અલપ ઝલપ

 • હોકી વિશ્વ કપમાં ભારત આઠમા ક્રમાંકે આવ્યું. વિશ્વકપ પહેલા ખેલાડીઓએ હોબાળો મચાવ્યો હતો એમને આપવામાં આવતા વળતરને લઇને. એક સમયે ખેલાડીઓએ રમવાની પણ ના પાડી દીધી હતી. આખા દેશે ખેલાડીઓને ટેકો આપ્યો. લાગણીશીલ વાતો થઇ. ખેલાડીઓને વિશ્વકપ શરૂ થતા પહેલા અમુક વળતર પણ મળ્યું.આ બધુ થયા બાદ બધું થાળે તો પડ્યું પણ આપણા ખેલાડીઓ કશુ નક્કર પરિણામ ના લાવી શક્યા. જે રીતે દેશ આખાએ આપણા ખેલાડીઓને ટેકો આપ્યો હતો એ જોતા એમણે લાગણીઓ અને દેશદાઝને વરીને સારુ પ્રદર્શન કરવું જોઇતુ હતું. Emotions are always a stronger force અને આપણા ખેલાડીઓ આ તાકાતનો ઉપયોગ મેદાન પર ના કરી શક્યા.જ્યાંપૈસા હોય છે એ રમતનો વિકાસ થાય છે. હોકી ટીમ સારી રમત બતાવીને જો સેમી ફાઇનલ સુધી પણ જો પહોંચી શકી હોત તો તેઓ પ્રેક્ષકો અને પ્રાયોજકોને આકર્ષી શકી હોત અને પછી એમને પોતાના વળતરને માંગવાની જરૂર નહીં પડે.અત્યારે દરેક રમત commerce આધારિત છે અને ભારતના સંદર્ભમાં આ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.માત્ર ખેલાડીઓનો વાંક હું નથી જોતો આમાં પણ મને લાગે છે ખેલાડીઓએ પોતાને મળેલી એક સુવર્ણ તક ગુમાવી દીધી. જો કે આખો વિવાદ આપણા દેશમાં ક્રિકેટ સિવાય બાકીની રમતોની કેટલી દયનીય સ્થિતિ છે એ બતાવે છે. આશા રાખીએ કે ક્રિકેટ સિવાય પણ બીજી રમતોને આપણા દેશમાં થોડું મહત્ત્વ મળે અને ક્રિકેટ સિવાયની બીજી રમતના ખેલાડીઓ sportsને એક વ્યવ્સાય તરીકે અપનાવી શકે.
 • પાકિસ્તાની રમતજગતની તો પીપૂડી વાગી ગઇ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમુક ખેલાડીઓને શિસ્તભંગ માટે આકરી સજા કરી. અમુક ખેલાડીઓને 30 લાખ રૂપિયાનો દંડ કર્યો. (લાગે છે આમ દંદ ભેગો કરી કદાચ દેવાળિયું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાકીના ખેલાડીઓને આપવા માટે રકમ ભેગી કરી રહ્યું છે. 🙂 ) અમુક ખેલાડીઓ પર તો પ્રતિબંધ પણ મૂકી દીધો. પાકિસ્તાન ક્રિકેટમાં કાયમ કંઇક ને કંઇક નવાજૂની અને વિવાદો થતા રહે છે. હોકી વિશ્વકપમાં પણ પાકિસ્તાનની ટીમ છેલ્લા સ્થાને રહી. આખી પાકિસ્તાનની હોકી ટીમે અને કોચે નિવૃત્તિ જાહેર કરી દીધી. આમ કરે એટલે પાકિસ્તાન પાછા જઇને ખેલાડીઓને ઓછી ટીકાનો સામનો કરવો પડે. પાકિસ્તાનની બીજી રીતે પણ બદહાલી થઇ રહી છે. રોજબરોજ બોમ્બ ધડાકા થતા રહે છે અને આખો દેશ ભગવાન (ના ના ભગવાન ના કહેવાય અલ્લાહના) ભરોસે ચાલે છે. ત્યાંના શાસકો અને જીહાદીઓને અલ્લાહ સદ્દ્બુધ્ધિ આપે. ઇન્શાહઅલ્લાહ.
 • ફ્રેંચ શીખવાનું કાર્ય ચાલુ છે. ભાષા શીખવાનું કામ અઘરું છે પણ હું પ્રયત્ન કરી રહ્યો છું. 2-3 દિવસ પહેલા મારા બ્લોગ પર રાહુલભાઇએ ફ્રેંચ ભાષામાં પ્રતિભાવ પણ આપ્યો છે. એમના કહેવા પ્રમાણે તેઓ ભારતમાં રહીને જ ફ્રેંચ ભાષા શીખ્યા છે. એમના મતે ફ્રેંચ બહુ રોમાન્ટિક ભાષા છે અને ફ્રેંચ ફિલ્મો જોવાથી ભાષા જલ્દી શીખી શકાય છે. હજી જો કે ફિલ્મ જોવા જેટલું નથી શીખી શક્યો. જ્યારે થોડું વધારે શીખીશ ત્યારે મૂવી જોવાનો પણ પ્રયત્ન કરીશ. અહીં ફ્રેંચ મૂવી ક્લબમાં દર મંગળવારે મૂવી શો હોય છે અને મારી પાસે મૂવી ક્લબની સભ્યતા પણ છે.
 • આ વીકએન્ડમાં એક મોટું કામ કરવાનો ઇરાદો હતો. મારા HTCના વિન્ડોસ મોબાઇલને તિલાંજલી આપીને આઇ ફોન અપનાવવાનો વિચાર હતો. પણ કરૂણાંતિકા એ થઇ કે મારે જે ટેલ્કો કંપની પાસેથી સર્વિસ લેવાની છે એની પાસે આઇ ફોનનો સ્ટોક જ નથી. બીજી ટેલ્કો કંપનીઓમાં પણ લગભગ આજ સ્થિતિ હશે એમ લાગે છે. મારી પાસે HTC, iPhone અને google Nexus આ ત્રણ વિકલ્પો હતો. HTC વિન્ડોસ મોબાઇલ હાલમાં વાપરું છું એટલે એ ફરી વાર લેવાની ઇચ્છા નહોતી. વળી સૌથી મોટી સમસ્યા HTC વિન્ડોસ મોબાઇલ સાથે એ છે કે એમાં યુનિકોડ વાંચી શકાતું નથી. ગુજરાતી ના વાંચી શકાય એટલે મારી જોડે નેટ હોવા છતાં મારે જે વાંચવું હોય એ વાંચી ના શકાય. ગુગલ નો નેક્સસ ફોન હજુ સિંગાપોરમાં કોઇ મોબાઇલ ઓપરેટર વેચી નથી રહ્યા. એટલે મારે યુ. એસ. થી મંગાવવો પડે અથવા અહીં રીટેઇલર પાસેથી લેવો પડે અને એ મારા ગજવાને બહુ ભારે પડે. મારી ઇચ્છા હતી Android ફોન લેવાની પણ એના માટે 850 ડોલર આપવા ના પોષાય. એટલે હાલ પૂરતું iPhone બરાબર છે. iPhone માં ગુજરાતી એકદમ પરફેક્ટ નહીં તો પણ વાંચીને સમજી શકાય એવું તો દેખાય જ છે. વળી મારા ગજવામાંથી ખાલી આપવા પડશે 338S$ (લગભગ 11000 રૂપિયા). વળી આ વખતે કસ કાઢીને ટેલ્કો સાથે negotiate કર્યું છે. 30.4S$માં 12 GB ડેટા સાથે લોકલ ટોકટાઇમ અને SMS / MMS બધું છે. મેં બીજા દેશોના ડેટા પ્લાન સરખાવી જોયા સિંગાપોરમાં મળતા પ્લાન સાથે અને મને લાગે છે કે અહીં ઘણું સસ્તું છે. લગભગ 2-3 દિવસમાં નવો સ્ટોક આવે એટલે iPhone લઇ લઇશ.
 • IPL ના મહા રમોત્સવની શરૂઆત થઇ ગઇ છે. IPLનું મહત્ત્વ ક્રિકેટની રમત કરતા આર્થિક રીતે ઘણું છે. આવનારા વર્ષોમાં IPL બીજા દેશોમાં રમાડીને મોદી IPLને BPL જેમ વિશ્વ સ્તરે લાવવા માંગે છે. મોદી ભાઇને શુભેચ્છાઓ. બાકી ક્રિકેટનું તો નિકંદન નીકળી જ રહ્યું છે આમાં એમાં કોઇ બે મત નથી.
 • આજ કાલ મહિલા આરક્ષણ બિલની બહુ હો હા ચાલી રહી છે ભારતમાં. ફાલતુ તમાશો છે આ બધો. આપણે ત્યાં અમલમાં આવનારા દરેક કાયદા કાગળ પર તો સારા જ હોય છે પણ કાયદો બને એ પહેલા જ એના દુરઉપયોગના રસ્તાઓ રાજકારણીઓ શોધી કાઢે છે. હું આ વિધેયકની તરફેણમાં નથી. ખંધા રાજકારણીઓની પત્નીઓ, પૂત્રવધૂઓ અને સગાવ્હાલાઓને સંસદમાં ઘૂસાડવાનો આ તખ્તો છે. લાલુ નહીં તો રાબડી આવશે અને લાલુ પડદા પાછળ રહી પોતાની જોહુકમી ચલાવતા રહેશે. સામાન્ય ઘરની કોઇ મહિલા મને નથી લાગતું કે આ વિધેયક અમલમાં આવવાથી ઘરની બહાર નીકળીને રાજકારણમાં ઝંપલાવશે. માયાવતી અને રાબડી જેવા દેશ પર પ્રધાનમંત્રી થઇને રાજ કરે એવા દિવસો પણ કદાચ ભારતના નસીબમાં લખાયા છે એવું લાગે છે. સ્ત્રી સમાનતાનો હું વિરોધી નથી પણ આરક્ષણનો જે દુરઉપયોગ થવાનો છે મને એની ચિંતા છે. અત્યારે જે થાય છે એ થવા દો કાયદાના અમલ પછી ખબર પડશે क्या खोया क्या पाया?
 • “My Name is Khan” જોયા બાદ હજી પણ માનસિક યાતના અનૂભવી રહ્યો છું.

અત્યારે આટલા વિચાર વિનિમય સાથે વિરમું છું.

Advertisements

5 Responses

 1. નેક્સસ – વાઉ. આઈફોન – આઉ. પણ, જો સસ્તો મળે તો આઈફોન લેવાય. હું કોઈનો જુનો Android G1 લેવાનું વિચારુ છું.. પણ, હજી નક્કી કરી શકતો નથી.

  • Kartik,
   May I know which app/font you use on Mac to write in Gujarati?

 2. iPhone is the best!

 3. Have you seen HTC Hero? Awesome phone on Android platform. I’d like to go on Android as well, but stuck with Blackberry, but can’t complain as my company pays for it. 🙂

  • I wanted to buy something else than htc so only cost effective good choice left with me was iPhone. Next time may be Android 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: