Gandhi My Father

આજે અનિલ કપૂર દ્વારા નિર્મિત ચલચિત્ર Gandhi My Father જોયું. આ એક ઓફબીટ મૂવી છે (મને હવે આવા પ્રકારના મૂવી જોવા વધારે ગમે છે.) અને ચલચિત્ર મને સારુ લાગ્યું. આ ચલચિત્ર ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના મતભેદો અને વિચારભેદો પર આધારિત છે.

મને ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના અણબનાવ વિશે આછો ખ્યાલ હતો. આ ચલચિત્ર મુજબ ગાંધીજીએ સત્યાગ્રહના ઝનૂનમાં હરિલાલની જુવાનીનો અમૂલ્ય સમય છીનવી લીધો હતો. હરિલાલ આ માટે એના પિતા ગાંધીજીને માફ ન કરી શક્યો. મતભેદો વધતા એણે ગાંધીજીથી પોતાને અલગ કરીને પોતાની રીતે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ પોતાના પ્રયત્નોમાં સફળ ના થઇ શક્યો. હરિલાલ ભણી પણ ના શક્યો કે ના નોકરી ધંધામાં પણ સફળ ના થઇ શક્યો અને પોતાની આ નિષ્ફળતા માટે પોતાના પિતા ગાંધીજીને દોષ દેવા લાગ્યો. છેવટે એ પોતાના માતા પિતાથી દૂર થઇ ગયો અને self destructionના રસ્તે પોતાની જીંદગી બરબાદ કરી નાંખી.

ચલચિત્ર જોતા શરૂઆતમાં એમ લાગે કે ગાંધીજીએ પોતાના સિધ્ધાંતો અને એમની મહાન બનવાની લ્હાયમાં હરિલાલનું જીવન બલિએ ચડાવી દીધું પણ પાછળથી હરિલાલના કરતૂતો જોયા પછી લાગ્યું કે હરિલાલની જીંદગીની બરબાદી પાછળ ગાંધીજી કરતા પણ એનો ખૂદનો વધારે દોષ હતો. ગાંધીજીના વ્યક્તિત્વના થોડા નકારાત્મક પાસાને આ ચલચિત્રમાં સારી રીતે ઉજાગર કરવામાં આવ્યા છે. ગાંધીજીના પાત્રમાં દર્શન જરીવાલા, કસ્તૂર બાના પાત્રમાં શેફાલી શાહ અને હરિલાલની પત્ની તરીકે ભૂમિકા ચાવલાનો અભિનય સારો છે. ટૂંકમાં મારા મતે આ મૂવી એક વખત જોઇ શકાય.

(ઇમેજ : વિકી પરથી)

4 Responses

  1. મોહનદાસ ગાંધી અને હરિલાલ ગાંધી વિશે કંઇ પણ લખવું-બોલવું-(ફિલ્મ-નાટક) બનાવવું અને તટસ્થ રહેવું (કે લાગવું) એ ઘણી જ અઘરી વાત છે.
    દિનકર જોષીની “પ્રકાશનો પડછાયો” વાંચ્યા બાદ મને તો એવું લાગ્યું છે કે તેઓ કોઇપણ જાતના પૂર્વગ્રહ વગર તેઓ આ સંબંધ અને ઘટનાઓને મૂલવી શક્યા છે.
    ત્યારબાદ મેં “ગાંધી માય ફાધર” જોઇ અને એવું લાગ્યું કે “પ્રકાશનો પડછાયો”ની જેમ સાવ તટસ્થ તો નથી રહી શક્યા પણ તટસ્થાની ઘણી નજીક તો છે જ .

    http://rajniagravat.wordpress.com/2010/02/01/shadow-of-light/

  2. રજનીભાઇ
    તમે આટલુ વાંચી શકો છો એ સારુ છે. અહીં તો સાલુ વાંચવાનુ એકદમ નહિંવત થઇ ગયું છે. તમે આપેલ સત્યના પ્રયોગો વાંચવાની હજી સુધી શરૂઆત પણ નથી થઇ.

    લાગે છે જો ભગવાન થોડી લાંબી જીંદગી અને શાંતિ આપશે તો ઘડપણમાં જ પુસ્તકોને ન્યાય આપી શકાશે.

    • samay koi ni rah joto nathi — ne tame gadapan ni rah juo chho?
      vanchvi hoy te book vanchi lo–
      ramesh dhami

  3. સમય કોઈ ની રાહ જોતો નથી – ને તમે ગઢપણ ની રાહ જુઓ છો ?
    વાંચી શકાય તેટલું વાંચી લો,, ભાઈ..
    રમેશ ધામી (રાજકોટ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: