fête de la musique

પોસ્ટનું મથાળું ફ્રેંચ ભાષામાં છે અને એનો અર્થ છે “Music Festival”. આ કાર્યક્રમ “Alliance Française” (કે જ્યાં હું ફ્રેંચ ભાષા શીખવા જઉં છું) તરફથી ગઇ કાલે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અહીંના વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ હતું. અત્યાર સુધી હું કોઇ પણ આવા કાર્યક્રમમાં પહેલા ગયો નહોતો એટલે આ વખતે થયું કે ચલો જોઇએ કેવા કાર્યક્ર્મ હોય છે? વિચાર્યું કે કદાચ કાર્યક્રમમાં મજા નહીં આવે તો નાસ્તા પાણી અને ફ્રેંચ વાઇનની મઝા માણીને પાછા આવીશું. (ફ્રેંચ વાઇન દુનિયાભરમાં સૌથી સારો ગણાય છે. મારા જાપાનીઝ સાહેબ ગયા અઠવાડિયે જ પેરિસ જઇ આવ્યા એમની પત્ની સાથે. પેરિસ જવાનું કારણ મેં પૂછ્યું તો એ કહે અમને વાઇન પીવાનો બહુ શોખ છે એટલે જઇએ છીએ. બોલો આને લાઇફ કહેવાય કે નહીં. મારી આસપાસ એટલા બધાં માલેતુજાર લોકો છે કે મને લાગે છે કે દુનિયામાં એકમાત્ર ગરીબ માણસ હું જ બચ્યો છે :))

મને એમ હતું કાર્યક્રમમાં ફક્ત ફ્રેંચ સંગીત જ વગાડાશે પણ એવું નહોતું. કાર્યક્રમ રસપ્રદ બની રહે એટલે જુદા જુદા સંગીતનો સમનવ્ય કરાયો હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે બ્રેક ચાલી રહ્યો હતો એટલે વાઇન અને હળવા નાસ્તાને ન્યાય આપ્યો પહેલા. હળવો નાસ્તો જો કે બહુ હળવો હતો. દર વખતની જેમ નાસ્તામાં સ્પ્રિંગ રોલ હતા (અહીં સિંગાપોરમાં વેજ નાસ્તો એટલે 99% સ્પ્રિંગ રોલ જ હોય. કરમની કઠણાઇ) અને વેફર હતી. વાઇન પણ ફક્ત એક વખત જ સર્વ કરાયો હતો. ટૂંકમાં નાસ્તા વાઇને નિરાશ કર્યા.

પછી નીચે થિયેટરમાં ગયા અને એ વખતે ફ્રેંચ concert ચાલુ થઇ ગઇ હતી. ચાર કાન લગાવ્યા સમજવા માટે પણ એમ કંઇ થોડી ખબર પડે. આખા ગીતમાં છૂટાછવાયા શબ્દો કાને અથડાયા કે જે જાણીતા હોય. પણ કહેવાય છે ને સંગીતની કોઇ ભાષા નથી હોતી એટલે ખબર નહોતી પડતી તો પણ સંગીતમય વાતાવરણને લીધે મઝા આવી. કી બોર્ડ અને ગીટારની મદદથી સરસ સંગીતમય વાતાવરણ ઉભું કર્યું હતું. કી બોર્ડ કેટલી મઝાની ચીજ છે એનો સરસ અનૂભવ થયો.

ફ્રેંચ સંગીત પછી વારો હતો લેટીન અમેરિકન સંગીતનો. લેટીન અમેરિકન સંગીતની વાત આવે એટલે સાલ્સા જ મગજમાં આવે. આ કાર્યક્રમ માટે ક્યુબાથી ત્રણ કલાકારોને બોલાવાયા હતા. એ લોકોનો કાર્યક્ર્મ સરસ હતો. સંગીતમાં થોડી ગરબડ જેવું લાગતું હતું પણ સાલ્સા જેવા હોટ ડાન્સ સામે સંગીતના થોડા નાના લોચા નગણ્ય કહી શકાય. એકંદરે લેટીન મ્યુઝીકમાં વધારે મઝા આવી. કાર્યક્રમ પત્યા પછી એમ લાગતું હતું કે ચાંગીથી ફ્લાઇટ લઇને સીધો બ્રાઝીલ પહોંચી જઉં અને પાર્ટી ચાલુ રાખું.

એકંદરે કાર્યક્રમમાં મઝા આવી. રેટીંગ હું આપું 4 / 5. કાર્યક્રમ પત્યા પછી પણ પાર્ટી મૂડને જારી રાખવા મટે મિત્ર સાથે બિયરની સંગતે અલપ ઝલપની વાતો કરી. વ્યસ્ત જીંદગી વચ્ચે આ એક Welcome break જેવું હતું.

નીચે અમુક ફોટા અને વિડીયો છે :

IMG_0196 IMG_0200

 

 

P.S.

blame iPhone for the poor quality of the images n video.

Advertisements

5 Responses

  1. dont worry krunalbhai, hu tamara kartaaye garib chhu 😉 😛

    hope at least you had a gud break out of routine …

  2. Tamari ‘Garib’ vishe ni comparision sachi che, vyajbi pan :d.
    Baki, Sarangoon road ni galiyo ma besi ne beer piva no lahvo to bije madvo mushkel che…mongha bar pan nana lage.

  3. નરેન્દ્રભાઇ,
    તમારે વાત સાચી છે. જીવનની દરેક મજા રોયાલીટીમાં જ નથી હોતી. લારી પર ઉભા રહીને પકોડી ખાવાની જે મજા આવે એ હોટલના વાતાનૂકુલિત વાતાવરણમાં ના આવે. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: