Trip to Pulau Ubin

શુક્રવારે 2જી એપ્રિલે “ગુડ ફ્રાઇડે” હતો એટલે આ વખતે 3 દિવસ લાંબો વીક એન્ડ માણવા મળ્યો. જ્યારે પણ 2 દિવસથી વધારે રજાઓ સળંગ મળે એટલે ક્યાંક નવી જગ્યાએ જવાની ખુજલી ઉપડે :). આ વખતે શુક્રવારની રજામાં ખાલી થોડું શોપિંગ કર્યું અને સાંજે એક મિત્રનો ફોન આવ્યો એટલે સાથે Pulau Ubin જવાનું નક્કી કર્યું.

પુલાઉ ઉબીન એ સિંગાપોરમાં જ આવેલો એક નાનકડો ટાપૂ છે. અહીં જવા માટે ચાંગી ફેરી પોઇંટથી બોટમાં બેસીને જવું પડે છે. ખાલી 10 મિનીટની જ બોટ રાઇડ છે પણ મજા આવે એમ છે. પુલાઉ ઉબીન એ અવિકસિત ગામડા જેવો એક ટાપૂ છે અને સિંગાપોર સરકારે જાણી જોઇને આ ક્ષેત્રનો વિકાસ નથી કર્યો જેથી આવનારા લોકોને જંગલ, ટાપૂઓ અને ગ્રામ્ય જીવન જોવા મળે. અમે લોકો સવારે લગભગ 11 વાગ્યે બોટની સફર કરીને ટાપૂ પર પહોંચ્યા. ટાપૂ પર આમ તો જોવા લાયક કશું નથી. અહીં મુખ્ય આકર્ષણ સમાન જગ્યા છે “ચેક જાવા”. અહીં એક ઉંચો ટાવર છે, મેંગ્રુવના જંગલોની વચ્ચેથી એક કાચો પાકો રસ્તો છે, સમુદ્ર પર સેતુ બનાવેલો છે જેના પરથી ચાલવાની અને કુદરતને નિખરવાની મજા આવે એવું છે. અહીં ભાડા પર સાઇકલ મળે છે અને લોકો જેટ્ટી પરથી ચેક જાવા જવા માટે સાઇક્લનો ઉપયોગ કરે છે પણ અમારી પાસે થોડો સામાન અને નાના છોકરાઓ હતા એટલે અમે ગાડીમાં જવાનું પસંદ કર્યું. ચેક જાવામાં ચાલતા જતા જતા કંઇ ખાસ મઝા આવે એવું નહોતું. રસ્તાની બન્ને બાજુએ મેન્ગ્રુવના જંગલો હતા. જ્યારે અમે એક જગ્યાએ થોડા આરામ માટે રોકાયા ત્યારે મચ્છરોએ એવો દેકારો બોલાવ્યો કે અમારે ફટાફટ ત્યાંથી ઉભા થઇને ભાગવું પડ્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે અમે કુદરતના ખોળે છીએ અને ઘરના આરામમાં નથી. આજુ બાજુથી કોઇ વિચિત્ર જીવ જંતુ કે પ્રાણી ના આવી જાય એનું ધ્યાન પણ રાખવું પડે. એક મસ્ત ઘો જેવું સરિસૃપ પ્રાણી પણ જોવા મળ્યું. મેન્ગ્રુવના જંગલોમાં થતી અમુક નવી વનસ્પતિઓ પણ જોવા મળી. ત્યાર બાદ અમે સમુદ્ર પર બાંધવામાં આવેલા સેતુ પરથી ચાલવાની શરૂઆત કરી જેમાં મજા આવી. સેતુની નીચે પાણી એટલું સાફ નહોતું જો કે એકદમ ગંદુ કે વાસ મારે એવું પણ નહોતું. જો કે ખરી મજા હવે ચાલુ થઇ. જ્યારે સેતુ પરથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે વાતાવરણે એકદમ પલટો લીધો અને ધીમો વરસાદ આવવાની શરૂઆત થઇ. અમે વરસાદને ગણકાર્યા વગર આગળ ચાલવાનું શરૂ કર્યું પણ જ્યારે સેતુ પૂરો કરી ફરીથી જંગલમાં પહોંચ્યા ત્યારે એક્દમ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો. હવે સમસ્યા એ થઇ કે માત્ર મારી પાસે એક નાની છત્રી હતી અને એમાં બે નાના છોકરાઓ સાથે છ માથા સમાવવાના હતા જે અશક્ય હતું. મારા મિત્રએ ના છૂટકે પલળવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો કારણે કે એની પાસે બીજા કપડાની જોડી હતી. ધોધમાર વરસાદમાં અડધા પલળતા અમે લગભગ 15-20 મિનીટ છોકરાઓને લઇને એક છત્રીમાં ધક્કામૂક્કી કરતા એક્દમ સાંકડી જગ્યામાં ઉભા રહ્યા. એ વખતે મને ખાલી ભય એ હતો કે છોકરાઓને મચ્છર કે બીજા કોઇ જીવજંતુ ના કરડી જાય. આ એક બહુ જ અલગ પ્રકારનો અનૂભવ હતો. કુદરતના સાનિધ્યમાં જંગલની ગોદમાં થયેલો અનૂભવ યાદગાર અને અવિસ્મરણીય રહેશે.

ત્યાર બાદ વરસાદ થોડો રોકાયો એટલે ફટાફટ અમે બેઝ પર પાછા આવ્યા અને ગાડી બોલાવી જેટ્ટી પર પહોંચ્યા. જેટ્ટી પાસે પહોંચીને ત્યાં થોડા ફ્રેશ થઇને નાસ્તો પાણી કર્યા અને થોડું આમતેમ ફરીને બોટમાં બેસી પાછા આવી ગયા. પાછા આવીને નજીક જ ચાંગી બીચ હતો એટલે મિત્ર સાથે ત્યાં ગયાં. ત્યાં અમે બેઠા, થોડી અલક મલકની વાતો કરી, વિમાનોને એકદમ નજીકથી આવતા જોયા (કારણ કે ચાંગી વિમાનતલ નજીક જ છે) અને પાછા ઘર ભેગા.

કુદરતને નજીકથી જોવાનો અનૂભવ સારો રહ્યો. એ વાતનો અહેસાસ થઇ ગયો કે શહેરી જીવન હવે એટલું કોઠે  પડી ગયું છે કે એક દિવસ થોડા કલાકો પણ જંગલની જીંદગી જીવવા આપણે સમર્થ નથી. સમયાંતરે આવા કુદરતના ખોળાને ખૂંદવાની મઝા લેવી જોઇએ એમ થાય છે. મારી સાથે મારો કેમેરા હતો જ અને આ વખતે અમુક અદ્દ્ભૂત ફોટા લીધા છે. અમુક ફોટા એવા breath taking લીધા છે કે મને મારા પર માન થઇ ગયું. 🙂

DSCF1614

DSCF1636

DSCF1616

DSCF1623

DSCF1632

Advertisements

4 Responses

  1. Very good. Enjoyed the natural experience through words and photos.

  2. સરસ પ્રવાસ વર્ણન કૃણાલભાઈ … મજા આવી …

    ફોટા ખરેખર મજાના … વચ્ચેનો ફોટો વધુ ગમ્યો …

  3. કૃણાલ અને પંચમભાઇ,
    પાડેલા ફોટાની સરાહના કરવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: