Visit to Zoo

આ પોસ્ટ “Visit to Zoo” નો નિબંધ નથી પણ આજે કરેલી ઝૂની મૂલાકાત વિશેના મારા વિચારો છે. આજે રુહી અને વિભા સાથે સિંગાપોર ઝૂ (શુધ્ધ ગુજરાતી ભાષામાં કહું તો પ્રાણીબાગ)ની મૂલાકાત લીધી. રુહીને છેલ્લા કેટલાય વખતથી પ્રાણીઓ બુકમાં બતાવું છું એટલે થયું કે ચલો અસલિયતમાં પણ રુહીને પ્રાણીઓ બતાવી દઉ.

સિંગાપોર ઝૂ ખરેખર ખૂબ સરસ છે (આ મારી ઝૂની ચોથી મૂલાકાત હતી) અને અહીં ઘણી બધી અલગ અલગ જાતિ અને પ્રજાતિના ખૂબ જ અલભ્ય પ્રાણીઓ પણ છે. સિંગાપોર ઝૂ, જે “Open Concept” નો પ્રસાર કરે છે તે મને સૌથી વધારે ગમે છે. ઝૂની અત્યાર સુધી આપણા મગજમાં છાપ એવી જ હોય કે ઝૂ એટલે અલગ અલગ પ્રાણીઓને પાંજરામાં બંધ કરીને લોકોને જોવા માટે અને એમને હેરાન કરવા મૂકાયા હોય. પણ સિંગાપોર ઝૂમાં મોટા ભાગના પ્રાણીઓ માટે પાંજરું નથી. બધાં પ્રાણીઓ મોટા ભાગે ખૂલ્લા આકાશ નીચે છે જો કે એમને ફરવા માટેનો વિસ્તાર થોડો મર્યાદિત હોય છે. અહીં સિંહ જેવા ખૂંખાર પ્રાણી હોય કે પછી કાંગારુ જેવા નિર્દોષ પ્રાણી હોય બધાં પાંજરા વગર છે. જેમ કે સિંહ માટે એક મોટો ખાલી વિસ્તાર છે અને જોનાર લોકો અને આ જંગલી પ્રાણીઓના વિસ્તાર વચ્ચે કૃત્રિમ ખાઇ કે જળાશય જેવું બનાવેલું હોય છે. જંગલી પ્રાણીઓ આ કૃત્રિમ અવરોધને પાર કરીને લોકો સુધી પહોંચી નથી શકતા અને લોકો પણ સળિયા વગર દરેક પ્રાણીઓને જોઇ શકે છે. કાંગારુ જેવા પ્રાણીને તો તમે પોતાના હાથથી ખવડાવી શકો એટલા નજીક તમે જઇ શકો. દરેક પ્રાણીઓને તેના અનુરૂપ વાતાવરણ આપવાનો પ્રયાસ કરાયો છે. જેમ કે પોલાર બેર કે પેંગ્વીન કે જે શીતપ્રદેશના પ્રાણીઓ છે એમને પણ ઠંડક આપવાનો અને એમને પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરાયો છે. ઉરાંગ ઉટાંગ સાથે તો બેસીને ફોટા પણ પડાવી શકાય છે. (આપણા ત્યાંના પ્રાણીઓને પણ આ વાત જાણીને કદાચ ઓનસાઇટ આવવાનું મન થતું હશે નહીં? :))

બીજી એક વાત જે બહુ સારી છે એ છે સિંગાપોર ઝૂમાં અમુક પ્રાણીઓને પધ્ધતિસરની તાલીમ આપીને એમની પાસે મનોરંજક કાર્યક્રમ અપાવાય છે. આવનાર મૂલાકાતીઓ આવા કાર્યક્રમો જુએ એટલે એમને પ્રાણીઓમાં રસ જાગે અને એમનું મનોરંજન પણ થાય. જેમ કે આજે મેં સીલનો એક શો જોયો. સીલને ઝૂના વ્યક્તિઓએ અદ્દભૂત તાલીમ આપી હતી. બોલ પકડી બતાવવાનો કે ફ્લાઇંગ ડીસ્ક પકડી લેવા જેવા કામ સીલે એકદમ સાહજીકતાથી કરી બતાવ્યા. અમુક નાના છોકરાઓને સીલે ગાલ પર પેક પણ આપ્યું. બીજો શો મેં જોયો એ હાથીઓનો હતો. એમણે કોઇ નાટક કેમ ના ચાલતું હોય એવો મનોરજંક સ્ક્રીનપ્લે કરી બતાવ્યો. મેં આ શો પહેલી વાર જોયો હતો એટલે હું તો હાથીઓને અપાયેલી આ તાલીમ જોઇને દંગ જ રહી ગયો. હાથી વિશેની અમુક બાબતોને પણ આ શો દ્વારા ઉજાગર કરાઇ હતી. વળી આ દરેક શો દરમ્યાન પર્યાવરણને બચાવવાનો, પ્રાણીઓ પ્રત્યે અને અમુક લુપ્ત થતી જતી પ્રજાતિ વિશે લોકોને સભાન કરવાનો ઉદ્દાત પ્રયત્ન કરાય છે. હું વિચારતો હતો કે પ્રાણીઓને તાલીમ આપતી વખતે કદાચ એમના પર કડકાઇ થતી હશે પણ એ થકી કદાચ એમને થોડી ઘણી મહેનત થઇ જતી હશે. બાકી આપણે ત્યાં ઝૂના પ્રાણીઓ ખાઇ પીને પડ્યા રહે અને કોઇ જાતની પ્રવૃત્તિ વગર લકવા જેવા રોગના શિકાર થઇને મૃત્યુ પામતા હોય છે. દુનિયામાં ક્યાંય free meal નથી એ વાત પ્રાણીઓને સમજાઇ જતી હશે. અહીં હાથી પર સવારીનો આનંદ પણ લઇ શકાય છે પણ અમારી મઝાના લીધે હાથીને તકલીફ ના આપીએ એ આશયથી સવારી કરવાનું માંડી વાળ્યું.

મને એ વિચાર પણ આવ્યો કે પીંજરુ સોનાનું હોય તો પણ એ પીંજરું જ છે. સ્વતંત્રતા દરેકને વ્હાલી હોય છે પછી એ માણસ હોય કે પશુ પંખી હોય. ભલે અહીંના ઝૂમાં પાંજરાની દિવાલ નથી પણ જંગલ જેવી આઝાદી તો પ્રાણીઓને નથી જ મળવાની. પણ સ્વતંત્રતા માટેનો સંઘર્ષ એ જ કદાચ જીંદગી છે અને સ્વતંત્રતા એ ક્દાચ ભ્રામક ખ્યાલ જ છે.

રુહીને બહુ મઝા આવી. એણે બધાં પ્રાણીઓને એકદમ નજીકથી જોયા અને હવે એ બધાં પ્રાણીઓને સારી રીતે ઓળખી શકશે. ઝૂમાં બાળકો માટે એક નાનકડા વોટરપાર્ક જેવી પણ વ્યવસ્થા છે એમાં રુહીએ થોડું ડરતા ડરતા પણ મઝા કરી લીધી. હું પણ એને મઝા કરાવવામાં પૂરેપૂરો ભીનો થઇ ગયો. રુહી એટલી થાકી ગઇ હતી કે આવતી વખતે રસ્તામાં જ સૂઇ ગઇ. મેં પણ પ્રાણીઓની અમુક અલભ્ય તસ્વીરો લેવાનો પ્રયત્ન કર્યો છે. હજુ કેમેરામાંથી ફોટા ડાઉનલોડ નથી કર્યા એટલે આ પોસ્ટ સાથે મૂકી શકાય એમ નથી, ફરી ક્યારેક મૂકીશ.

સિંગાપોર ઝૂની વેબસાઇટ પણ સરસ છે. સિંગાપોરમાં night safari  પણ છે એમાં આ જ ઝૂના અમુક પ્રાણીઓ રાતપાળી કરે છે અને લોકોને રાતના અંધારામાં જંગલનો અનૂભવ કરાવાય છે. જો કે night safariનો અનૂભવ એટલો રોમાંચક ના લાગ્યો. જો કે અહીંનું Bird Park સારું છે. નજીકના ભવિષ્યમાં Science Centre જવાનો કાર્યક્રમ છે.

બે વર્ષ પહેલા હું જ્યારે ઇન્ડિયા આવ્યો હતો ત્યારે અમદાવાદના ઝૂની મૂલાકાત લીધી હતી એ વિશેની પોસ્ટ નીચેની લિંક પર છે. ઇન્ડિયા ડાયરી – ગાંધીજીના ત્રણ વાંદરા અને અમદાવાદનું પ્રાણીસંગ્રહાલય

Advertisements

3 Responses

  1. Kunal, If I m not forgetting- in south india (most probably in Trivendram) there is open Zoo. Here in Seoul too we have open Zoo and Seal show. People can feed Kangaroo and take pic with them, but at a time only limited people are allowed just not to make animals feel disturbed.

  2. I have never been to Singapore, but Ashit, my hubby, was there for one of his projects and he was telling me about singapore zoo. He loved it.
    He had walked so much in the zoo while it was raining a bit, that his new jeans was torn at the bottom…lol 🙂

    • Visit Singapore. Though bit costly but kinda perfect holiday destination.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: