2 States – the story of my marriage

arriages around the world are simple :

Boy loves girl. Girl loves boy. They get married.

In India, there are few more steps :

Boy loves girl. Girl loves boy.

Girl’s family has to love boy. Boy’s family has to love girl.

Girl’s family has to love boy’s family. Boy’s family has to love girl’s family.

Girl and boy still love each other. They get married.

2 States

ઉપરની ટેગલાઇન સાથે શરૂઆત થાય છે ચેતન ભગતની નવી બુક “2 States”ની. આ બુક ચેતન ભગત મુજબ પોતાની જીંદગીના પ્રસંગોથી પ્રેરિત છે. આ બુકમાં વાત છે પંજાબી મૂંડા ક્રિસ અને તમિલ છોકરી અનન્યાની કે જેઓ IIMAમાં સહાધ્યાયી છે અને એકબીજાને ચાહવાનો અપરાધ કરી બેસે છે. અભ્યાસ બાદ બન્ને પોતાના પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવાના પ્રયત્નો કરે છે અને ઉપર લખેલા દરેક મિશન એક પછી એક પાર પાડે છે અને પોતાના પ્રેમને સફળ બનાવે છે. બુકમાં રમૂજ ભરપૂર છે. વાર્તાની શરૂઆત અમદાવાદથી થાય છે અને અમદાવાદની અમુક જગ્યાઓનો (જેમ કે ટોપાઝ રેસ્ટોરંટ) ઉલ્લેખ પણ છે. (આના લીધે મારા જેવા અમદાવાદીઓ પાછા ભાવુક થઇને બુક વાંચે🙂 )

ચેતન ભગતના લખાણની USP છે Sarcastic humour અને ચેતન ભગતે પોતાની આ ખૂબીનો દક્ષિણ અને ઉત્તર ભારતીયોને describe કરવા બખૂબી ઉપયોગ કર્યો છે. જેમ કે તમિલ કોઇ પણ હોય દરેકને “મદ્રાસી” તરીકે જ ઓળખવા. દક્ષિણ ભારતીયોની બુકમાં સારી એવી ખેંચવામાં આવી છે. પંજાબીઓને ફૂડી અને બેવડા જેવા ચીતરવામાં આવ્યા છે. દક્ષિણ અને ઉત્તર ભારતીય સભ્યતાના વિવિધ પાસાઓ પર સારો કટાક્ષ કરવામાં આવ્યો છે. પ્રેમી પંખીડાઓ જેમના મિલનમાં દુનિયાભરના પ્રોબ્લેમ છે એમના માટે આ બુક વાંચવા જેવી છે. આમ કરવાથી મનનો ભાર તો થોડો હળવો થઇ જાય અને શું ખબર મિલનમાં આવતી સમસ્યાઓને હલ કરવા કોઇ તરકીબ પણ મળી જાય.

મારું રેટીંગ આ બુક માટે છે : 4/5.

(ઇમેજ : ચેતન ભગતની વેબ સાઇટ પરથી)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: