જૂનું ઘર ખાલી કરતાં

શાળામાં ભણતી વખતે નીચેની કવિતા પણ ભણી હતી :

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા

આજે આ કવિતા મને યાદ આવી ગઇ. આ કવિતા યાદ આવવાનું કારણ છે કે હું પણ છેલ્લા બે દિવસથી ઉચાળા ભરું છું. હવે મંગળવારથી મારે મારું ઘર બદલીને નવા ઘરમાં જવાનું છે. અત્યારે હું જે ઘરમાં રહું છું એ ઘરમાં છેલ્લા 2 વર્ષથી રહેતો હતો અને એક comfort level આવી ગયું હતું પણ હવે મકાન માલિકે મકાન વેચી નાંખ્યું એટલે મારે ના છૂટકે ઉચાળા ભરવાનો વારો આવ્યો. અમે છીએ ફક્ત બે માણસો પણ સામાન જોઇને એમ જ લાગે કે જાણે 4-5 માણસો રહેતા હોય. ખબર નહીં ક્યારે આટલો બધો સામાન ભેગો થઇ ગયો. ખરેખર ઘર બદલવાનો ભયંકર ત્રાસ છે. સામન પેક કરવાની માથાકૂટ તો ખરી જ પણ સાથે સાથે પૈસા પણ એટલા જ ઘૂસી જાય. મારે એજન્ટ ફી સાથે લગભગ 1000 ડોલર જેવો વધારાનો ખર્ચો થશે. દુકાળમાં અધિક માસ આને કહેવાય. આશા રાખું કે નવા ઘરમાં સુખ સમૃધ્ધિ અને શાંતિ મળે 🙂 .

(આ રચના ઉર્મિસાગર બ્લોગ પરથી લીધી છે. )

Advertisements

2 Responses

  1. good feel read to this, with intense same pain felt by me , with this emotion and same condition except that of son but that sad incident also, i depart my son from that house,

  2. […] 13 મહિના પહેલા મેં જૂનું ઘર ખાલી કરતા પોસ્ટ લખી હતી. ફરીથી એ જ પરિસ્થિતિ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: