ઇન્ડિયા ડાયરી – 8 : લૂંટાલૂંટ (मेरे पापा का सपना सब का पैसा अपना)

ઇન્ડિયાની વિઝીટ દરમ્યાન મેં એક ચીજ નોંધી કે લોકોમાંથી પ્રમાણિકતા ગાયબ થઇ રહી છે. મોટા ભાગના લોકો (એમાં આપણી સરકાર પણ આવી ગઇ) બસ પૈસા અંદર કરવામાં પડ્યા છે પછી ભલે એનાથી બીજાને નુકશાન થાય કે ખોટુ કામ કરવું પડે. હજી પણ અમુક હીરાઓ છે જે આજના જમાનામાં પણ dignity અને honesty સાથે જીવી રહ્યા છે પણ એવા લોકો બહુ ઓછા છે. મને આ વખતે ઘણા એવા અનુભવો થયા.

1. સૌ પ્રથમ મને કડવો અનૂભવ થયો અમદાવાદની ટ્રાફિક પોલીસ તરફથી. હું મિરઝાપુરની GPO પોસ્ટ ઓફિસ પાસે મારુ સ્કુટર મૂકીને અંદર મારા કામ માટે ગયો હતો. બહાર આવીને જોયું તો સ્કુટર ગાયબ. ખ્યાલ આવી ગયો કે અમદાવાદ પોલીસને મારું સ્કુટર જોઇને ખુજલી ઉપડી. જોવા જેવી વાત એ હતી કે મેં જ્યાં મૂક્યું હતુ સ્કુટર ત્યાં બીજા 10 વાહનો પડ્યા હતા. ત્યાં કે આજુ બાજુમાં કોઇ No Parkingનું પાટિયું નહોતું. આ સંજોગોમાં એવો વિચાર મને કઇ રીતે આવે કે અહીં પાર્કિંગ ના કરાય? મારું નસીબ પણ બહુ જોર કરતું હતું કારણ કે એ વખતે ઘણાં વાહનો આજુબાજુ હતા પણ ટોઇંગવાળાને ખાલી મારા સ્કુટર પર જ પ્રેમ આવ્યો. હવે સવાલ એ છે કે જો પાર્કિંગની કોઇ સુવિધા ના હોય અને No Parkingનું પાટિયું ના હોય તો મારે ક્યાં વાહન પાર્ક કરવું? દુ:ખ એ વાતનું પણ હતું કે સ્કુટર ઉઠાવીને લઇ ગયા તો ભલે મારા નસીબ પણ કોઇ માહિતી તો પાછળ મૂકતા જાઓ જેથી ખબર પડે કે સ્કુટર લઇ જવામાં આવ્યું છે અને આ જગ્યાએ આવીન છોડી જાઓ. કોઇક વ્યવસ્થા તો હોવી જ જોઇએ ને. પહેલેથી આમ ચાલતું આવ્યું છે અને ચાલતું આવશે એવું જરૂરી થોડું છે? સામાન્યા માણસનઈ અનૂકુળતા માટે સિસ્ટમમાં કોઇ ફરક કરવાનો જ નહીં? સામાન્ય માણસ ભલે ને હેરાન થાય who cares? મેં ત્યાર બાદ ત્યાં ઉભેલા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે GPOથી ટોંઇગ કરેલા વાહનો રૂપાલી સિનેમા ગયો. હું ભર બપોરે GPOથી ચાલતો રૂપાલી ગયો અને ત્યાં 100 રૂપિયા આપીને મારું સ્કુટર છોડાવ્યું. મેં ચાહ્યું હોત તો કદાચ હથેળી ગરમ કરીને 50 રૂપિયા આપીને કામ પતાવી શક્યો હોત પણ મારે કોઇને લાંચ આપીને આદતો ખરાબ નહોતી કરવી. ત્યાં અમુક લોકોને ઝઘડો કરતા પણ જોયા. એક વ્યક્તિ તો વળી કહેતો હતો કે એણે ટ્રાફિક પોલીસને પૂછીને જ પાર્કિંગ કર્યું હતું તો પણ એનું વાહન ઉઠાવી લાવ્યા. બસ સરકારને ટોઇંગના પૈસા ગમે તેમ પડાવવામાં લોકો પાસેથી રસ છે. જો પાર્કિંગની સુવિધા હોય અને માણસ ગમે ત્યાં પાર્ક કરે તો બરાબર છે પણ આ તો કોઇ સુવિધા નહીં આપવાની અને લોકોના ગજવા ખાલી કરવાના. કેવો સરસ attitude?

2. બીજો ખરાબ અનૂભવ થયો મને C G રોડ પરની પાર્કિંગ સિસ્ટમનો. C. G. રોડ પર થોડા વર્ષોથી પે પાર્કિંગ થઇ ગયું છે. હું દર વખતે 2 રૂપિયા આપીને પાર્ક કરું છે. પણ હું એક જગ્યાએ 2 રૂપિયા આપી પાર્ક કરું પછી થોડે દૂર બીજી દુકાન પાસે પાર્ક કરું એટલે ફરીથી 2 રૂપિયાની ચિઠ્ઠી ફાડવા આવી જાય. હું કલાકની અંદર 10 દુકાન ફરું મારે એમ તો 20 રૂપિયા આપવા પડે એમ થાય. આ વ્યાજબી તો નથી જ ને? એક વખત તમે પાર્કિંગ માટે રૂપિયા આપે તો કમ સે કમ એક કલાકની વેલિડીટી તો મળવી જોઇએ  કે નહીં? દર 10-10 મીટરના અંતરે શા માટે પાર્કિંગના રૂપિયા આપવાના? એટલે જ પછી એક વખત મારી બબાલ થઇ ગઇ. મેં ફરીવાર 2 રૂપિયા આપવાની ના પાડી અને થોડા ઉંચા અવાજે વાત કરી એટલે ભઇ ઠંદા પડી ગયા. મને કહે વાંધો નહીં ચલો 1 રૂપિયો આપો. મેં કીધું મારે કંઇ આપવું નથી તું મને તારા સાહેબ જોડે લઇ જા. હું ગયો પણ ખરો પણ એમ કોઇ સરકારી સાહેબો થોડી પોતાની જગ્યા પર મળે. અંતે હું કોઇ પણ વધૂ રકમ આપ્યા વગર ત્યાંથી નીકળ્યો પણ મને નિયમોની કોઇ clarity ના મળી. મારા ખ્યાલથી લૂંટો ભઇ લૂંટો ના બદલે એક વખત પાર્કિંગ ટિકીટ ખરીદો એટલે થોડા સમય માટે(1-2 કલાક માટે) C. G. રોડ પર પાર્કિંગ વેલિડીટી મળવી જોઇએ. 

3. સૌથી વધારે મહાનાલાયક પ્રજા જેની જોડે મારો આ વખતે પનારો પડ્યો એ તો બિલ્ડર પ્રજાનો. બિલ્ડરોને ખાલી રૂપિયા ગણવા ગમે કામ થાય કે ના થાય એ એમને નહીં જોવાનું. મારા મકાન માટે મેં 1 લાખ રૂપિયા બાકી રાખીને બધાં રૂપિયા આપી દીધા હતા. દસ્તાવેજ કરી લીધો તો પણ મકાનની ચાવી આપવાની અને બાકીના કામ પૂરા કરી આપવની કોઇ પરવા નહીં. દર વખતે નાના ના કામ માટે મારે પાછળ પડીને કરાવવાનું. અમુક કામ તો મેં મારા રૂપિયા ખર્ચીને પૂરું કરાવ્યું ત્યારે મારું ઘર વાસ્તુ કરવા લાયક તૈયાર થયું. હું નિકળ્યો સિંગાપોર આવવા ત્યારે પણ થોડું કામ બાકી હતું છતાં પણ ચાવી લેવા માટે બધાં રૂપિયા આપવા પડ્યા. અમે કીધું કે 25000 રૂપિયા બાકી રાખો અને ચાવી આપી દો. બાકીના 25000 રૂપિયા કામ પતશે એટલે મળી જશે. પણ એમ માને તો બિલ્ડર જાત શેની? બિલ્ડરભાઇ કહે મારો વિશ્વાસ રાખો તમારું કામ પતી જશે તમે રૂપિયા આપી દો. બોલો મારે એમનો વિશ્વાસ કરવાનો પણ એ મારો વિશ્વાસ ના કરે. કમ સે કમ મારા 1000 રૂપિયાના ફોન થઇ ગયા હશે એ બિલ્ડરના માણસો પાછળ તો પણ આપણને બ્લેમ કરે કે તમારે ફોન કરવાની શું જરૂર હતી અમે કામ પતાવી દઇશું. આટલો follow up કરવા છતાં કામ ના થાય તો પણ પૈસા પૂરેપૂરા આપી દઇને મારે એમનો વિશ્વાસ કરવાનો. કદાચ આ રીતે જ ઇન્ડિયામાં કામ થાય છે એ મને આ અનૂભવ શીખવાડી ગયો. આપણે આપણી ચિંતા કરવાની અને રૂપિયા ઘર ભેગા કરી દેવાના પછી બીજાનું જે થવું હોય એ થાય.

4. ઘરે વાસ્તુની વિધિ ચાલી રહ્યી હતી. ત્યારે એન્ટ્રી મારી હિજડાઓની જમાત આવી. એમનો ધંધો પણ દાદાગીરીનો છે. 501 રૂપિયા આપવાની વાત કરી તો પણ ના. નાલાયકી અને મોટો સીન કરીને 1501/- રૂપિયા ગણીને મારી પાસેથી લીધા. મને એટલો ગુસ્સો આવ્યો કે એમને જે નાટક કરવું હોય એ કરે મારે 1500 આપવા જ નથી. મારે શા માટે આપવા મારી કમાણીના પૈસા એ મફતિયાઓને? એમના આશીર્વાદ નથી જોઇતા અને જેટલી ગાળા ગાળી અને નાગાઇ કરવી હોય એ કરે એ હિજડાઓ. બહુ મોટો સીન થયો પછી મમ્મીએ વિધિ ના બગડે એટલે 1500 આપ્યા. હિજડાઓ સાલા લૂંટારા થઇ ગયા છે. મને એટલો ગુસ્સો આવ્યો કે પોલીસને ફોન કરીને બોલાવું અને બધાંને જેલની હવા ખવડાવું.

5. બીજા પણ આવા અનેક અનુભવો થયા. જેમ કે ખબર પડે કે NRI છે એટલે ભાવ બદલાઇ જાય કોઇ વસ્તુનો. 100ની વસ્તુનો ભાવ થઇ જાય 200 રૂપિયા. પાછું મીઠું બોલીને કહેવાનું પણ ખરું કે તમે તો NRI  છો હવે શું ચિંતા કરવાની રૂપિયાની? બોલો જાણે દરેક NRI ના ઘરની બહાર ભગવાને ડોલરનું ઝાડ મૂક્યું હશે?

અત્યારે આટલા અનૂભવો જ આવે છે મગજમાં. આ બધાં અનૂભવોએ શીખવાડ્યું કે આપણે આપણી કાળજી જાતે જ રાખવી કારણ કે મહેનતથી કમાયેલા રૂપિયા આપણા છે અને એને લૂંટવાની ઇચ્છા રાખનારાઓ ચારે બાજુ છે.

Advertisements

9 Responses

 1. કૃણાલ તમે કરેલ/ક્હેલ દરેક વાતની પાદપૂર્તિ કરી શકું એટલી સામગ્રી મારી પાસે પણ છે પરંતુ અત્યારે મારા પાર્કીંગનો ટાઇમ પૂરો થઈ ગયો છે એટલે કે ઘરે જવાનો ટાઇમ થઈ ગયો છે , અને ત્યાં (ઘરેથી) ચિઠ્ઠી ફાટે તો મરી જઈએ એટલે હાલ પુરતું તો તમારી વ્યથા અને કથા સાથે સંપૂર્ણ સહાનુભુતિ સાથે સહમત છું.

  આપણે હિન્દુસ્તાનીઓ પાસે એક વસ્તુની સખત ખોટ છે અને એ વૃતિ.. પ્રમાણિકતા.. દાનત નિયત જે પણ કહો અ6તે તો હેમનું હેમ જ ને ? એટલે જ પેલો ફાલતુ ફિલ્મી ડાયલોગ હંમેશા બધાને યાદ રહે છે કે 100મેં સે 80 બેઈમાન (ભૂલચુક લેવી દેવી) ફિર ભી મેરા ભારત મહાન!

 2. ઇચ્છાશક્તિનો અભાવ

  This is true as much as true that we have problem with big vision as well. Once we dream big we can think outside of the box and we will have ઇચ્છાશક્તિ, here everything is not there but again I just adjusted myself to leave here – મેરા ભારત મહાન

 3. Bharat plus corruption equal to Mera Bharat Bimar.
  Bharat minus corruption equal to Mera Bharat Mahan

 4. “ખબર પડે કે NRI છે એટલે ભાવ બદલાઇ જાય કોઇ વસ્તુનો. 100ની વસ્તુનો ભાવ થઇ જાય 200 રૂપિયા. પાછું મીઠું બોલીને કહેવાનું પણ ખરું કે તમે તો NRIછો હવે શું ચિંતા કરવાની રૂપિયાની? બોલો જાણે દરેક NRI ના ઘરની બહાર ભગવાને ડોલરનું ઝાડ મૂક્યું હશે?” I totally agree with what you say. Bina

 5. નીયમ વ્યવસ્થા માટે બનતા હોય છે. પણ બધા નીયમ તોડતા હોય પછી સજા થાય છે. દેશમાં ભ્રષ્ટાચાર ફુલ્યો અને ફાલ્યો એનું મુખ્ય કારણ લોકોની માન્યતા છે. આખો દેશ કર્મની થીયરીમાં માને છે. બધો દોષ કર્મ ઉપર ઢોડી દેવો એટલે કે ગરીબ માને છે કે કર્મને કારણે ગરીબ છે. વગેરે, વગેરે. વિજ્ઞાન ને બદલે ભાવનામાં વધુ રસ લેવો. દા. ત. રામાયણ અને મહાભારત એ કથા કે નવલ કથા છે એને બદલે સાચી હકીકત સમજવી. આવું દરેકે દરેક પૃવ્રૂતીમાં સમજવું. પછી વાસ્તુ હોય કે હીજડા. ભ્રષ્ટાચાર અને શોષણને લીધે ગરીબ વીચારોમાં પણ ગરીબ બનતો જાય છે. આવૂં આફ્રીકા, અફગાનીસ્તાન કે મલેશીયામાં નથી. ગુજરાતીઓના જેટલા બ્લોગ્સ છે એમાં ઠેક ઠેકાણે આત્મા અને કર્મ અનાયાસે આવી જાય છે.

 6. તમે જણાવેલા એકેએક મુદ્દા પર એક એક શોધ નિબંધ લખી શકાય.
  વાહન ઉપાડનારા તો ગબ્બરસિંગના માણસો જેવા જ લાગે! વાહનને નૂકસાન થાય તે અલગ.
  બિલ્ડર માટે કશી પણ વાત કરો તો લોકોનો રોકડો જવાબ હોય કે : બિલ્ડરો તો એવા જ હોય. ભાગ્યે જ કોઈ ઠરતો હશે! પછી ભલે મકાન 10 લાખનું હોય કે 80 લાખનું હોય! ને છતાંય બલીના બકરાં બનવાની સહુની મજબૂરી! બિલ્ડરને ને માણસાઈને ઊભા રહ્યે બને નહીં. ભાગ્યે જ કોઈ અલગ પ્રકારનો હશે!
  ને … મેરે અંગનેમેં તુમ્હારા ક્યા કામ હૈ… એમાંનાં ઘણાં તો માલામાલ છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: