It’s love or destiny…

હમણાં થોડા વખત પહેલા સિંગાપોરમાં મેં ઘર બદલ્યું. નવા ઘરમાં હવે હું ફરી હવા સાથે વાત કરતો થઇ ગયો છું કારણ કે નવું ઘર છે 9માં માળે. જ્યારથી નોકરી કરવાની શરૂ કરી ત્યારથી જ હું મારા ઘરથી દૂર અલગ અલગ જગ્યાએ રહ્યો છું અને એકાદ અપવાદને બાદ કરતા દર વખતે હું બિલ્ડીંગોમાં ઉપરના માળ પર રહ્યો છું.

મને સૌથી પહેલો High Riseમાં રહેવાનો અનૂભવ થયો મુંબઇમાં. મારી કંપનીની ઓફિસ કમ ગેસ્ટ હાઉસ હતી 22મા માળે. વાઉ…24 કલાક હવામાં ને હવામાં. સાંજના સમયે તો એટલી હવા હોય કે હલ્કી વસ્તુઓ તો ઉડી જ જાય. મઝા આવી ત્યાં રહેવાની. પછી મુંબઇમાં જ નોકરી લીધી અને ભાડે ઘર શોધવાનું થયું. મેં કોઇ પ્રયત્ન નહોતો કર્યો તો પણ મને ઘર મળ્યું 7મા માળે અને 7મો માળ સૌથી ઉપરનો માળ હતો. ત્યાં પણ હવા ઉજાસ એકદમ મસ્ત હતા. ત્યારબાદ મુંબઇમાં પોતાનું ઘર લીધું એ હતું ચોથા એટલે કે એ બિલ્ડીંગમાં સૌથી ઉપરના માળે. પછી હું આવ્યો સિંગાપોરમાં અને 10મા માળે ઘર ભાડે લીધું. ઘર ઠીક ઠાક હતું તો પણ હવા ઉજાસને લીધે રહેવાની બહુ મઝા આવતી. આની પહેલા સિંગાપોરમાં જે ભાડે ઘરમાં રહેતો હતો એ જ ખાલી અપવાદરૂપ બીજા માળે એટલે કે નીચેના માળે હતું. ઘર સારુ હતું ખાલી હવા ઉજાસનો પ્રોબ્લેમ રહેતો હતો. પણ હવે ફરી પાછો હવામાં આવી ગયો છું.

અત્યારે અમદાવાદમાં મારા પોતાના બે ઘર છે અને આ બન્ને ઘર પણ સૌથી ઉપરના માળે જ છે એટલે કે ચોથા અને પાંચમા માળે છે. આ બન્ને ઘર પણ મને અનાયાસે જ સૌથી ઉપરના માળે મળ્યા છે. મેં ક્યારેય ઉપરના માળે રહેવાનો પ્રયત્ન નથી કર્યો પણ મને કાયમ ભગવાને હવા સાથે જ વાત કરતો રાખ્યો છે. અમુક વખત વિચાર આવે છે કે Is it my love / destiny with high rise?

3 Responses

  1. ઇસકા મતલબ હૈ કે આપકો ઊંચી ઉડાન ભરને કે લિયે કુદરત કા સપોર્ટ હૈ બિડુ! 😉

Leave a reply to Gujrati Indian જવાબ રદ કરો