દે ધના ધન

આજે મૂવી "દે ધના ધન" જોયું. અભિનેત્રીઓ અને ઓમપુરીને બાદ કરતા હેરાફેરી મૂવીની આખી ટીમ છે એ ધના ધનમાં. લાંબા સમય પછી પ્રિયદર્શને પોતે આ મૂવી ડાયરેક્ટ કરી છે. મને આ મૂવી ઓકે લાગી. હેરાફેરીની જેમ અફલાતૂન નહીં તો ફાલતૂ પણ નહીં. ટાઇમપાસ કરવા માટે અને થોડા સમય માટે બધું ભૂલીને હસવા માટે આ મૂવી જોઇ શકાય.

de

પ્રિયદર્શનની મોટા ભાગની મૂવી લગભગ ઇઝી મની મેળવી લેવાની લ્હાયમાં આવતી ઉપાધિઓ પર થતી કોમેડીની થીમ પર આધારિત હોય છે અને આ મૂવી પણ આ થીમ પર જ છે. કેટ અને અક્ષય કુમારની હીટ જોડી ફરીથી જામે છે પણ મૂવીમાં એટલા બધાં કલાકારો છે કે કેટ અને અક્ષયના ભાગે બહુ કરવાનું રહેતું જ નથી. કેટ ફરીથી ગ્લેમરસ દેખાય છે (મને "અજબ પ્રેમ કી ગજબ કહાની"માં કેટ એકદમ ordinary અને non glamorous લાગી હતી. પણ Kat is back and rocks with her glam.) સમીરા રેડ્ડી અને સુનિલ શેટ્ટી એકદમ સામાન્ય લાગે છે અને ચીલાચાલુ અભિનય છે. મારા ખ્યાલથી સમીરા રેડ્ડી કરતા નેહા ધૂપિયાને લીડ રોલમાં લેવાની જરૂર હતી. (ખબર નહીં કેમ પણ મને નેહા ધૂપિયા વધારે appealing લાગે છે કદાચ મારા મગજમાં હજી જૂલીની ઇમેજ છે 🙂 ) રાજપાલ યાદવને વધૂ રોલ આપવાની જરૂર હતી. એ ખરેખર અદ્દ્ભૂત કોમેડીયન છે. પરેશ રાવલ એમના હરબંશ ચઢ્ઢાના રોલમાં એટલા જામતા નથી. આમ છતા બધા કોમેડીયનોના શંભૂમેળા થકી એક ટાઇમ પાસ મૂવી બનાવી છે પ્રિયદર્શને. મૂવીના ગીતોમાં એટલો દમ નથી જો કે નેહા ધૂપિયાનું "ઉ લા લા.." ગીત મને ગમ્યું.

મારા માટે આ મૂવી જોવાનું એક કારણ એ પણ હતું કે આ મૂવીનું પૂરેપૂરું શૂટિંગ સિંગાપોરમાં કરાયું છે. ( જો હું ખોટો ના હોઉ તો પ્રિયદર્શન પાસે સિંગાપોરની રેસીડેન્સી પણ છે અને અહીં એનું એક ઘર પણ છે અને એના છોકરાઓ સિંગાપોરમાં અભ્યાસ કરે છે. પણ મને આ માહિતીની પાક્કી ખાત્રી નથી.) મૂવીનું મોટા ભાગનું શૂટિંગ “Pan Pacific”  હોટેલમાં થયું છે. મારા ખ્યાલથી ગીતોમાં સિંગાપોરના અમુક સ્થળોને કવર કરી શકાયા હોત.

છેલ્લે મારું આ મૂવી માટે રેટીંગ : 3 / 5. (ટાઇમ પાસ માટે જોઇ શકાય.)

 

(ઇમેજ : મૂવીની વેબસાઇટ પરથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: