Time to recharge

NRI માણસ માટે Recharge થવા માટે સૌથી ઉત્તમ સ્થાન ક્યુ હોય? મારો જવાબ છે ઇન્ડિયા. વર્ષ દરમ્યાન ગમે તેટલા મનગમતા અને સારા સ્થળોમાં વેકેશન કરો પણ માદરેવતન જેવું કશું ના હોય. ઇન્ડિયામાં સગા સંબંધીઓને અને મિત્રોને મળવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, મોજ મઝા કરવાની અને ડોલરના ત્રાસથી છૂટીને ડોલરમાં કરેલી કમાણીને રૂપિયામાં વાપરવાની મજા અનેરી છે. આ મારા માનવુ છે.

છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે હું દિવાળીમાં અમદાવાદ વેકેશન કરવા ગયો છું પણ આ વખતે પહેલી વાર NRI season એટલે કે ડિસેમ્બરમાં ઇન્ડિયા જઇ રહ્યો છું. દર વખતે લગભગ 3-4 અઠવાડિયા માટે ઇન્ડિયા આવુ છું પણ આ વખતે માત્ર 10 દિવસના સમય માટે ઇન્ડિયા આવવાનું સુખ સાંપડ્યું છે. પણ 10 દિવસ તો 10 દિવસ આ મજાને છોડી શકાય એમ નથી. 17મી ડિસેમ્બરે 8:45 વાગ્યે મુંબઇ પહોંચીશ અને 27મી તારીખે લગભગ આ જ સમયે વિમાનમાં પૂરાઇને ઉડતો ઉડતો સિંગાપોર ચાંગી એરપોર્ટ પર મારા પગ ઘસડતો ઘસડતો પાછો આવી જઇશ. ચાંગી એરપોર્ટ પર જે રીતે પગ ઘસડતો હું પાછો આવુ છું દર વખતે એ જોઇ ખરેખર મને મારી દયા આવતી હોય છે. પણ ડોલર આગળ રૂપિયા કાયમ હારી જાય છે. એ વખતે કાયમ એમ લાગ્યા કરતુ હોય છે કે પાછલી જીંદગી સારી બનાવવાની લ્હાયમાં હું મારા આજને કુરબાન કરતો રહુ છું. જે પણ હોય પણ ધીરે ધીરે આ વિચાર વમળ અને ઇમોશનલ અત્યાચાર ઠંડો પડતો જાય છે અને ફરીથી જીવનની ઘરેડમાં આવી જતો હોઉ છું. કદાચ આનું જ નામ જીંદગી છે. જે છે એની કદર નથી હોતી અને જે નથી એની પાછળ દુ:ખી થતા હોઇએ છીએ.

આ વખતે પાછા આવીને એક નવી ચેલેન્જ લેવાની છે અને એ છે મારા અન્નદાતા બદલવાની🙂 (એટલે કે નોકરી બદલવાની). યોકોગાવા કે જેણે મને 4.5 વર્ષ સહન કર્યો (જો કે હકીકત જે લખ્યું એનાથી વિરુધ્ધ છે :)) એને બાય બાય કરવાનું ફરમાન આપી દીધું છે અને નવા વર્ષથી નવા અન્નદાતા સાથે શ્રી ગણેશ કરવાના છે. એટલે આ વખતે ઇન્ડિયામાં બરાબર બેટરી ચાર્જ કરવાની છે એટલે આવીને તરત નવી ચેલેન્જને ન્યાય આપી શકાય. નોકરીમાં બદલાવ સાથે જીંદગીમાં પણ થોડો બદલાવ આવશે જે જરૂરી હતો.

તો પછી પાછા આવીને ઇન્ડિયામાં થયેલા અનૂભવો વિશે રોજનીશીમાં “ઇન્ડિયા ડાયરી” વિભાગમાં બીજા પાના ઉમેરીશ.

7 Responses

  1. Have a happy re-charging journey!!! and good luck for the new “Ann-data”…🙂

    • Thanks Sakshar.
      Really looking forward to this small India trip.

  2. આ વખતે મળીએ?

    LOL at ઈમોશનલ અત્યાચાર.

    • કાર્તિકભાઇ,

      આ વખતે જરૂર મળીશું.

  3. આને કે’વાય છોટા રિચાર્જ !

    • રજનીભાઇ,
      એકદમ યોગ્ય શબ્દ શોધી લાવ્યા.🙂

  4. Chota ya bada…recharge, recharge hi hota hai. lol.
    Enjoy your time there.
    Never be pessimistic. Just follow ‘Geeta’- karm karo..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: