PC Show 2010

છેલ્લા 4 દિવસથી PC Show 2010 ચાલી રહ્યો હતો. PC Show એટલે ખાલી કોમ્પ્યુટર માટેનું જ બજાર નહીં પણ SD cardથી માંડીને TV, PC, Washing machine કે કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક, ગેજેટ અને એને લગતી accessoryનું બજાર. સિંગાપોરમાં વર્ષમાં લગભગ 3-4 વખત આ પ્રકારના showનું આયોજન કરાય છે. લગભગ આખું સિંગાપોર આ showમાં ઉમટી પડે છે. અહીં દરેક પ્રકારની લેટેસ્ટ ઇલેક્ટ્રોનીક વસ્તુઓ થોડા ઘણા સસ્તા ભાવમાં (અથવા બજારભાવે જ વેચાતી હોય તો ઘણી બધી મફત વસ્તુઓ accessoriesમાં) મળી જાય છે. કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક વસ્તુઓ ખરીદવી હોય તો આ showની રાહ જોવી રહી. સસ્તામાં સારી વસ્તુ મળી જાય.

પરમ દિવસે સાંજે હું પણ આ showની મૂલાકાતે ગયો હતો. મારે તરત જ કંઇ લેવું નહોતું પણ જો કદાચ કોઇ સરસ ડીલ મળે તો બીજું એક નોટબુક લેવાની ઇચ્છા હતી. હવે નોટબુકના ભાવ એકદમ તળિયે આવી ગયા છે. પહેલા જેવું નથી. અત્યારે 800-900 ડોલરમાં ચાલી જાય એવા સારા નોટબુક મળી રહે છે. હવે નોટબુકના બજારમાં Lenovo/Dell/HPની monopoly નથી રહી. Samsung, Acer, Asus, Fujitsu વગેરે જેવા નવા પ્રતિસ્પર્ધીઓ આવી ગયા છે. આજથી 2-3 વર્ષ પહેલા આટલી સ્પર્ધા નહોતી. મેં આજથી 4 વર્ષ પહેલા મારુ Lenovo ThinkPad લીધું હતું 2900 ડોલરમાં પણ હવે latest configurationના Lenovo નોટબુક લગભગ 2200 – 2300 ડોલરમાં મળી રહે છે. જો સ્પર્ધા ના હોત તો હજી પણ Lenovoના latest configurationવાળા નોટબુક 3000 ડોલરમાં વેચાતા હોત. હવે 1500 ડોલરમાં ટકાટક configuration વાળા નોટબુક મળી જાય. મેં સેમસંગનું એક નોટબુક જોયું છે જે 899 ડોલરમાં છે અને સામાન્ય વપરાશકાર માટે એકદમ યોગ્ય નોટબુક છે. હજી આ કે બીજું કોઇ નોટબુક ખરીદવું એનો નિર્ણય નથી લીધો.

હવે નોટબુકની સાથે સાથે નેટબુક પણ આવી ગયા છે. નેટબુક એટલે 10"ની મોનીટર સાઇઝ વાળા ટબૂકડા નોટબુક. અમુક સારા નેટબુક 500 ડોલરમાં જ જોયા. True Value for money I think. જો બહુ ટ્રાવેલ રહેતું હોય અને સામાન્ય કામ સિવાય બહુ ઉપયોગ ના હોય તો આ પ્રકારના નેટબુક લઇ શકાય. નાની મોનીટર સાઇઝ સિવાય બધું સામાન્ય નોટબુક જેવું.

Hard Diskના ભાવ હવે તળિયે આવી ગયા છે. 99 ડોલરમાં(3000 રૂપિયામાં) હવે 500 GB ની Hard Disk મળી જાય છે. 1 TBપણ લગભગ 150 ડોલરમાં મળી જાય છે. ગયા વર્ષે મેં 160 GBની મિડીયા ડીસ્ક લગભગ 150 ડોલરમાં લીધી હતી. ઇલેક્ટ્રોનીક વસ્તુઓ કેટલી જલ્દી outdated થઇ જાય છે અને નવી ટેકનોલોજી કેટલી ઝડપે આવી જાય છે. દર 2-3 મહીને કંઇ ને કંઇ નવું જોવા મળે છે.

હવે 3D TV અને LED TV પણ આવી ગયા છે. અમુક LED TV ની ચિત્રની ગુણવત્તા જોઇને હું દંગ થઇ ગયો. એકદમ crystal clear. હવે LCD TVનો જમાનો ગયો અને આવી ગયો LED TVનો જમાનો. 3D TVનો પણ પહેલી વાર અનૂભવ કર્યો. ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ એક અલગ અનૂભવ જેવું લાગ્યું. મને તો ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ થોડું લપ જેવું લાગે. આંખોને પણ થાક લાગે. પણ જો સારું 3D મૂવી હોય તો જોવાની મઝા આવે ખરી. સૌથી સારું 3D TV અત્યારે બજારમાં લગભગ 5-6 હજાર ડોલરમાં એટલે કે 1.5 – 2 લાખ રૂપિયામાં મળે છે. બહુ મોંધું કહેવાય. જોઇએ 3D TVને કેવો પ્રતિસાદ મળે છે.

એક કંપનીએ મને આ વખતે શોમાં સૌથી વધુ પ્રભાવિત કર્યો અને એ છે “SAMSUNG”. SAMSUNGએ હવે દરેક પ્રકારની ઇલેક્ટ્રોનીક પ્રોડક્ટમાં પોતાનો પગ પેસારો કરી દીધો છે. નોટબુક, LED TV, LCD TV, મોબાઇલ ફોન, ડિજીટલ કેમેરા અને બીજું ઘણું બધું. SAMSUNG ની ગુણવત્તા મને સારી લાગી. નોટબુક 900 ડોલરમાં ખરેખર સરસ હતું. મારા મિત્રે ST550 કેમેરા પણ ખરીદ્દ્યો. DUAL LCD (both front & back), 12 MP, 5x optical zoom, touch screen and amazing user interface, આ બધું ખાલી 400 ડોલરમાં એટલે કે ખાલી 13000 રૂપિયામાં. (જો કોઇને નવો કેમેરા ખરીદવો હોય તો આ કેમેરાને એક વખત જોઇ લેજો) કેમેરાથી પાડેલા ફોટા પણ જોરદાર લાગ્યા.  SAMSUNGનું પ્રાઇઝીંગ પણ એક્દમ જોરદાર છે. કદાચ નજીકના ભવિષ્યમાં SAMSUNG બીજી કંપનીઓ જેવી કે SONY, LENOVO, NOKIA વગેરેને જબરદસ્ત સ્પર્ધા પૂરી પાડશે એમ લાગે છે. જો કે આ બધામાં ADVANTAGE CUSTOMER.

એકંદરે PC Showમાં મજા આવી. ઘણા વખત પછી outing થયું. બાકી છેલ્લા મહિનાથી તો "आराम हराम है" એ જ જીવનમંત્ર રહ્યો છે. ઉતાવળમાં તો ઉતાવળમાં પણ આજે લગભગ 15-20 દિવસ પછી બ્લોગ પર લખી રહ્યો છું જેનો આનંદ છે. 

7 Responses

  1. કાશ, હું સિંગાપોરમાં હોત તો એકાદ નેટબુક ઉપાડી લીધી હોત..🙂

    • NetBook is value for money, if your usage is just normal.

  2. મારા મતે, ડેવલોપર સિવાય સૌ કોઈ નેટબુક વાપરે તો ચાલે. અરે, જેને પ્રોગ્રામ કમ્પાઈલ ના કરવાના હોય (દા.ત. જાવા, c, c++ કે vc++) એવા ડેવલોપર પણ વાપરી શકે છે. દા.ત. અમારુ બધું જ કામ સર્વર પર થાય અને મોટાભાગે સ્ક્રિપ્ટિંગ જ હોય. નેટબુકમાં માત્ર ઈન્ટરનેટ અને ટર્મિનલ હોય એટલે ચાલે🙂

    હું ડેલની નેટબુક લેવાનો છું. Dell™ Inspiron Mini 10 (T540529IN8) મોડેલ છે.

    • કાર્તિકભાઇ, મેકબુકનું શું કરશો પછી અને તમે વિન્ડોઝ વાપરશો?

  3. Kunal, the models u hav mentioned (asus,fujitsu,samsung etc) were available in ample models 3 yrs ago in Saudi Arabia when I bought Dell. But, they sure have
    damaged the prime spot of Ele. market for old brands.
    I am with Samsung and I know that the company is advancing like a bullet train
    in this field. It has outsmart Sony and giving tough time to Apple too.
    They are far ahead in dry cell battery for cars and won big award from GM and others.
    They hav tied up with Cameroon to produce 3D programmes for their 3D TV.
    I am not giving free space for company’s marketing (I m in diff field than Ele.) but this is to learn, for us Indians, who are always satisfied with either being service person or small tade business.
    I miss Singapore but dont regret it’s absence.

  4. I agree Narendrabhai.
    Sony is loosing it’s market thanks to entry of the new players. Samsung could be the next big player as I mentioned in my post above.

  5. […] આયોજન થયું હતું. (આ જ વિષય પર પહેલા પણ અહીં લખ્યું હતું.) PC Showમાં એક જ છત નીચે બધી […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: