ઇન્ડિયા ડાયરી – 9 : સમાપન

લગભગ અઠવાડિયું થઇ ગયું છે બ્લોગ પર કંઇક લખ્યાને. મારા અને બ્લોગ વચ્ચે અત્યારે "તમને સમય નથી અને મારો સમય નથી…." એમ જ ચાલ્યા કરે છે. છેલ્લા બે મહીનાથી આમ તો મારાથી નિયમિત રીતે નથી લખી શકાતું. પહેલા ઇન્ડિયા હતો એટલે ત્યાં અનૂકુળતા ના હોય લખવાની, પછી સિંગાપોર પાછો આવ્યો અને એકલો હતો એટલે લખવા પાછળ સમય બગાડવો ના પોષાય 🙂 અને હવે બધાં સિંગાપોર પાછા આવી ગયા એટલે હવે બ્લોગ કરતા પહેલા એમને સમય ફાળવવો પડે.

રુહી અને વિભા પાછા આવી ગયા એટલે વર્ષ 2009ની અમારી ઇન્ડિયા યાત્રાનો સુખદ અંત આવી ગયો. આ વખતની યાત્રા ભૂતકાળમાં અત્યાર સુધીની ઇન્ડિયાની યાત્રાઓમાંથી સૌથી વધૂ ફળદાયી અને આનંદપ્રદ રહી. નીચે અમુક કારણો છે જેના લીધે મને આ વખતે સૌથી વધારે મઝા આવી.

  1. ઘર લેવાનું અને વાસ્તુ પૂજા કરવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થયું. સારા કામમાં સો વિધ્ન હોય એમ ઘણી હા… ના.. અને સમસ્યાઓ વચ્ચે બધું એક્દમ સરસ રીતે કામ થઇ ગયું. મેં વિચારી રાખેલા કામો અને કરેલા આયોજનો સમયસર પૂરા થતા જોઇને મને આનંદ અને ગર્વની મિશ્રિત લાગણી થઇ રહી હતી. હવે આગળ શું એ માટે Mission 2011 અત્યારે મગજમાં આકાર લઇ રહ્યું છે પણ હજી આયોજનની રૂપરેખા તૈયાર થઇ નથી. Mission 2009 સફળતાપૂર્વક પાર પાડ્યું છે એટલે Mission 2011 માટે આત્મવિશ્વાસ છે કે એ પણ થઇ જશે.
  2. આ વખતે ઘણાં બધાં જૂના સંબંધો ફરી તાજા થઇ ગયા. જેમ કે સ્કૂલ છોડ્યા બાદ પહેલી વખત ઘણા બધાં સ્કૂલના મિત્રોને મળ્યો અને સ્કૂલની યાદો તાજા કરી. અમુક જૂના મિત્રોને કે જેમને જીવનમાં ફરી ક્યારેય મળી શકાશે કે કેમ એમ લાગતું હતું એમને પણ મળવાનું થયું. અમુક પ્રોફેશનલ મિત્રોને પણ મળવાનું થયું. રાત્રે લોંગ ડ્રાઇવ પર જવાની મઝા પણ માણી લીધી.
  3. બધા સાથે આ વખતે બહુ રખડપટ્ટી કરી અને ખાવા પીવામાં બહુ જલસા કર્યા. દાબેલી, પાણી પૂરી, માટલા કૂલ્ફી, પિઝઝા, વગેરે હજી પણ યાદ આવે છે.
  4. મારા માટે આ વખતે બહુ શોપિંગ કર્યું. કપડા, જૂતા અને બીજી નાની મોટી વસ્તુઓનું exclusive મારા માટે જ શોપિંગ કર્યું. શોર્ટ શર્ટ સારા ના મળ્યા પણ એના સિવાય બધી વસ્તુઓ જે મારે જોઇતી હતી એ મળી ગઇ.
  5. શરૂઆતના દિવસોમાં કામકાજની બહુ દોડાદોડી નહોતી એટલે સારો આરામ પણ કરવા મળ્યો.

આ વખતે ફક્ત 21 દિવસની જ રજા હતી (મોટા ભાગે હું 4 અઠવાડિયાની રજા લઇને ઇન્ડિયા જાઉ છું)  એટલે મને કમને પાછા આવવું પડ્યું 4થી નવેમ્બરે. સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સવારે સમાનની સાથે સાથે મારા ટાંટિયા પણ ઘસડતો ઘસડતો હું પાછો આવ્યો. પહેલો દિવસ તો કંઇ કરવાનું મન જ ના થાય. પણ પછી બીજા દિવસથી રોજીંદી ઘરેડમાં સેટ થઇ જવું પડ્યું.

આ વખતે ઇન્ડિયાથી આવ્યો ત્યારે જ નક્કી કરી રાખ્યું હતું કે જેટ્લા સમય એકલા રહીએ એનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને મારા પ્રયત્નમાં હું સફળ પણ થયો. શરૂઆતના દિવસોમાં ઓફિસનું બધું કામ જે ચઢેલું હતું એ પતાવી દીધું. પછી થોડી રખડપટ્ટી ચાલુ કરી. અમુક સ્થળો જે મેં નહોતા જોયા અને જોવામાં રસ હતો જેમ કે art exhibition, museum વગેરે સ્થળોએ જવાનું શરૂ કર્યું. આવા સ્થળોએ સપરિવાર જવાની મઝા ના આવે કારણ કે રુહીને પૂતળા, ઇતિહાસ અને ચિત્રો જોવાની મઝા ના આવે :).  મને તો આ બધાં સ્થળોએ જવાની મઝા પડી ગઇ. ત્યાર બાદ થયું કે ઘરે આવીને સમય બગડે છે એટલે વાંચનના શોખ કે જે અભરાઇ પર ચડી ગયો હતો એને ઉજાગર કરવાની મહેનત કરી. એ મહેનત તો એકદમ ફળી કારણ કે ચેતન ભગતને વાંચીને દિલ બાગ બાગ થઇ ગયું. હવે વાંચવાનો પ્રયત્ન સતત ચાલુ જ રહેશે. ત્યાર બાદ અમુક મૂવી જોયા જે દરેકે દરેકે સારા હતા એટલે ડોલર અને ટાઇમ બન્ને વસૂલ. આ દરમ્યાન મગજમાં ફોટોગ્રાફી કરવાનો કીડો સળવળ્યો (આ કીડો મને “Wake up Sid” જોઇને સળવળ્યો). બીજા દિવસે સિંગાપોરના રસ્તાઓ પર મારા કેમેરા સાથે નીકળી પડ્યો અને લગભગ જે દેખાયું એ બધાના ફોટા પાડી લીધા. મઝા આવી ફોટોગ્રાફી કરવાની. ત્યાર બાદ મને અહેસાસ થયો કે આમ તો હજી પણ હું જુવાન જ કહેવાઉ એટલે અમુક bachelor’s night out ના અખતરા પણ કરી જોયા. એ અખતરાઓમાં પણ મઝા આવી. ખાવા પીવામાં પણ અમુક જગ્યાએ મઝા આવી. એકંદરે 25 દિવસની મળેલી આઝાદીનો મેં મારાથી બનતો પૂરો પ્રયત્ન કરીને પૂરતો આનંદ લીધો. મને લાગે છે લગ્ન થઇ જાય તો પણ અમુક space પતિ અને પત્નીને બન્નેને મળી રહેવી જોઇએ. વર્ષે 15-20 દિવસ માટે એકલા રહેવું એ ખરેખર સારું જ છે. એમાં ક્યાંય પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઇ જવાની વાત જ નથી. ઉલ્ટાનું આમ કરવાથી પતિ પત્ની બન્નેને પોતાની રોજીંદી ઘરેડમાંથી બહાર આવી શકે અને ફરીથી રી ચાર્જ થઇને સાથે રહી શકે.

હવે ફરીથી 9-6ની રોજીંદી જીંદગીમાં ગોઠવાઇ ગયો છું. નીચે રુહીના ચાંગી એરપોર્ટ પર લીધેલા ફોટો છે. રુહી ઇન્ડિયાથી નવી હેર સ્ટાઇલ લઇને સિંગાપોર આવી છે.

DSCF1029

DSCF1028

3 Responses

  1. લગ્ન થઇ જાય તો પણ અમુક space પતિ અને પત્નીને બન્નેને મળી રહેવી જોઇએ. વર્ષે 15-20 દિવસ માટે એકલા રહેવું એ ખરેખર સારું જ છે. એમાં ક્યાંય પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઇ જવાની વાત જ નથી. ઉલ્ટાનું આમ કરવાથી પતિ પત્ની બન્નેને પોતાની રોજીંદી ઘરેડમાંથી બહાર આવી શકે અને ફરીથી રી ચાર્જ થઇને સાથે રહી શકે.

    => એકદમ સાચુ. આમ કરવાથી એકબીજાની જરૂરિયાત/કમી/મહત્વ/પ્રેમ બધુ બધુ સમજાય જતું હોય છે, અને આમેય જેમ આખો દિવસ કે રાત લાઇફપાર્ટને બાહો માં લઈને નથી જીવી શકાતું, ગુંગળમણ થાય, એવી જ રીતે આમાં પણ થોડો “પોરો” ખાવાનો મોકો મળવો જોઇએ!

  2. સુંદર ફોટા..વહાલી ઢીંગલીને ખૂબ ખૂબ વહાલ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: