Long Service Award

યોકોગાવામાં મને કામ કરતા કરતા લગભગ ચાર વર્ષ પૂરા થવા આવ્યા. ગઇ કાલે મને કંપની તરફથી ત્રણ વર્ષથી વધૂ સમય માટે કંપનીની સેવા કરવા માટે પ્રમાણપત્ર અને 100 ડોલર આપવામાં આવ્યા. આજ સુધી કોઇ કંપનીમાં મેં 2-3 વર્ષથી વધારે કામ નથી કર્યું પણ યોકોગાવાએ મારો આ રેકોર્ડ તોડાવી દીધો. સમયાંતરે મને યોકોગાવાને તિલાંજલી આપવાની તીવ્ર ઇચ્છાઓ જાગી હતી પણ એક યા બીજા કારણોસર એમ સંભવ ના થઇ શક્યું. (યોકોગાવાના નસીબ અને મારું કદાચ ખરાબ નસીબ:) ) હું યોકોગાવા ના છોડી શક્યો એનું મુખ્ય એક કારણ આર્થિક મંદી રહ્યું અને બીજું કારણ એ પણ છે કે સિંગાપોરના જોબ માર્કેટમાં માલામાલ કરી દે એવી નોકરીઓ બહુ નથી અને જે છે એમાં મજૂરી વધારે છે. વળી અમુક નોકરીઓમાં હું ત્યાં સેટ થઇ શકું એમ નથી. હજી પણ બીજા છ મહિના મારાથી નોકરી બદલી શકાય એમ નથી એટલે અત્યારે તો થોડા સમય માટે અઠે દ્વારકા 🙂 ગયા અઠવાડિયે કંપનીના કોમ્યુનિકેશન સેશન દરમ્યાન એવા પણ લોકોને સમ્માનિત કરવામાં આવ્યા જેઓ 25-30 વર્ષથી યોકોગાવાની સેવામાં લાગેલા છે. જાપાનમાં તો એવું છે કે તમે કોઇ પણ કંપનીમાં એક વખત જોડાઓ એટલે આખી જીંદગી એજ કંપનીમાં નોકરી કરવાની. મને લાગે છે કે જાપાનમાં placement agency કે જોબ કન્સલટન્ટ જેવું કંઇ હશે જ નહીં.
હું એ વિચારી રહ્યો છું કે મારે આ માટે સમ્માન માટે ખુશ થવું જોઇએ કે દુ:ખી? મને સારુ લાગવા કરતા દુ:ખની લાગણી વધારે થાય છે. યોકોગાવાની જોબે મને જીવનમાં અમુક વસ્તુઓ આપી છે તો અમુક વસ્તુઓથી વંચિત પણ રાખ્યો છે (જેનો ખરખરો અત્યારે નથી કરવો.) 2011માં હું કંઇક ક્રાંતિકારી પગલા લેવાનું વિચારી રહ્યો છું. જોઇએ શું થાય છે બાકી તો હરિ ઇચ્છા બળવાન.

Advertisements

7 Responses

 1. બે ફિલોસોફી છે.
  ૧. અલગ-અલગ કંપનીઓમાં ટૂંકા સમય માટે રહો, પૈસા માટે જ્યારે ઓફર મળે ત્યારે જોબ બદલો.
  ૨. એક જ કંપનીમાં રહીને આગળ આવો.

  તમે જ્યારે ૧ અને ૨ પ્રકારનાં માણસોને ૫ કે ૧૦ વર્ષ પછી મળશો તો સેલેરીમાં બહુ ફરક નહી હોય. કેટલીય કંપનીઓ એક જ કંપનીમાં લાંબો સમય સેવા(?) આપનાર વ્યક્તિઓને વધારે પસંદ કરે છે.

 2. સૈધ્ધાંતિક કે અન્ય કોઇ મોટા મત ભેદ ન હોય તો કંપનીને વફાદાર રહેવાનું ..બાકી થોડા પૈસા માટે તો નોકરી બદલાવાનું કદી ન વિચારવું એવું હું માનું છું.. મે નોકરી કરી પણ છે અને આજે (નાના પાયે) નોકરીએ રાખુ પણ છું એટલે બન્ને પરિસ્થિતિનો અંદાઝ છે.

  • @કાર્તિક અને રજનીભાઇ,
   એ વાત સાચી કે વફાદાર માણસો બધાંને ગમે પણ હવે સમય બદલાતો જાય છે. મંદીના જમાનામાં જે ખરાબ રીતે અહીં લોકોને રાતોરાત કાઢી મૂકાયા હતા એ જોઇને કોઇને વફાદારી કરવાનું મન ના થાય. હવે કંપની માટે કામ કરનાર માણસ એક resource કે commodity બની ગયો છે. સમય જતા બધાં નૈતિક મૂલ્યો ઘસાતા જાય છે.

   મને એવું લાગે છે કે જ્યારે સંજોગો સાનૂકુળ હોય ત્યારે મહત્તમ અંતર કાપી લેવું જોઇએ.

 3. tamaro blog saaro sundar che

  • બ્લોગની મૂલાકાત લઇ ટીપ્પણી કરવા બદલ આભાર. આવતા રહેજો.

 4. મૂંઝવણની હળવી રીતે રજૂઆત. એક ગીત યાદ આવે છે …મૈ ઇધર જાઉં યા ઉધર જાઉં…
  પહેલાના લોકો એકનોકરીવ્રતા હતા! અત્યારે સમય અલગ છે. તમારા લેખ વાંચવા ગમે છે.

  • યશવંતભાઇ,
   જે દિલમાં આવે છે એ લખી નાંખું છું. ગમે તો અવારનવાર મૂલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ આપતા રહેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: