ગાંધીબાપૂ, મોદી સાહેબ અને ToDo list

આજે આપણા રાષ્ટ્રપિતા એટલે કે ગાંધી બાપૂની જન્મજ્યંતિ છે અને આજે ટ્વીટર, ફેસબુક કે બીજે વેબ પર જ્યાં પણ નજર નાંખો ત્યાં ગાંધીબાપૂના જ દર્શન થતા હતા. આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના બ્લોગ પર પણ ગાંધી બાપૂના નામે આજે એક પોસ્ટ મૂકાઇ છે.

Let’s follow Bapu’s ideology for better tomorrow

 

બ્લોગા પરની પોસ્ટમાં મોદી સાહેબે પરાણે ગાંધી બાપુને અને અયોધ્યાના વિવાદને રામરાજ્યના નામે સાંકળી લીધા છે. આમ જોવા જઇએ તો આ બે મૂદ્દાને કંઇ લેવા દેવા નથી પણ આ બન્ને મૂદ્દાઓને સાંકળીને મોદી સાહેબે સમજાવી દીધું કે રાજનીતિ કોને કહેવાય?🙂

જો કે આ એક મૂદ્દા સિવાય મોદી સાહેબે લખેલી સ્વચ્છતા જાળવવાની, ખાદી વાપરવાની અને અક્ષરજ્ઞાન આપવા વિશેની વાતમાં ખરેખર દમ છે. 

ચલતે ચલતે બાપૂ પર લખાયેલ આ સરસ ગીત એમને જન્મદિવસની ભેટરૂપે

 

बापू बोले तो आप को Happy Birthday.

P.S. :

મને ગાંધી બાપૂ પ્રત્યે બહુ અહોભાવ કે પ્રેમ નથી પણ મારી "સત્યના પ્રયોગો" વાંચવાની અદમ્ય ઇચ્છા છે. અહીં સિંગાપોરમાં આ પુસ્તક મળી શકે એમ નથી (સિંગાપોરમાં અહીંના ગાંધી Lee Kuan Yewના જોઇએ એટલા પુસ્તકો મળે :)). એટલે આ વખતે ઇન્ડિયા આવીશ ત્યારે આ પુસ્તક ખરીદી લઇશ અને સિંગાપોર લાવી શાંતિથી વાંચીશ.

આ વખતે ઇન્ડિયાની ટ્રીપ દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત પણ લેવી છે. અમદાવાદમાં મોટા થયા અને ઘરની નજીક હોવા છતાં આજ સુધી ક્યારેય ગાંધી આશ્રમમાં (એ રીતે જોવા જઇએ તો કોઇ પણ આશ્રમમાં) આજ સુધી પગ નથી મૂક્યો. વળી હવે તો બીગ બી પણ બોલાવે છે એટલે હવે તો જવું જ પડશે નહીં તો એમને માઠું લાગી જશે🙂.

હવે ત્રણ મહિના સુધી ઇન્ડિયા ટ્રીપમાં શું કરવું એનું પ્લાનિંગ જ કરવાનું છે.

2 Responses

  1. સુંદર, અતિ સુંદર……

  2. ગાંધીજીની આત્મકથાની સૉફ્ટ કૉપિ મેઈલ કરૂ છું, અને હા બક્ષી સાહેબના ગાંધીજી વિશેના લેખોના સંકલનનું પુસ્તક “ગાંધી અને મહાત્મા” (નામ વિશે અત્યારે શ્યોર નથી) જરૂર વાંચજો એવી અપીલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: