના મતોને ખરીદી શકે છે કે નહીં?

Advertisements

One Response

  1. સિંગાપુરના કરવેરા વિશે આછેરી ઝલક વાંચીને થયું કે ભારતની કરવેરા પદ્ધતિ ઘણી પ્રગતિશીલ છે. આપે જે વિદ્યુત ઉપકરણના વપરાશ પર કરની વાત કરી તે પ્રથા તો ભારતમાં ૧૯૯૦થી જ નીકાળી દેવામાં આવી છે. એકંદરે મને ભારતીય કર પદ્ધતિ વધુ rational લાગી.

    PFની કપાત ૩૬% છે તે ઘણી સારી વાત છે. ભારતમાં તો સામાન્યરીતે ૨૦% અને મહત્તમ ૨૪% જ કપાત કરવામાં આવે છે. ભારત સમાજવાદી અર્થતંત્ર હોવાનો દાવો કરે છે અને કર્મચારીની સામાજીક સુરક્ષા પાછળનો ફાળો એક મૂડીવાદી અર્થતંત્ર કરતાં પણ ઓછો હોય તે આશ્ચર્યજનક છે.

    અને રહી વાત અંદાજપત્રમાં ખાઘ અને પૂરાંતની તો. અંદાજપત્ર ખાધ કરતાં અંદાજપત્ર પૂરાંત વધુ ચિંતાનો વિષય ગણાય છે. (આશ્ચર્યની વાત છે પણ સાચુ છે.) અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રના વિકાસ માટે નિયંત્રીત ખાઘવાળું અંદાજપત્ર રાખવાની ભલામણ કરે છે, કારણ કે આ ખાધને પુરવા સરકાર જે પગલાં લેશ તેનાથી અર્થતંત્રનો વિકાસ થશે, જ્યારે પૂરાંતવાળું અંદાજપત્ર અર્થતંત્રમાં મંદી અને નબળાઇનું સૂચક છે. સરકાર તેના નક્કી કરેલા કાર્યો ન પુરા કરી શકે અને આથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટી જતાં મંદીનો દોર આવી શકે. જોકે આ બાબતો પણ ઘણાં પરિબળોને આભારી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: