Time to pause n enjoy…..

આજથી 4-5 દિવસ માટે રોજીંદા જીવનથી મુક્તિ. આજથી 4.5 દિવસ માટે સિંગાપોરથી દૂર હોંગકોંગ અને મકાઉ જઇ રહ્યા છીએ. વેકેશન માટે હોંગકોંગ અને મકાઉ પસંદ કરવાના અમુક કારણો હતા. મુખ્ય કારણ હતું કે રુહીને ડિઝનીલેન્ડ બતાવવું હતું. રુહીને ડિઝનીના કાર્ટૂન જોવા બહુ ગમે છે. મિકી, મિની, ડોનાલ્ડ, ગુફી એ બધાં રુહીના buddy જેવા છે. એને હવે બધાં કાર્ટૂન કેરેક્ટરોમાં ખબર પણ પડે છે એટલે થયું કે આજ યોગ્ય સમય છે રુહીને બાળકો માટેની આ અજબની દુનિયા બતાવવાનો. સાથે સાથે અમે લોકો પણ દરિયા કિનારે જઇ જઇને કંટાળ્યા હતા. એટલે થયું કે હવે બીચ પર રખડપટી કરવા નથી જવું. એટલે કેસીનો , થીમ પાર્ક વગેરેનો આનંદ માણવા માટે હોંગકોંગ અને મકાઉ પસંદ કર્યું.

હોંગકોંગમાં ડિઝનીલેન્ડ, Ocean Park, મેડમ ટ્યુસાદ મ્યુઝિયમ, હાર્બર ફ્રન્ટ આ જગ્યાઓએ જવાનું પ્લાનિંગ છે અને પછી જેવી સમયની અનૂકુળતા એ પ્રમાણે શોંપિંગ અને બીજા સ્થળો. મકાઉમાં કેસીનોમાં જવું છે. સાથે સાથે Venetian રિસોર્ટ પણ જવાનું છે. (Google Images : Venetian રિસોર્ટ). રિસોર્ટ મને ભવ્ય લાગે છે જોઇએ ત્યાં જઇને કેવું લાગે છે. Taipa ટાપૂ પર માત્ર અને માત્ર 5 સિતારા હોટેલો, રિસોર્ટ અને શોપીંગ મોલ વગેરે જ છે. ટૂંકમાં અમીરોની દુનિયામાં જઇને ડોકિયું કરવાનું છે.

હોંગકોંગ અને મકાઉ બન્ને સ્થળો માટે 4 દિવસ ઓછા છે. મારા ખ્યાલથી હોંગકોંગ અને મકાઉ બન્ને વ્યવસ્થિત રીતે ફરવા માટે 7 દિવસ જોઇએ પણ મારી જોડે રજાઓ ઓછી છે એટલે 4 દિવસમાં જ આખો પ્રોગ્રામ બનાવ્યો છે. (જો કે મારી ફ્લાઇટ re schedule થઇ છે એટલે હવે 4 ના બદલે  4.5 દિવસ મળશે.)

મલેશિયા, ઇન્ડોનેશિયા અને આજુબાજુની નાની ટ્રીપોને બાદ કરુ તો પહેલી વખત હું મારા ખર્ચે સિંગાપોર અને ઇન્ડિયાથી દૂર વેકેશન માટે જઇ રહ્યો છું. પહેલી વખત મારા પોતાના પૈસે (કંપની ખર્ચે નહીં) હું 5 * હોટલમાં રહીશ. અમીરોની દુનિયામાં રહી ના શકીએ પણ ડોકાચિયા કરી શકીએ એટલી ઔકાત હવે થઇ ગઇ છે.🙂

બસ હવે 4-5 દિવસ ટ્વીટર, ફેસબુક, બ્લોગ અને નોકરીની જંજાળોથી મુક્ત થઇને બસ मौजा ही मौजा….

2 Responses

  1. Enjoy!

    • thanks man…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: