દિવાળી આવી ગઇ

આવતી કાલથી દિવાળી શરૂ થઇ રહી છે. અત્યાર સુધી દિવાળી આવી ગઇ એવી ખબર જ નહોતી પડતી.  આવતી કાલે ધનતેરસ હોવાથી પૂજાનો સામાન લેવા અને મિઠાઇ લેવા માટે Little India ગયો હતો અને ત્યાંનો માહોલ જોઇને મને દિવાળીનો અહેસાસ થઇ ગયો. છેલ્લા 4 વર્ષમાં પહેલી વખત હું સિંગાપોરમાં દિવાળી મનાવીશ. દર વખતે હું દિવાળી વખતે સિંગાપોરથી ઇન્ડિયા ભાગી આવુ છું પણ હવે રુહી સ્કુલે જતી થઇ ગઇ છે અને અહીંની સ્કુલોમાં દિવાળીની માત્ર એક દિવસની જ રજા હોય છે. (જો કે એક દિવસની પણ જાહેર રજા છે અહીં એ સારુ જ છે કારણ કે ઘણા બધાં દેશોમાં સારા એવા પ્રમાણમાં ભારતીયો હોવા છતા રજા નથી હોતી) રુહીને સ્કૂલ ચાલુ હોય એટલે રજાઓ પાડીને ઇન્ડિયા ના આવી શકાય એટલે આ વખતે મન મારીને અહીં રહેવું પડ્શે.

Little India દર વખતની જેમ આ વખતે પણ શણાગારાયું છે. દિવાળીના તહેવારની રોનક રોડ પર દેખાઇ આવે છે. 

LI

LI1

દિવાળી બજારમાં બરાબરની ભીડ જામી હતી. દિવાળી બજારમાં લોકો તગડો ધંધો કરી રહ્યા હતા. જે માટીના કોડીયા 10 રૂપિયામાં ઇન્ડિયામાં મળી જાય એ અહીં 1 ડોલરમાં વેચાય છે. લોકોને દિવાળીના તહેવાર નિમિત્તે 40-50 ડોલર ખર્ચવા મોંઘા ના પડે એટલે આ લોકો મસ્ત કમાય છે. નાસ્તા મિઠાઇથી માંડીને કોડિયા અને ડિઝાઇનર દીવા તેમ જ પૂજાના સામન વેચતી ઘણી દુકાનો હતી. સાથે સાથે ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ વેચતી પણ ઘણી દુકાનો હતી. નીચે દિવાળી બજારમાં લીધેલી કેટલીક તસ્વીરો છે.

LI2LI3

 

 

 

 

 

 

LI4         LI5

Sweets

 

હું જે પ્રકારની મિઠાઇઓ ખાવા ટેવાયેલો છું એવી મિઠાઇ અહીં નથી મળતી. અહીં દક્ષિણ ભારતની મિઠાઇઓ વધૂ મળે છે. હલ્દીરામની મિઠાઇઓ મળે છે પણ એ બધી પેકેટમાં રહી રહીને વાસી અને કડક થઇ ગયેલી હોય છે એટલે ખાવામાં બહુ મઝા ના આવે. બાકી અમુક જગ્યાએ થોડી સારી અને તાજી મિઠાઇઓ મળે છે પણ એના ભાવ આસમાને હોય છે. એક એક ટૂકડાના 3 ડોલર સુધી ભાવ હોય છે. એટલે પછી આજે મન મારીને જે મળ્યું એ લઇ લીધું. હલ્દીરામના કેસરના બુંદીના લાડુ કદાચ સારા હોય છે. વળી ઘરે ગુલાબજાંબુ અને ગાજરનો હલવો બનાવવાનો છે. એટલે હાલ પૂરતું તો આટલી મિઠાઇઓ અધધધ છે. થોડો ઘણો નાસ્તો પણ લાવ્યો છું પણ અહીં કોઇ ઘરે આવવાવાળું છે નહીં એટલે છેવટે એ નાસ્તો અમારે જ કરી જવાનો છે.

હવે કાલે ધનતેરસની પૂજા કરીશું. વડીલોની હાજરી વગર હું અને વિભા જેવી આવડશે એવી પૂજા કરીશું. પૂજા માટેની તૈયારી, જુસ્સો અને હ્રદયના ભાવ તો છે બસ હવે લક્ષ્મીજી થોડા વધારે રીઝે તો સારુ. 🙂

Advertisements

4 Responses

 1. લીટલ ઇન્ડિયાની ગ્રેટ તસ્વીર ગમી…

  તમને અને તમારા પરિવારને ધનતેરસની શુભકામના.

  • રજનીભાઇ, તમને પણ ધનતેરસ અને દિવાળીની શુભેચ્છાઓ.

 2. ભાઈ કૃણાલ,
  દિવાળી મુબારક હો.
  તમારા મનની વાતો અમારા મન સુધી પહોંચી શકે છે. કારણ કે, અમારા પરિવારનો એક યુવાન સભ્ય પણ પહેલી વખત ઘરથી દૂર દિવાળીનો તહેવાર ઉજવશે[?] .. એને પણ અત્યારે ઘરના ઘૂઘરા,ચેવડો,મઠિયાં, ચોળાફળી યાદ આવતાં હશે…
  સરસ તસવીરો. સરસ માહિતી.
  તમારા સમગ્ર પરિવારને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 3. haju lakshmiji ne tare ketla rizavva chhee?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: