Chetan bhagat rocks….

chetan_bhagat_01 

ચેતન ભગત… કદાચ નામ સાંભળેલું છે એવું લાગે નહીં? જે લોકો વાંચનનો શોખ ધરાવે છે એમના માટે આ નામ નવું નહીં જ હોય. ચેતન ભગત એક ભારતીય લેખક છે અને અત્યાર સુધી એમણે ચાર બુક લખી છે અને ચારે ચાર બુક ચાર્ટ ટોપર્સ છે. હમણાં હું સિંગાપોરમાં એકલો જ હતો એટલે મને મારા વાંચનના પ્રેમને ઉજાગર કરવાની ઇચ્છા થઇ. મારું નસીબ સારુ છે કે વૈવિધ્ય સભર વાંચન માટે સિંગાપોરમાં નેશનલ લાયબ્રેરી ઘરની પાસે જ છે. શું વાંચવું એ એક પ્રશ્ન હતો? પછી નક્કી કર્યું કે કોઇ ભારતીય લેખકની નોવેલ કે ફિક્શન બુક વાંચવી. લાયબ્રેરીમાં શોધતા શોધતા મારી નજર ચેતન ભગતની “One night @call centre” બુક પર પડી. આ બુક વિશે મેં પહેલા વખાણ સાંભળ્યા હતા એટલે થયું ચલો આ બુક વાંચીએ.

 

img_book_2_cover

ઘરે આવી રાત્રે બુક હાથમાં લીધી. પ્રસ્તાવના વાંચી અને લાગ્યું કે બુકમાં દમ છે. રાત્રે 10 વાગ્યે મેં આ બુક વાંચવાની શરૂઆત કરી અને 12:30 ક્યાં વાગી ગયા ખબર જ ના પડી. બીજા દિવસે ઓફિસ જવાનું હતું તો પણ બુક મૂકવાનું મન ના થયું. બીજા દિવસે ઓફિસેથી પાછા આવીને બીજા બધાં કામ બાજુએ મૂકીને બુક હાથમાં લીધી અને રાતના એક વાગ્યા સુધી (ખાધા વગર) વાંચીને આખી બુક પૂરી કરી દીધી. પહેલી વખત મારી જીંદગીમાં મેં કોઇ બુકને આ રીતે passionate થઇને વાંચી. કદાચ આ જાદૂ હતો ચેતન ભગતની લેખનીનો. “One night @call centre” વાર્તા છે કોલ સેન્ટરમાં કામ કરતા પાંચ પાત્રો વિશે (જેમાં બે યુવાન અને ત્રણ યુવતીઓ છે). દરેક પાત્રના જીવનમાં પોતાના પ્રોબ્લેમ છે. Life sucks આ કોમન ફિલીંગ દરેક પાત્રમાં છે. એક જ રાત્રિમાં વણાયેલી આ કથામાં આ પાંચે પાત્રો જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે તેમના પર ભગવાનનો ફોન આવે છે અને જીવન જીવવાની સાચી રાહ બતાવે છે. જો કે આ બુક કોઇ સલાહ આપતી (આમ કરો, તેમ કરો) બુક નથી. શહેરી જીવન જીવતા આજની આધૂનિક પેઢીના યુવાનો કેવી અટવાયેલી મનોદશામાં જીવે છે અને એમની જીંદગીને કઇ રીતે માર્ગદર્શન આપી શકાય એ આ બુકની USP છે. ટૂંકમાં કહીએ તો લેખકે આ બુક થકી એક જ સંદેશો યુવાનોને આપવાનો પ્રયત્ન કર્યો છે કે

Be confident and don’t ever let the losers feeling sink into you.

ચેતન ભગતની લેખન શૈલી અદ્દ્ભૂત છે. ચેતન ભગતનું અંગ્રેજી લખાણ એકદમ સરળ છે અને કટાક્ષ કરવાની શૈલી અદ્દ્ભૂત છે. જ્યારે બુક હું વાંચતો હતો ત્યારે હું બુકના પાંચે પાચ પાત્રોને visualize કરી શકતો હતો જે લેખકની  ઉપલબ્ધિ જ કહેવાય. મને વાંચતી વખતે એમ જ લાગતું હતું કે આ પાત્રોને મારી જીંદગીમાં મેં ક્યારે જોયા છે, અનૂભવ્યા છે. પાત્રોની જીંદગીની સમસ્યાઓમાં મેં મારા જીવનમાં ક્યારેક અનૂભવેલી સમસ્યાઓ દેખાતી હતી. એકંદરે એકદમ પૈસા વસૂલ બુક અને must must must વાંચવા જેવી બુક. One night @call centre” વાંચી લીધી હવે શું? હું એટલો પ્રભાવિત થઇ ગયો કે નક્કી કરી નાંખ્યું કે બસ હવે ચેતન ભગતે જેટલી પણ બુક લખી છે એ બધી વાંચી લેવી. કર્યા વેબ પર ખાંખાખોળા અને શોધી કાઢ્યું કે ભગતભાઇએ ચાર બુક લખી છે. સિંગાપોર લાયબ્રેરીમાં જોયું કે આમાંથી કેટલી બુક છે મળે એમ છે લાયબ્રેરીમાં. ઘર પાસેની લાયબ્રેરીમાં કોઇ બુક હતી નહીં એટલે સિટીમાં ગયો અને સિટી લાયબ્રેરીમાંથી બીજી બુક હું લેતો આવ્યો “Five point someone”.

 

img_book_1_cover

આ બુક ચેતન ભગત દ્વારા લખાયેલી પહેલી બુક છે. ઘરે આવીને એક બ્રેક સાથે ખાલી 8 કલાકમાં હું આખી બુક વાંચી ગયો. કોઇ બુક કે લેખક માટે આટલી દિવાનગી મેં આજ સુધી નથી અનૂભવી. "Five point someone” એ વાર્તા છે IIT માં અભ્યાસ કરવા આવેલ ત્રણ મિત્રોની, IIT ની જીંદગી વિશે, યુવાન દિલોના અરમાનો વિશે, ભણી ભણીને કંટાળેલા યુવાનો વિશેની. પ્રથમ બુક લખતા કોઇ પણ લેખક આવું અદ્દ્ભૂત લખી શકે એ મારા માટે માનવું મૂશ્કેલ છે. મને મારી કોલેજ લાઇફ અને મિત્રો યાદ આવી ગઇ. રાયન, હરી અને આલોકના પાત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક હું મારી જાતને જોઇ શકતો હતો.

(ડિસેમ્બરમાં આમીરખાનની આવી રહેલી મૂવી "3 Idiots” આ બુક પર આધારિત છે. )

 

બુક વાંચીને મારા મગજમાં દોસ્તી અને મહોબ્બત વિશેનું આ ગીત મગજમાં રમતું થઇ ગયું. કે કે દ્વારા ગવાયેલું આ ગીત અદ્દ્ભૂત છે.

હજી બે બુક ચેતન ભગતની વાંચવાની બાકી છે કારણ કે આ બન્ને બુક સિંગાપોર લાયબ્રેરીમાં હાજર નથી. મારો એક મિત્ર અત્યારે સિંગાપોરથી ઇન્ડિયા ગયો છે એના જોડે આ બન્ને બુકો મેં મંગાવી લીધી છે. હવે આવતા અઠવાડિયા સુધી રાહ જોવાની રહી. ચેતન ભગતનો મારે એક વાત માટે આભાર માનવો રહ્યો કે એમની બુકોના લીધે હું ફરીથી વાંચતો થઇ ગયો અને એ પણ ગાંડાની જેમ 🙂

જ્યાં સુધી ચેતન ભગતની બુક ના આવે ત્યાં સુધી હું અત્યારે વાંચી રહ્યો છું "The white tiger” by Arvind Adiga. આ બુક ને બુકર પ્રાઇઝ મળ્યું છે. પૂરી બુક વાંચ્યા પછી કેવી લાગી બુક એ વિશે નોંધ કરીશ. 

(ઇમેજ : ચેતન ભગતની વેબ સાઇટ પરથી)

15 Responses

 1. Hello movie banyu chhe night @ call center par thi..etlu jaamtu nathi movie..

 2. I have “three mistakes of my life ” in pdf, , want this? thn pls gv me ur email id..

 3. હું પણ ચેતન ભગત નો ફેન છું. મેં પહેલી ત્રણ તો વાંચી લીધી અને ચોથી હમણાં ઇન્ડિયાથી એક મિત્ર પાસે મંગાવી અને વાંચવાની ચાલુ કરી ગઈ કાલે. આજે પતી જશે એવું લાગે છે… દરેક બુક ની જેમ ‘૨ સ્ટેટ્સ’ પણ જકડી રાખે એવી જ છે…

 4. hey , kunal, urs reviw is great. though its unethical, but u can find all his books online ( pdf version). his writing is so tempting that i cant resist my self over the unethical issue. let me know if u want pdf formet of his books on krunal225@gmail.com

 5. ચેતન ભગતની મે હમણાં જ થ્રી મીસ્ટેકસ ઓફ માઈલાઈફ સરસ સરળ શૈલીમાં લખાયેલી શબ્દોના આડંબર વગર જે કહેવાનું છે તે સામાન્ય વાચક પણ સમજી શકે તેવી ભાષાના આ યુવાન સર્જક્ને અભિનંદન અને સાથે જ જેમણે અનુવાદ પણ એટલીજ સરળ ભાષામાં કર્યો છે તેવા શ્રી હરેશ ધોળકિયા પણ અભિનંદનના અધિકારી છે. અગાઉના પુસ્તકો મને મળ્યા નથી પણ હવે પછીની મારી મોટા શહેર જેવાકે અમદાવાદ/વડોદરા કે સુરતની મુલાકાત વખયે યાદ રાખી ખરીદતો આવીશ ! ધન્યવાદ ! આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જણાવશો તો મને આનંદ થશે ! મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com તો જરૂર મુલાકાત લેશો. આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  • અરવિંદભાઇ,
   બુક લેવા માટે અમદાવાદ કે વડોદરા જવાની જરૂર નથી. દરેક બુક 70 રૂપિયામાં ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. જોઇ લો નીચેની લિંક.
   http://books.rediff.com/book/Chetan-Bhagat

   મારા મિત્રે ચાર બુકનો સેટ હમણાં જ 240 રૂપિયામાં મંગાવ્યો અને 3 દિવસમાં બુક આવી પણ ગઇ. એટલે સેવા ભરોસાપાત્ર છે.

 6. મારા મતે ચેતન ભગત sucks! 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: