શેવર અને હેર ડ્રાયર

ઘણાં વખતથી હું ઇલેક્ટ્રીક શેવર ખરીદવાનું વિચારી રહ્યો હતો અને આખરે આજે એનો મેળ પડ્યો. શેવર ખરીદવા માટેના વિકલ્પો હું છેલ્લા કેટલાક સમયથી ચકાસી રહ્યો હતો. માત્ર શેવિંગ કરી શકાય એવા ઢગલાબંધ device અલગ અલગ કંપનીના બજારમાં ઉપલબ્ધ છે પણ મારે શેવર અને ટ્રીમર બન્ને ફંકશન એક સાથે જોઇતા હતા એટલે પસંદગી માટે બહુ ઓછા વિકલ્પો હતા.  BRAUN કંપનીના Z40 અને Z60 મોડેલ શેવર અને ટ્રીમર સાથેના સરસ વિકલ્પ છે. Z60માં તો અલગ અલગ સાઇઝ પ્રમાણે તમે વાળને ટ્રીમ કરી શકો એવી પણ સુવિધા છે. જો કે આ સુવિધાના ડોલર પણ વધારે જ ચૂકવવા પડે. મારે શેવર સાથે ખાલી બેઝિક ટ્રીમીંગ ફંકશન જોઇતું હતું એટલે મેં BRAUNનું Series1 મોડેલ ખરીદ્યું.

Braun

1-190

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આમાં Wet અને Dry shave બન્ને વિકલ્પ છે. Rechargeable બેટરીની સુવિધા છે. આજ સુધી મેં ક્યારેય ઇલેક્ટ્રીક શેવર વાપર્યું નથી એટલે આવા બેઝીક મોડેલ સાથે શરૂઆત કરવી રહી. જોઇએ આ શેવરથી દાઢી છોલ્યા પછી અનૂભવ કેવો રહે છે. મને કોઇ કોઇ વખત ફ્રેંચ કટ દાઢી રાખવાનો ચસ્કો ઉપડે છે અને હવે આ ઇલેક્ટ્રીક શેવર અને ટ્રીમરના ઉપયોગથી એકદમ વ્યવસ્થિત ફ્રેંચ કટ સેટ કરી શકાશે.

આજ કાલ grooming kitનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. Grooming kitમાં લગભગ 8-10 પ્રકારના attachment હોય છે જે  તમારા શરીરના કોઇ પણ ખૂણે ખાંચરે (જેમ કે નાકના વાળ, કાનના વાળ, છાતી પરના વાળ, વગેરે વગેરે) ઉગેલા વાળની હજામત કરી શકે. આ grooming kit બહુ મોંઘી નથી આવતી પણ એમાં શેવિંગ બરાબર નથી થઇ શકતી એટલે આ કીટ લેવાનો વિચાર મેં માંડી વાળ્યો.

 IMG_0381

આજે Philipsનું Hair Dryer પણ લીધું. આ હેર ડ્રાયરની મારે જરૂર નથી પણ વિભા અને રુહી બન્ને વાપરશે.

  1600W, 3 level of hot air temperature control, Concentrator nozzel, cool air blowing, foldable handle, 2 yrs gurantee

  આટલું તો ઘણું છે મારા ખ્યાલથી.

 

 

 

જોઇએ આ નવા લીધેલા સાધનો કેટલી સગવડ કે અગવડ કરે છે. 🙂

Advertisements

2 Responses

  1. Good luck..

  2. અમે હેર ડ્રાયર લેવાનું વિચારતા જ હતા, પણ થયું કે અમદાવાદમાં તેની જરુર જ નથી. બાલ્કનીમાં જઈને તડકામાં ઉભા રહેવાનું – વીજળી બાળ્યા વગર સરસ ડ્રાય થઈ જાય. ઉનાળામાં તો વળી ૧૦૦૦૦૦૦ વોટનું ડ્રાયર વાપરવા મળે.. 😉

    ઓકે મજાક બહુ થઈ.

    આ ફિલિશેવર ટ્રાવેલિંગમાં બહુ સારુ. અને, આજ-કાલ ઘરેથી કામ કરતાં મને દાઢી કરવાની આળસ આવે છે (કારણ કે, ઓફિસમાં તો ફરજિયાત તૈયાર થઈને જ જવું પડે)..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: