રુહીનો 3જો જન્મદિવસ

ગયા મંગળવારે (12/01) રુહીનો જન્મદિવસ હતો. રુહીએ મંગળવારે પોતાની જીવનયાત્રાના 3 વર્ષ પૂરા કર્યા. આ ત્રણ વર્ષનો સમય આમ તો ક્યાં પસાર થઇ ગયો કંઇ ખબર ના પડી. હજી મનમાં એ સ્મૃતિ તાજી છે જ્યારે રુહીને લઇને હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. એ વખતે એને હાથમાં લેતા પણ ડર લાગતો હતો અને આજે એ મારી સાથે બધી મસ્તી કરે રાખે છે ને આખો દિવસ પપ્પા, પાપા કે ડેડી કર્યા કરે છે. નીચે રુહીના જન્મ બાદ તરત લીધેલા ફોટા છે.

After Birth - II

After Birth - I

 

 

રુહીના જન્મ બાદ તરત લીધેલા ફોટા

 

 

 

 

નીચે રુહીનો તાજેતરમાં suspenders માં લીધેલો ફોટો છે. નાના બચ્ચામાંથી હવે મોટી છોકરી થઇ ગઇ છે. 🙂

IMAG0224

લોકો કહે છે કે દીકરી ક્યારે મોટી થઇ જાય એની ખબર નથી પડતી કદાચ સાચું જ કહે છે લોકો. કાલે મારા ખભે પણ પહોંચી જશે.

નવા વર્ષની શરૂઆતથી હવે રુહીએ સ્કૂલ જવાનું પણ શરૂ કર્યું છે. રુહીના શાળા જીવન શરૂ થવાની અગત્યની ઘટનાની સમયની અનૂકુળતાની અભાવે બ્લોગ પર તરત નોંધ ના કરી શકાઇ મારાથી પણ નીચે પહેલા દિવસે શાળા જતા પહેલા લીધેલા અમુક ફોટા છે.

 DSCF1285

  સારા કામની શરૂઆત કરતી વખતે ભગવાનને યાદ કરવા જરૂરી છે.

  ક્દાચ રુહી ભગવાનને કહી રહી છે કે “હે પ્રભુ, હું આજથી મારા શાળા

  જીવનની શરૂઆત કરી રહી છું તો મને સફળતાના આશીર્વાદ આપજો.

  મને બહુ અઘરુ અઘરુ ના ભણાવતા અને ભણતરના બોજ નીચે મારા

  માસૂમ બાળપણને દબાવી ના દેતા. મમ્મી મને આખો દિવસ હવે ભણાવ

  ભણાવ ના કરે અને રમવા પણ દે એવી સદ્દબુધ્ધિ મમ્મીને આપજો.” 🙂

DSCF1286

 

 

 

મમ્મી પપ્પા ચલો હું તૈયાર છું સ્કૂલે જવા માટે.

 

 

 

સ્કૂલના પહેલા દિવસે બધાં ટાબરિયાઓના મમ્મી પપ્પા પોતાના ટાબરિયાને સ્કૂલે મૂક્યાનો હરખ કરવા આવ્યા હતા. ટીચરે જેવા બધાં ટાબરિયાઓને જેલમાં (એટલે કે વર્ગમાં) નાખવાનું શરૂ કર્યું કે તરત બધાં ટાબરિયાઓનો મિજાજ ગયો અને મોટા ભાગના ટાબરિયાઓએ કરુણ આક્રંદ ચાલુ કર્યું. જો કે આ શોકના વાતાવરણનો રુહી પર કોઇ પ્રભાવ ના પડ્યો એ તો તરત જ વર્ગમાં જઇને બધાં રમકડાં રડવા લાગી. પોતાના મમ્મી પપ્પાથી વિખૂટા પડવાની ઘડીથી દુ:ખી થયેલા ટાબરિયાઓના દુ:ખની રુહીને જરા પણ દરકાર નહોતી. એ તો બ્લોક લઇને ઉંચા ઉંચા ટાવર બાંધવા લાગી. મમ્મી પપ્પા છે કે નહીં એની રુહીને બહુ પરવા નહોતી. કોઇ આપણી અવગણના કરે એ પરિસ્થિતિ તો અપમાનજનક કહેવાય પણ આ પરિસ્થિતિમાં અવગણનાનો દરેક મા બાપને સુખદ આનંદ જ થાય. મને એ વાતની ખરેખર ખુશી થઇ કે રુહી અમારા પર એટલી નિર્ભર નથી અને અમારી હાજરી વગર રહી શકે છે. સ્કૂલ ચાલુ થઇ ત્યારથી લગભગ 1 અઠવાડિયા સુધી બધાં બાળકો રડતા રહ્યા અને હવે લગભગ બધાં બાળકોએ વાસ્તવિકતા(એટલે કે બે કલાકની કેદને) સ્વિકારી લીધી છે. જો કે રુહીને તો સ્કૂલમાં બહુ મઝા પડે છે રમક્ડાં રમવાની. બધાં બાળકો આગળ થોડી દાદાગીરી પણ કરી લે છે પોતાને જોઇતી વસ્તુઓ માટે. મ્યુઝિક પણ સાંભળે છે સ્કૂલમાં અને ઘરે આવીને એક્શન કરી ગાવાનો પણ પ્રયત્ન કરે છે પણ મને ખબર નથી પડતી કે એ શું ગાય છે.

સ્કૂલ ચાલુ થયા બાદ સૌ પ્રથમ વર્ષગાંઠ રુહીની જ આવતી હતી. મને વર્ષગાંઠ ઉજવવાનો બહુ એટલો ઉમળકો નથી હોતો. આજ સુધી મેં ક્યારેય કેક નથી કાપી મારા વર્ષગાંઠના દિવસે અને બીજા કોઇ પોતાના જન્મદિવસે કેક કાપે એનો ઝાઝો ઉમળકો પણ નથી હોતો. પણ આ વખતે રુહીનો સ્કૂલમાં પહેલો જન્મદિવસ હતો એટલે થયું કે ચલો છોકરાઓ સાથે ઉજવીએ. એટલે દરેક છોકરાઓને સ્કૂલમાં ગુડી બેગ આપવાનું નક્કી કર્યું. ( મને યાદ છે ત્યાં સુધી મારી સ્કૂલમાં પ્રથમ વર્ષગાંઠ હતી ત્યારે પપ્પાએ આખા વર્ગને એટલે કે લગભગ 50-60 છોકરાઓને કંપાસ બોક્ષ આપ્યા હતા). ગુડી બેગમાં ડ્રોઇંગ બુક, કલર, રમકડા, રમકડાની ગાડી, બર્થ ડે કીટ, ફૂગ્ગાઓ અને અમુક નાની મોટી ચીજો મૂકી.

DSCF1297

સ્કૂલમાં બધાં નાના છોકરાઓને ગૂડી બેગ આપી અને ચોકલેટો વહેંચી અને ફૂગ્ગા પણ આપ્યા. સ્કૂલમાં બધાંએ મળીને રુહી માટે “Happy B’day to Ruhi” પણ ગાયું. બધાં છોકરાઓ happy અને રુહી પણ. રુહીને પણ કદાચ ખ્યાલ આવી ગયો હતો કે આજે કોઇ ખાસ દિવસ છે એણે પણ કોન આકારની બર્થ ડે કેપ સ્કૂલમાં પહેરી રાખી. સાંજે રુહીને ભગવાનના મંદિરે લઇ ગયા. બહાર અમે જમ્યા અને થોડું હરી ફરીને ઘરે પાછા. મને અને વિભાને પણ નાના પાયે કરેલી આ ઉજવણીનો આનંદ હતો.

હજુ જો કે રુહીની જન્મદિવસની ભેટ બાકી છે. અમુક સંજોગોવસાત એ થોડા સમય માટે મૂલત્વી રાખવું પડ્યું છે.

 

જન્મદિવસે લીધેલા રુહીના ફોટા નીચે છે.

રુહીને પપ્પા મમ્મી તરફથી જન્મદિન નિમિત્તે સુંદર જીંદગીની હાર્દિક શુભેચ્છાઓ.

4 Responses

  1. સરસ… રુહી બેટાને જનમદિનની ખૂબ ખૂબ શુભકામના.. ભણૉ ગણો આગળ વધો.. અમારો કસક પણ સ્કૂલનાં નામથી કે વેકસીન વગેરે માટે હોસ્પીટલ જવા માટે પણ કદી રડ્યો નથી એ યાદ આવી ગયું.. અને હા દિકરા કરતા દિકરીના પેરેન્ટ અને એમાંયે ફાધર હોવું કંઇક અલગ જ અનુભુતિ હોય છે ને?

  2. Happy birthday to Roohi (not sure about spelling). My daughter is of same age 3 and half year old and yes time flies. We still remember that we took her from hospital and now she is going to be 4 years. Girls are like that…learning things very fast.

  3. […] રુહીનો 3જો જન્મદિવસ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: