ન્યાય મેળવવો અઘરો છે….

અમુક વખતે આપણને એમ લાગે કે વગર વાંકે આપણે દંડાઇ રહ્યા છીએ અને આપણી મજબૂરી એવી હોય કે આપણે સાચા હોઇએ તો પણ દંડાતા રહેવું પડે. કાયદા કાનૂન અને ન્યાયની વાતો એ ખાલી સારી વાતો જ લાગે. આવા જ બધાં વિચારોથી મારુ મગજ અત્યારે ઘેરાયેલું છે.

17 દિવસ પહેલા, હું જે પહેલા ભાડાના ઘરમાં રહેતો હતો એ ખાલી કરીને નવા ઘરમાં આવ્યો. હવે જૂના ઘરની મકાન માલિક સાથે વાત થયેલી હતી કે એ મને ડિપોઝીટ પેટે બાકીના નીકળતા પૈસા આપશે પણ હવે આજે ઘર ખાલી કરે 17 દિવસ થઇ ગયા તો પણ હજી સુધી પૈસા પાછા નથી આવ્યા. છેલ્લા 17 દિવસમાં મેં અનેક વખત ફોન કર્યા અને મેસેજ કર્યા પણ એ મકાન માલિક હવે મને avoid કરે છે. મેં contract માં લખેલ મૂદ્દ્ત કરતા 15 દિવસ પહેલા ઘર ખાલી કર્યું હતું અને આ માટે contract ની શરત મુજબ 1 મહિના પહેલા notice પણ આપી હતી. પણ એ બધું મકાન માલિકને નથી જોવું. ઘરની મારી ચાવી હજી મારી જોડે જ છે (અને બીજી ચાવી મકાનમાલિક જોડે પણ છે). હવે એ મકાન માલિકના પતિદેવ (જે કાલ સુધી ક્યારેય pictureમાં નહોતા) કાલે મને ફોન કરીને ધમકાવે છે કે હું આ મકાનનો માલિક છું અને જો બે કલાકમાં ચાવી નહીં આપો તો પોલીસમાં ફરિયાદ કરીશ. આજથી મહિના પહેલા મકાનમાલિકે (પત્નીએ) જ મને કહ્યું હતું કે પતિદેવ સાથે એનો છૂટાછેડાનો કેસ ચાલે છે અને મને સ્પષ્ટ સૂચના આપી હતી કે મારા પતિદેવને ક્યારેય ઘરમાં આવવા ના દેવો અને કોઇ ડીલ ના કરવું. હવે આવા મધુર સંબંધો ધરાવતા પતિ પત્ની આજે ભેગા થઇને મને ધમકાવી રહ્યા છે. આ પતિદેવને મેં ક્યારેય જોયો નથી,  મેં ક્યારેય વાત નથી કરી કે કોઇ contract એની સાથે નથી કર્યો તો પણ મને ધમકાવે છે. એ સમજવું મારા માટે અઘરું નથી કે આ આખો પ્લોટ મારા ડિપોઝીટના પૈસા ચાઉ કરી જવા માટેનો જ છે. આ બધી વિગતની જાણ કાલે મેં પોલીસ સ્ટેશને જઇને કરી. પોલીસે ખાલી મારા statementની નોંધ લીધી અને મને કહ્યું કે તમે Small claim tribunal માં કેસ કરો. આમ જોવા જઇએ તો આ દેખીતો જ cheating અને fraud નો કેસ છે છતાં પોલીસ આમાં કંઇ નહીં કરે.

હવે મારી સામે અમુક ભગીરથ કાર્યો છે :

1. પહેલા તો મારે કોઇ પણ પ્રકારના law suit થી બચવાનું છે. ચાવી અત્યારે મારી જોડે છે એમ મકાન માલિક પાસે પણ છે અને લોકો ઘર ખોલીને મકાનમાં ઘૂસીને મકાનને નુકશાન કરીને મારા પર નુકશાનીનો દાવો પણ કરી શકે છે. એટલે આ બધી હરકતો પર એ લોકો ઉતરી આવે એ પહેલા મારે disclaimer આપીને મારે મારી જાતને બચાવવાની છે.

2. મારી પાસે જે પણ પૂરાવા છે એ થકી મારે મારા ડિપોઝીટની બાકીની રકમ પાછી મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે.

આ બન્ને કામ સહેલા નથી. પહેલા તો મારી જોડે દરેક વાતચીત જે મારી મકાનમાલિક સાથે થઇ હતી એના લેખિત પૂરાવા નથી કારણ કે એને જ્યારે જરૂર હોય ત્યારે જ એ ઘરે આવતી હતી બાકી તો ભગવાન જાણે કે ક્યાં રહેતી હતી અને શું કરતી હતી. અમુક વસ્તુઓ SMS થકી નક્કી થઇ હતી પણ એ કાયદાની નજરમાં સબૂત તરીકે જોઇ શકાય કે નહીં એ મને ખબર નથી. મેં જે contract કર્યો છે એ કાયદાની નજરમાં કેટલો માન્ય છે એ પણ મને ચોક્કસ ખબર નથી. મારે હવે મારો કેસ Small case tribunalમાં લઇ જવો પડશે અને એ લોકો દરેક કાગળો જોઇને અને મારી વિતક કથા સાંભળીને મને આગળ શું કરવું એ વિશે કહેશે. આ બધાંમાં મને વધારે ખર્ચો થશે અને ભરપૂર સમય જોઇશે. હવે શું કરવું એ વિચારું છું.

આ દરમ્યાન પતિ પત્ની (મકાન માલિકો) તાળાની ડૂપ્લીકેટ ચાવીથી ઘરનો કબ્જો લઇ લેશે. મારા ફોનનો કોઇ જવાબ નહીં આપે અને મારા ડિપોઝીટના રૂપિયા હડપ કરીને પણ આરામથી ફરતા ફરશે અને મારે tribunal ના ચક્કરો ખાવાના અને પૈસા હોમે રાખવાના મારી જાતને નિર્દોષ સાબિત કરવા. સિંગાપોર પોલીસની આ બાબતમાં નિષ્ક્રિયતા પણ મને યોગ્ય નથી લાગતી. કેટલાય લોકો સાથે આવું બનતું રહ્યું છે સિંગાપોરમાં અને મકાનમાલિકો પાંગળા કાયદાઓના લીધે છટકી જાય છે. મારી સાથે કામ કરતા 3 વધૂ લોકોનો પણ આવો જ અનૂભવ છે અને એ લોકોએ પણ પૈસા ગુમાવ્યા છે અને એમના મકાન માલિકો આજે પણ મજાથી ફરી રહ્યા છે.

સિંગાપોર હોય કે ઇન્ડિયા,  ન્યાય કાયમ એવા લોકો માટે જ છે જેમના ગજવા મોટા હોય અથવા તો અમુક નિરાંતવાળા માણસો જેમને શાંતિથી લડત આપવા સિવાય બીજો કોઇ ધંધો નથી.

વર્ષ 2010ની શરૂઆત ઉત્તમ નથી થઇ ખબર નહીં ભાવિના ગર્ભમાં શું લખાયેલું છે આ વર્ષ માટે.

Advertisements

5 Responses

 1. ઓહ કૃણાલ દોસ્ત ! સમજી શકું છું કે પ્યાર ઇઝ ઇમ્પોસીબલની માફક મને અત્યારે “ન્યાય ઇઝ ઇમ્પોસીબલ” લાગતો હશે. લાસ્ટ વીકમાં જ મારો એક દોસ્ત (ફર્સ્ટ ટાઇમ) સિંગાપોરની વિઝિટ કરી ગયો, ત્યાંના કાયદા કાનૂનના ભરપેટ વખાણ કરતો હતો, મારે એને તમારી વાત કહેવી પડશે કે ઐસા ભી (હર જગહ) હોતા હૈ! તમને પણ કદાચ કહ્યા હશે યા તમારા દિમાગમાં પણ આવ્યા હશે એવા એક બે આઇડિયા આપું, કદાચ કામ આવે.
  1-ત્વરીત લેખિતમાં આ અંગે ફરિયાદ કરો.
  2-લોક બદલાવી નાંખો યા એડીશનલ લોક લગાવી દો.
  3-ઇન્ડિયન સ્ટાઇલ અપનાવી “માંડવાલી” કરો. ભાગતા ભૂતની ચોટલી/લંગોટી જે હાથમાં આવે તે.

 2. રજનીભાઇ,
  ફરિયાદ તો અહીં જેમ લખ્યું એમ પોલીસમાં થઇ શકે એમ નથી. પોલીસ મને redirect કરે છે small tribunal courtમાં. એટલે હવે સોમવારે ત્યાં જવાનું છે મારે.
  મેં મારું પોતાનું લોક નાંખ્યું એટલે તો આ બબાલ થઇને. બાકી તો પતિ પત્ની પાસે ચાવી હતી જ ઘરની. નવું લોક છે એટલે એમને તાળું તોડાવવું પડે એટલે એમને એમ થયું કે ફોન કરીને ધમકાઇ જોઇએ જો સસ્તામાં પતી જતું હોય તો.
  માંડવાલી કરવાનો સવાલ ત્યારે આવે જ્યારે વાત થાય. કોઇ વાત થતી જ ના હોય તો ક્યાંથી માંડવાલી કરીએ.

  સિંગાપોરના કાયદા કડક પણ આ બધી બાબતોમાં સરકાર જ ઢીલું મૂકે છે. કેટલાય લોકોની ડિપોઝીટો ગઇ છે.

 3. sau saara vaana thashe. aapne khota na hoi a to aapni saathe kai khotu nahi thaay.shanti raakhvi. samay j problem solve karshe. aa maaro anubhav chhe.

 4. Kunal…lol, I also have lost my 450 S$ last year….(due to my partner and friend and not flat owner)
  so, just go ahead with the steps u r advised, if you have time else, let go all.

 5. આજે તો ‘મારો બગીચો’ પર મુકેલી લિન્ક પરથી આવી ગયો છું. (બંધારણની માથાકુટવાળી પોસ્ટ) પણ –
  સિંગાપોર હોય કે ઇન્ડિયા, ન્યાય કાયમ એવા લોકો માટે જ છે જેમના ગજવા મોટા હોય અથવા તો અમુક નિરાંતવાળા માણસો જેમને શાંતિથી લડત આપવા સિવાય બીજો કોઇ ધંધો નથી.
  શંતિથી લડવાવાળાને ‘રીટર્ન’ કરતાં ખર્ચ વધારે હોય છે, ફક્ત માનસિક અહમ પોસાય. બાકી ન્યાય મોટાઓના ગજવામાં જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: