કાર્યદક્ષતા

કાર્યદક્ષતા એટલે કે efficiney કોને કહેવાય એ વિશે મને સુખદ અનુભવ ગઇકાલે થયો. ગઇકાલે મારો નવો પાસપોર્ટ (યાત્રા અધિકાર પત્ર :)) મળ્યો. નવો પાસપોર્ટ બનાવીએ એટલે અહીંના રહેવાસી તરીકે મારે અહીંની Re-Entry permit મેળવવી પડે અને પાસપોર્ટમાં એ માટેનો સિક્કો મરાવવો પડે. એટલે પાસપોર્ટ લઇને હું Immigration & Checkpoint Authorityની ઓફિસે ગયો. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે 10 મિનીટની અંદર મારું કામ પતાવીને ઓફિસ બહાર આવી ગયો અને 10 મિનીટ પણ એટલા માટે થઇ કારણ કે મેં liftના બદલે 5મા માળે પહોંચવા માટે escalatorનો ઉપયોગ કર્યો હતો. કાઉન્ટર પરથી મેં ટોકન લીધો 2-3 વ્યક્તિઓ પહેલેથી ત્યાં હતા પણ બીજા સર્વિસ કાઉન્ટર પર મારો વારો તરત આવી ગયો. આમને સામને બેસતા મારું કામ 2 મિનીટમાં પતી ગયું અને હું તરત બહાર.

ગઇકાલે હું જે કામ માટે ગયો હતો એ કામ નાનું જ હતું. હું જ્યારે સર્વિસ કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે ત્યાં બેઠેલી અધિકારીએ સ્મિત સાથે “Good Morning, How may I help you” સાથે વાત શરૂ કરી. મારી પાસેથી જરૂરી ફોર્મ અને પાસપોર્ટ લીધો અને તરત કામ પતાવી આપ્યું. સાથે સાથે એ પણ કહ્યું કે આ કામ ઇન્ટરનેટ દ્રારા પણ કરી શકાય છે અને આ માટે રૂબરૂ આવવાની જરૂર નથી. મને એ પણ ગમ્યું કે આ કામ માટે મારે કોઇ ડોલર ચૂકવવા ના પડ્યા.

મારો અત્યારની સુધીનો અનૂભવ કહે છે કે સિંગાપોરની સરકારી કચેરીઓ અને એના કર્મચારીઓ એકદમ કાર્યદક્ષ છે. અહીં સરકારી કામો કરવા માટે વચેટિયાઓ (એટલે કે agent) નથી હોતા. સરકારી કચેરીઓ પણ વાતાનૂકુલિત હોય છે અને સુવ્યવસ્થિત infrastructure ધરાવે છે. અહીંની સરકારી કચેરીઓમાં લાઇનોમાં ઘૂસ મારવી શક્ય નથી હોતી. સરકારી કર્મચારીઓ સમયસર આવે છે અને કામગીરીના કલાકો દરમ્યાન ચા-પાણી કરવા નથી જતા કે બીજા કર્મચારીઓની બેઠકો પર જઇને TP નથી કરતા સરકારી કર્મચારીઓ સભ્ય હોય છે અને એમનો અભિગમ મહદ્દઅંશે હકારાત્મક હોય છે. દરેક નાના મોટા કામ માટે ડોલર પડાવી લેવાની વૃત્તિ નથી હોતી. સામાન્ય કામો માટે ટેબલ નીચે અહીં હાથ નથી નાંખવો પડતો. જો આવી ત્વરિત સેવા સરકારી કચેરી અને સરકારી કર્મચારી તરફથી મળે તો આપણા ભારતીય દિલને સુખદ આશ્ચર્ય ના થાય? એકંદરે સિંગાપોર વિશે મારા અમુક નકારાત્મક અભિપ્રાયો પણ છે પણ અહીંની સરકારી કચેરીઓની કાર્યદક્ષતા વિશે હું 100% હકારાત્મક અભિપ્રાય ધરાવું છું.

6 Responses

  1. આવો જ એક અનુભવ મને થયો. SBIમાં મારું એકાઉન્ટ ખોલાવતા મને ૧૦ મિનિટ થઈ. બીજા દિવસે ત્યાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયો ત્યારે ડેબિટ કાર્ડનો નંબર મળી ગયો, ઘરે આવ્યો ત્યારે ચેકબુક-કાર્ડ વગેરે આવી ગયા હતા.

    ઉલ્ટો અનુભવ – કોટક બેંકમાં છ મહિનાથી સેલેરી એકાઉન્ટ લટકે છે. ખબર નહી કોનો વાંક છે, પણ કાર્યઅદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ આ છે..

  2. SBIની સર્વિસ આટલી હદે સુધરી ગઇ છે એ માનવું અઘરું છે. મારી છેલ્લી ઇન્ડિયાની મૂલાકાતા વખતે SBIનો અનૂભવ સારો નહોતો રહ્યો.

  3. ખરેખર મને પણ આશ્ચર્ય થયું હતું.. પણ, ટચવુડ.

  4. આનાથી સાવ ઊલટો અનુભવ આપણા ભારતિય કોન્સ્યુલેટ જનરલ ન્યૂ યોર્ક ખાતે મને થયો હતો. ઓવરસિઝ સિટિઝન ઓફ ઈન્ડિયા માટે મેં અને મારી પત્નીએ એપ્લિકેશન કરી. એઓએ મારી પત્નીનો અમેરિન પાસપોર્ટ જ ગુમ કરી દીધો. ત્યારબાદ, ફોન પર કોઈ સીધો જવાબ ન આપે. મારે તાત્કાલિક અમેરિકન પાસપોર્ટ કેન્સલ કરાવી નવો બનાવનો પડ્યો જે મને એક અઠવાડિયામાં મલી ગયો. પણ એમાં ઓસિઆઇના સિક્કો/અને ઓસિઆઇ મેળવતા મેળવતા નાકે દમ આવી ગયો અને ન્યૂ યોર્કના ત્રણ ધક્કા વધારાના…મેરા ભારત અમેરિકામાં પણ મહાન…!અહિં એઓની ઓફિસમાં જઈએ તો આપણા પાસપોર્ટ/પેપર વગેરે લઈ લે અને કોઈ ટોકન કે રિસિપ્ટ કંઈ ન આપે. એક ઓરડામાં ઘેટાં-બકરાની માફક ક્યારેક તો ૧૦૦-૧૫૦ માણસો હોય. અને કોઈ જ પ્રકારની સવલત ન મળે. એક ભાઈ એવા કે જેનું હિન્દી/અંગ્રેજી કોઈના ઠેકાણા નહિં. એ સહુને એક લાકડીએ હાંકે. હા ધોળિયાઓ જોડે જરા સારી રીતે વર્તે. એવી જ ઈન્ડિયન ટુરિઝમની ઑફિસ. લિકર પરમિટ માટે ત્રણ ચાર ફોર્મ ભરવાના. એમાં પણ એકાદવાર તો આંટો મારવો પડે. ત્યારે થાઇ કે આ ઓસિઆઈ લેકે ફસ ગયા યાર…

    • નટવરભાઇ,
      પહેલી વાત એ કે ભારતની બહાર આવેલા બધા દૂતાવાસો એ ભારત સરકારના કમાઉ દિકરા છે. એમનું કામા ખાલી જે તે દેશમાં રહેલા ભારતીયોના ગજવા હલકા કરવાનું જ છે. અહીં સિંગાપોરમાં ભારતીયા દૂતાવાસે વિઝા, પાસપોર્ટથી માંડીને બધાં જ કામનું Outsourcing કરી દીધું છે. એટલે કોઇએ હવે કામ માટે દૂતાવાસ નહીં જવાનું પણ જે તે એજન્ટ પાસે જવાનું. આમ કરવાથી દૂતાવાસને નિરાંત પણ લોકોએ કામ પ્રમાણે વચેટિયા એજન્ટને અમુક રકમ વધારાની ચૂકવવી પડે. વચેટિયાઓના હોવાથી આપણને ખાલી એક જ ફાયદો કે દૂતાવાસના સમય પ્રમાણે ના ભાગવું પડે અને દૂતાવાસમાં જે લાઇનોમાં ઉભા રહેવાની હાલાકી ભોગવવી પડતી હતી એ ઓછી થઇ જાય.

  5. There are some good initiatives by Gujarat Government too.
    I visited KADI (taluka place) to get 7/12 utara (land record) and received it in 5 minutes by paying 10 Rs charge at same counter.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: