ઇન્ડિયા ડાયરી – 2 : FM Stations

અમદાવાદ આવીને હું જે પણ શોપિંગ મોલમાં કે દુકાનોમાં ગયો ત્યાં બધે જ રેડિયો પર જુદા જુદા FM station વાગતા હતા. આવા સંગીતમય વાતાવરણમાં મને ખરેખર શોપિંગ કરવાની મઝા આવતી હતી. મને આમ પણ રેડિયો સાંભળવો બહુ ગમે (કોલેજના જમાનામાં ફાઇલો લખતી વખતે રેડિયો વાગતો જ હોય બાજુમા. જો કે એ જમાનામાં FM station નહોતા અને ખાલી વિવિધ ભારતીથી કામ ચલાવવું પડતુ) . પછી મેં રોજ મોબાઇલ પર રાત્રે રેડિયો સાંભળવાનું શરૂ કર્યું. અમદાવાદમાં 5-6 FM station ચાલે છે એમાં રેડિયો મિર્ચી, રેડિયો સિટી, MY FM, Red FM, Radio One વગેરે મુખ્ય છે. જેમાં હું મોટા ભાગે રેડિયો સિટી, MY FM અને Red FM જ સાંભળતો હતો. પિયરનું કૂતરું પણ વ્હાલુ લાગે એ ન્યાયે ગીતો વચ્ચે RJની બકબક પણ મને તો ગમતી હતી. વળી રેડિયો પર ગીતો તો સારા સાંભળવા મળે જ સાથે સાથે interactive program પણ હતા એટલે લોકોને સાંભળવાની પણ મઝા આવતી હતી.

સિંગાપોરમાં પણ બીગ FM 96.3 રેડિયો સ્ટેશન થોડા વખતથી શરૂ થયું છે. પણ અહીંના FM station સાંભળવા જેટલી મઝા નથી આવતી. અહીંના રેડિયો સ્ટેશન પર આવતા પ્રોગ્રામની સરખામણીમાં ત્યાંના રેડિયો સ્ટેશનના પ્રોગ્રામ બહુ પછાત લાગે. વળી બીગ FM આવે સાંજે 5થી 8 વાગ્યા સુધી એટલે સાંભળવાનો પણ એટલો મેળ ના પડે. કાશ સિંગાપોરમાં પણ કોઇ સારુ FM station હોય જે 24 કલાક ચાલે તો મારી રાતો સુધરી જાય. હાલમાં તો સિંગાપોરમાં રાત્રે હું અમુક બીજા દેશોના FM station સાંભળું છું ઓનલાઇન પણ અમદાવાદના FM station ના પ્રોગ્રામ સાંભળીને જે મઝા આવે એવી મઝા નથી આવતી.

રાત્રે સૂતી વખતે આવતા લવગુરૂભાઇ, પૂરાની જીન્સ કે naughty nights જેવા પ્રોગ્રામો સાંભળીને એક્દમ relax થઇ જવાય સૂતી વખતે.

2 Responses

  1. ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ
    મારા બ્લોગ પરની એ પોસ્ટ મેં FM રેડિયો સાંભળતાં સાંભળતાં જ લખેલી અને કૉમેંટના જવાબો પણ એ રીતે જ. જો કે નિયમત નથી સાંભળતો… પણ ગમે છે. પણ રેડિયાએ ખરો સાથ આપ્યો હતો 1969-1970 દરમ્યાન. નોકરી મળવાની રાહ હતી અને ગામડે રહેવું પડ્યું હતું ત્યારે! એ સમય હતો કિશોરકુમારના ભવ્ય પુનરાગમનનો … રાજેશખન્નાના ઉદય પછીનો અને બચ્ચનોદય[બચ્ચન+ઉદય] પહેલાંનો!

Leave a reply to No. 300 « મારી રોજનીશી જવાબ રદ કરો