Alphonso

ઉનાળો આવે એટલે કેરીની યાદ આવે. કેરી ફળોમાં રાજા છે અને મને પણ કેરી ખાવાની ખૂબ મઝા આવે. જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે જમવામાં ઉનાળામાં રોજ લગભગ કેરીનો રસ હોય અથવા તો કાપેલી કેરી હોય. મોટા ભાગે અમારા ઘરે કેસર કેરી આવે અથવા આફૂસ (Alphonso) આવે. ક્યારેક જ ઘરમાં બદામ કે બીજી કોઇ કેરી આવતી હતી.

સિંગાપોરમાં પણ દર વર્ષે સીઝનમાં આલ્ફોન્સો, કેસર અને એક-બે દક્ષિણ ભારતની કેરીઓ મળી રહે છે અને એ કહેવાની જરૂર નથી કે આલ્ફોન્સોનો ભાવ સૌથી વધારે હોય છે. ગયા ગુરૂવારે હું મુસ્તફાથી આ સીઝનમાં પહેલી વખત કેરી લાવ્યો. નીચે લાવેલી કેરીનો ફોટો છે :).

IMG_0010

હજી સીઝનની શરૂઆત જ થઇ છે એટલે કેરીનો ભાવ થોડો વધારે છે. અત્યારે 1 કિલો આલ્ફોન્સોનો ભાવ 9.90 સિંગાપોર ડોલર (લગભગ 315 રૂપિયા) છે પણ મને લાગે છે 15-20 દિવસ બાદ ભાવ થોડો ઓછો થવો જોઇએ. ગયા વર્ષે એક કિલોનો ભાવ 6.90 સિંગાપોર ડોલર હતો. નંગ દીઠ ભાવ ગણીએ તો એક કેરીના 1.5 ડોલર (50 રૂપિયા) થાય. મારા ખ્યાલથી બહુ મોંઘું ના કહેવાય. રુહીને પણ કેરી ભાવે છે એટલે મારા ખર્ચેલા ડોલર વસૂલ. માર્ચના અંતથી હવે નિયમિતરૂપે ઘરમાં કેરી આવશે.

Advertisements

5 Responses

 1. Lukcy you!! સરખામણી કરીએ તો કેનાડામાં ૧૦ હાફૂસ કેરી લગભગ ૨૫ કેનેડિયન ડોલરમાં મળે છે. એટલે એક કેરી લગભગ ૧૦૦ રૂપિયા માં પડે. પણ ૧૦૦ કે ૧૫૦ રૂપિયા કેરી તો ખાવી જ પડે!! અહી કોઈ ચીન અને મેક્સિકોથી પણ કેરી આવે છે. તે પ્રમાણમાં સસ્તી હોય છે.

  • દર મહીને 100 ડોલર કેરી માટે ગણી લેવાના. 🙂 25 કેનેડીયન ડોલરમાં 10 કેરી અહીં કરતા તો મોંઘી જ છે.

 2. હમણાં જ બોમ્બેમાં સીઝનની પહેલી હાફુસ કેરી ખાધી. 1200 રૂપિયા ડઝન હતી

  અહીં કેરીનું ચિત્ર જોઇને મોંમાં પાણી આવી ગયું.
  અહીં ભુવનેશ્વરમાં હાફુસ કેરી ખાવા માળશે કે કેમ એ પ્રશ્ન છે .

 3. Hey Blogger,When you write some blogs and share with us,that is a hard work for you but share makes you
  happly right?,yes I am a blogger too,and I wanna share with you my method to make some extra cash,not too much
  maybe $100 a day,but when you keep up the work,the cash will come in much and more.more info you can checkout
  my blog. http://bit.ly/9v1OH9
  good luck and cheers!

 4. હૈ કુણાલ
  હું વિશાલ, અમદાવાદ થી. મારે પોતાનો કેસર કેરી નો bagicho che. me tara blog ma vachyu કે તને હાફૂસ કેરી bov bhave che. પણ તું કેસર નો સ્વાદ chakh to હાફૂસ પણ ભૂલી જૈસ. મારી કેરી તારે મંગાવી હોય to mane મીલ કરજે. vishal7258@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: