Je M’appelle Krunal

પોસ્ટનું ટાઇટલ વિચિત્ર છે કારણ કે ટાઇટલની ભાષા અલગ છે. ટાઇટલ ફ્રેંન્ચ ભાષામાં લખ્યું છે અને એનો મતલબ થાય છે “My Name is Krunal” (My Name is Khan ની જેમ 🙂 ). કાલથી એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે અને એ છે ફ્રેંચ ભાષા શીખવાનું. કાલે ફ્રેંચ ભાષાનો પહેલો ક્લાસ ભર્યો મેં. ઘણા સમયથી મારા મગજમાં અંગ્રેજી સિવાય કોઇ બીજી આંતરરાષ્ટ્રીય ભાષા શીખવાનો કીડો સળવળી રહ્યો હતો. આખરે લાંબા સમય સુધી આ કીડાના સળવળાટને કાબૂમાં રાખ્યા પછી આ ભગીરથ કાર્યને અંજામ આપવાનું નક્કી કર્યું. મારી પાસે ફ્રેંચ અથવા જર્મન આ બે ભાષામાંથી કોઇ એક શીખવાનો વિકલ્પ હતો અને મેં ફ્રેંચ પસંદ કરી. મારું માનવું છે કે વૈશ્વિક સ્તરે ફ્રૈંચ અંગ્રેજી બાદ કદાચ સૌથી વધૂ વપરાતી ભાષા છે (જો કે હું ખોટો પણ હોઇ શકું છું). અમુક EU દેશોમાં ફ્રેંચ second language તરીક પણ બોલાય છે.
કાલે પહેલા ક્લાસનો અનૂભવ બહુ ખતરનાક રહ્યો. ઇન્સ્ટ્રક્ટર જે હતો એણે આવીને સીધી ફ્રૈંચ ભાષામાં જ ધમધમાટી બોલાવા માંડી. અંગ્રેજી નહીં બોલવાનું ખાલી હાથના ઇશારાથી કે ફ્રેંચ ભાષા થકી જ બધું કરવાનું. ફ્રૈંચ ભાષાના ઉચ્ચારણો બહુ અઘરા છે. મોટા ભાગે ઉચ્ચારણો ભારતીય ભાષાઓ કરતા બહોળા અને લંબાયેલા છે. અંગ્રેજીની જેમ ફ્રેંચ પણ funny ભાષા છે. સૌથી મોટી તકલીફ એ છે કે ફ્રેંચ ભાષાના શબ્દો અંગ્રેજીમાં જ લખાય છે પણ અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે બોલાતા નથી. જેમ કે અમારા ઇન્સ્ટ્રક્ટરનું નામ હતું Guillome પણ એનો ઉચ્ચાર કરવાનો “ગિયોમ”. ફ્રેંચ ભાષાના મૂળાક્ષરો પણ A, B, C ની જેમ જ છે પણ ઉચ્ચારણો અલગ છે જેમ કે ‘e’ બોલાય ‘અ:’ અને ‘i’ બોલાય ‘ઇ’. ‘g’ બોલાય ‘ઝેહ’ અને ‘j’ બોલાય ‘ઝીઇ’. વ્યાકરણ પણ અઘરું અને અટપટું લાગ્યું. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે અલગ શબ્દો છે. અમુક મૂળાક્ષરો સાઇલેન્ટ બોલવાના તો અમુક શબ્દોને આખો અર્થ બદલાઇ જાય એ રીતે બોલવાના. કાલનો પહેલો ક્લાસ આમ જોવા જઇએ તો રોલર કોસ્ટર રાઇડ જેવો રહ્યો. ઘરે આવીને થોડું વાંચ્યું એટલે થોડી ખબર પડી.
કોઇ પણ ભાષા શીખવી અઘરી જ છે. માતૃભાષા આપણને ગળથૂથીમાં મળે છે એટલે અઘરી નથી લાગતી બાકી એ પણ જો અલગથી શીખવાની હોય તો દમ નીકળી જાય.
ફ્રેંચ શીખવા માટે પણ મારે બહુ મહેનત કરવી પડશે એ ચોક્ક્સ છે. અત્યારે સમસ્યા સમયની અનૂકુળતાની છે. દરેકની જેમ મારી પાસે પણ 24 કલાક જ છે અને To
Do list બહુ લાંબુ થતું જાય છે. ફ્રેંચ શીખીને પ્રેક્ટીસ કરવા માટે મને લાગે છે કે સમયાંતરે બ્લોગ પર ફ્રેંચમાં ઠપકારતા રહેવું પડશે.
મારી સાથે ક્લાસમાં લગભગ બીજા 15 જણ હતા. ક્લાસમાં બેઠા હોઇએ તો જાણે યુનાઇટેડ નેશન્સમાં બેઠા હોઇએ એવું લાગતું હતું. મારા ક્લાસમાં સિંગાપોરીયન, મલેશિયન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન, ઇન્ડોનેશિયન, ઇન્ડિયન, હોંગકોંગ, વિયેટનામ એમ અલગ અલગ રાષ્ટ્રીયતાના લોકો હતા. એક 60 વર્ષના બુઝુર્ગ પણ આવ્યા હતા ફ્રેંચ શીખવા. આ બધું જોઇને લાગ્યું કે ફ્રેંચ ભાષા તરીકે થોડી ઘણી અપીલ તો ધરાવે છે.
છેવટે ગુડ લક મને કે હું થોડું ઘણું ફ્રેંચ શીખી શકું!! આશા રાખું કે એ દિવસ આવશે જ્યારે ફ્રેંચ ભાષામાં હું પહેલી પોસ્ટ લખીશ બ્લોગ પર. 🙂

P. S. :
જો કોઇને રસ હોય તો નીચેની સાઇટ પર ‘R’ અને ‘Y’ માટે ઉચ્ચારણ સાંભળી જો જો.

http://www.bonjour.com/index.php?lesson=2

Advertisements

5 Responses

 1. hahaha, welcome to our world 😉

  In Dutch “G” is pronounced “kh” and “J”is pronounces “ya”… hehehe
  Once i am a little bit fluent in Dutch, next is French for me as well, i think i will take up French and German both simultaneously.

  • i think all languages have their own funny side including English. I think if you know Dutch, learning French n German will be bit easier as by then you will be used to doing broad pronounciation 🙂

 2. માતૃભાષા આપણને ગળથૂથીમાં મળે છે એટલે અઘરી નથી લાગતી બાકી એ પણ જો અલગથી શીખવાની હોય તો દમ નીકળી જાય. True.

  Your instructor’s style is well proven. See this:
  http://gadyasoor.wordpress.com/2009/05/22/gujarati_non_gujarati/

 3. Hi Krunal,

  J’ai étudié le français moi-même en Inde. Le français est une langue très romantique.

  Vous devriez regarder le film français. Il peut vous aider à aller la fermeture au français.

  Souhaitez-vous une meilleure de chance…

  • Merci pour le commentaire.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: