જ્યારે ગુગલ દ્વારા ક્રોમ વેબ બ્રાઉઝર રજૂ કરાયું હતું ત્યારે મેં ક્રોમ વાપરવાની શરૂઆત કરી હતી પણ એ વખતે ક્રોમમાં ઘણી બધી સુવિધાઓ નહોતી એટલે જ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરતા ક્રોમ ઝડપી હોવા છતા પણ થોડા સમય પછી મેં ઇન્ટરનેટ એક્સપ્લોરર ફરીથી વાપરવાની શરૂઆત કરી હતી. ગયા અઠવાડિયે જ્યારે નોટબુક પર મેં વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કર્યું ત્યારે ક્રોમ ફરી એક વખત વાપરી જોવાનું નક્કી કર્યું. હવે ક્રોમમાં અમુક સારી સુવિધાઓ આવી ગઇ છે અને સૌથી સારી વસ્તુ છે Extensions. Extensions એક વખત ઇન્સ્ટોલ કરો એટલે ટુલબારના બટનની જેમ એ બ્રાઉઝરમાં જોઇ શકાય છે. ઘણાં બધાં લોકો દ્વારા બનાવેલા Extensions ડાઉનલોડ કરી શકાય છે પણ અમુક મને જે ગમ્યા એના વિશે થોડું લખું છું.
1. goo.gl URL Shortener
આ Extension થી કોઇ પણ મોટા URL ને નાનું કરી શકાય છે. આ સુવિધા bit.ly અને બીજી વેબસાઇટો થકી મળી રહે છે પણઅહીં સારી વાત એ છે કે Extension ઇન્સ્ટોલ કર્યા પછી જે પણ વેબ પેજ ખૂલેલું હોય એનું URL ખાલી બટન ક્લિક કરવાથી સંક્ષિપ્ત થઇ જાય છે અને સાથે સાથે કોપી કમાન્ડ આપ્યા વગર જ Clip boardમાં સ્ટોર પણ થઇ જાય છે એટલે સીધું બીજે પેસ્ટ પર કરી શકાય છે. સાથે સાથે આ સંક્ષિપ્ત URLને ફેસબુક, ટ્વીટર વગેરે જેવી સાઇટ પર શેર કરવું હોય તો પણ કરી શકાય છે. મને આ બહુ ઉપયોગી લાગ્યું.
2. Google Translate
આ Extension ઇન્સ્ટોલ કર્યા બાદ અંગ્રેજી સિવાય જો કોઇ બીજી ભાષામાં વેબ પેજ જોઇ રહ્યા હોય તો તે આ વેબ પેજને અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરી આપે છે. જો કે ભાષાંતર આપોઆપ થઇ જાય એવી પણ વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ આ પ્રકારની સુવિધા મળી રહે છે.
3. IE Tab
આ Extension મને બહુ ઉપયોગી લાગે છે. અમુક વેબ પેજ માત્ર ઇન્ટરનેટ એક્સપ્લોરર થકી જ બરાબર જોઇ શકાય છે. આવા વેબ પેજ જોવા માટે ક્રોમમાંથી જ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આ વેબ પેજ ખોલી શકાય છે. જેમ કે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટ પર મૂકાયેલી વર્ડ કે બીજી ઓફિસ સોફ્ટવેરની ફાઇલોનું “Check in / Check Out” વગેરે ક્રોમમાંથી કરવું તકલીફવાળુંછે. એટલે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટને ઇન્ટરનેટ એક્સપ્લોરર ટેબમાં ખોલીને બધી સુવિધાઓ વાપરી શકાય છે.
4. Panic Button
આ મજાની સુવિધા છે. ઓફિસમાં બેઠા બેઠા TP ચાલતો હોય અને બોસ આવી જાય તો બોસની નજરોમાંથી બ્રાઉઝરને છૂપાવવા માટે બધા ટેબ બંધ કરવાની જરૂર નહીં કે બ્રાઉઝર વિન્ડોને બંધ કરવાની જરૂર નહીં. ખાલી એક બટન દબાવો એટલે બધાં ટેબ ગાયબ અને ફરી આ બટન દબાવો એટલે બધાં ટેબ પાછા હાજર.
લગભગ દરેક Social networking (twitter, facebook), Mail (Gmail), Auction sites (eBay) માટેના Extension પણ ડાઉનલોડ કરી શકાય છે. Extension માટેની ક્રોમની વેબસાઇટ અહીં છે.
હવે ફરીથી ક્રોમ વાપરવાનું શરૂ કર્યું છે જોઇએ આ પ્રેમ ટકી રહે છે કે નહીં.
Filed under: Technical | Tagged: extension, google chrome, IE, web browser |
IE વાળું ધ્યાનમાં નહોતું, આજે નાખી દીધું, બાકી હું LastPass, You Tube, Google Dictionary, Google Reader આ બધા extensions પણ use કરું છુ…
ક્રોમમાં ગુજરાતી લખાણનો એક બગ (in fact, regression છે) છે નહિતર અત્યાર સુધી હું ક્રોમ જ વાપરતો હતો. હવે પાછો ફાયરફોક્સ પર આવી ગયો છું.
કયો bug છે? મારે તો ગુજરાતી લખાણ બરાબર ચાલે છે.
કયું regression ? કહો તો ખરા …
હા કૃણાલભાઈ… ક્રોમ ના ઘણા એક્ષ્ટેન્શનસ ઘણા સરસ છે …
હું ડેલીસીયસ નું પણ વાપરું છું અને એક માયીનસ્વીપર ગેમનું પણ વાપરું છું …
અને મને તમે બતાવેલા જીમેઈલ અને ગૂગલ કેલેન્ડર સિવાય એક બીજું પણ મસ્ત છે … આ રહી લિંક – https://chrome.google.com/extensions/detail/aobdeilhnojnhkkdmjonphohbihecmeg
એમાં એક લાલ કલરનું બટન આવશે .. અને …. 🙂
કૃણાલ,
જ્યારે કંટાળો આવે ત્યારે લાગે છે લાલ બટન જોડે લાગી જતા લાગો છો 🙂
yeah… but run the full cycle twice and now since i know the whole story it’s boring now.. 😀