મોર્ડન આર્ટ

નીચે મોર્ડન આર્ટનો એક નમૂનો મૂક્યો છે.

IMG_0193

આ મોર્ડન આર્ટ કરનાર કલાકાર છે રુહી અને કેનવાસ છે મારા ઘરની દિવાલ. એના હાથમાં પેન્સિલ આવી ગઇ અને સામે દિવાલરૂપી વિરાટ કેનવાસ હોય તો રુહીની અંદરનો કલાકાર જીવ પછી બીજુ કંઇ વિચારે? ઉપરનું ચિત્ર મારા ઘરના હોલના કેનવાસનું છે જ્યારે નીચેનું ચિત્ર બેડરૂમના કેનવાસનું છે.  IMG_0194

 

 

 

જેને આર્ટમાં રસ છે એ સમજી જશે કે બાજુનું ચિત્ર શું કહેવા માંગે છે પણ મારા જેવાને ખબર ના પડી. પછી મને રુહીએ સમજાવ્યું કે આ બોય(Boy) છે એટલે કે બોયનો સાઇડ પોઝ છે. જોયું એક જ આંખ દેખાય છે, નાક છે, મોં પણ છે. બસ કાન ખાલી થોડો અસામાન્ય લાગે છે પણ આટલી સ્વતંત્રતા તો બાળ કલાકારને આપવી જ રહી. 🙂

હમણાં થોડા વખત પહેલા રુહી માટે Poohના ચિત્રો વાળી ડ્રોઇંગ બુક લાવ્યા હતા. એમાં માથાથી પગ સુધી Poohને લીલા રંગથી રંગી નાંખ્યો. મને લાગ્યું કે કદાચ “Environment Friendly” Pooh બનાવ્યો હશે. 🙂

 

 

 

 

 

 

 

રુહી બેટા તારી કલાની હું કદર કરુ છું પણ તારી આ કલા મને હું જ્યારે ઘર છોડીને જઇશ ત્યારે બહુ મોંઘી પડશે.આવા અમૂલ્ય સર્જનને દૂર કરવાનું મન નહોતું થતું તો પણ મારે અને વિભાએ આ ભગીરથ કાર્ય કાલે રાત્રે હાથમાં લેવું પડ્યું અને હજી પણ એ પૂરું નથી થયું. આ અમૂલ્ય સર્જનનું નામોનિશાન દૂર થઇ જાય એ પહેલા એનો ફોટો લઇને સંગ્રહી રાખવાનો મને વિચાર આવ્યો.

IMG_0098

 

 

 

 

 

 

તાજેતરમાં લીધેલો રુહીનો એક સરસ ફોટો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આમ જોવા જઇએ તો બાળકોના નાનપણના ફોટા સાથે એણે કરેલા તોફાનોને પણ ફોટામાં સંગ્રહવા જોઇએ. જ્યારે બાળકો મોટા થાય ત્યારે એને બતાવી શકાય કે આ જુઓ તમારા પરાક્રમો. રુહી પણ મોટી થશે ત્યારે એને આ બતાવીશ.

8 Responses

  1. bahu saras drawing che. nana balak ni imagination amne j khabar pade. pan te saf karvanu kam thodu agharu che

  2. મારા ઘર ની બધી દીવાલ પર ચિત્રો દોર્યા છે મારી દીકરી એ પણ મારા મકાન માલિક સારા છે અને કહ્યું છે કે કરવા દો. 🙂

  3. આમ જોવા જઇએ તો બાળકોના નાનપણના ફોટા સાથે એણે કરેલા તોફાનોને પણ ફોટામાં સંગ્રહવા જોઇએ. જ્યારે બાળકો મોટા થાય ત્યારે એને બતાવી શકાય કે આ જુઓ તમારા પરાક્રમો. રુહી પણ મોટી થશે ત્યારે એને આ બતાવીશ.
    તમારી આ વાત સાચી છે. અત્યારે ઘણી સગવડતાઓ છે. તેનો લાભ લેવાની મરજી અને ઉમંગ હોવા જોઈએ!બાળકોના કજિયા અને રુદન પણ સંઘરી શકાય!
    રુહીના ચિત્રો ખરેખર ગમ્યાં.

    • યશવંતભાઇ, પ્રતિભાવ બદલ આભાર. હું મારી રીતે પ્રયત્ન કરી રહ્યો છું કે રુહીની મહત્તમ યાદોને હું સંઘરી શકું અને થોડા ઘણા અંશે સફળ પણ થયો છું અને આ કાર્ય અવિરતપણે ચાલુ રહેશે.

  4. Saccccccche bov j mja ave che tamari post vanchvani!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: