ઇન્ડિયા ડાયરી – 1 : ચાંગીથી SVP A’Port

આ વખતે પણ દિવાળી દરમ્યાન ઇન્ડિયા જઇ રહ્યો છું. ગઇ વખતે ઇન્ડિયામાં વિતાવેલા દિવસો વિશે, સારા નરસા અનૂભવો વિશે, નિરીક્ષણો, વગેરેની ઇન્ડિયા ડાયરીમાં નોંધ કરી હતી અને આ વખતે પણ એજ સિરસ્તો આગળ વધારુ છું. દરેક વખતે ઇન્ડિયા ડાયરીમાં શરૂઆત તો પ્રસ્થાનથી જ થાય. આ વખતે પણ શરૂઆત ચાંગીથી સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધીની યાત્રાની વાત જ છે.

મારા જૂના અમુક પોસ્ટમાં ચાંગી એરપોર્ટના ખૂબ વખાણ કર્યા છે અને ચાંગી એરપોર્ટ એ વખાણોને ખરેખર લાયક જ છે. મેં ચાંગીમાં departure lounge હજી પણ વ્યવસ્થિત રીતે નહોતી જોઇ એટલે આ વખતે વહેલા એરપોર્ટ પર પહોંચીને departure lounge ફરવાનુ નક્કી કર્યું અમે. અમારી ફ્લાઇટનો ટાઇમ હતો 7 વાગ્યાનો તો પણ અમે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા. મારે ફટાફટ check in કરીને departure lounge માં જવું હતુ પણ એર ઇન્ડિયાની ટિકીટ હોય અને કહાનીમાં ટવીસ્ટ ના આવે એ વિચારવુ જ મૂર્ખામીભર્યું કહેવાય. રુહીની ઇન્ફન્ટમાંથી ચાઇલ્ડ કેટેગરીમાં અપડેટ કરાવેલી ટિકીટની માહિતી સિંગાપોર એરલાઇન્સની સિસ્ટમમાં અપડેટ નહોતી થઇ. એટલે ચેક ઇન કરવામાં (જે પ્રક્રિયામાં સામાન્યત: 5-10 મિનીટ થાય) 30-40 મિનીટ થઇ ગઇ. વળી દુકાળમાં અધિક માસની જેમ ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી ચાઇનીઝ એક્ઝીક્યુટીવ પણ વધારે પડતી efficient હતી🙂. આખો મામલો માંડ થાળે પડ્યો ત્યાં પાછો કહાનીમાં નવો ટવીસ્ટ કે ફ્લાઇટ આખી ફૂલ થઇ ગઇ છે અને અમને ત્રણને જોડે સીટ મળી શકે એમ નથી. મે સમજાવ્યું કે રુહી અમારા વગર એકલા ના બેસી શકે માટે અમને જોડે જ સીટ મળવી જોઇએ. ત્યારબાદ આશ્વાસન મળ્યું કે અમે પ્રયત્ન કરીશું કે તમારી સીટ જોડે થઇ જાય. ત્રણેની સીટ અલગ હોય તો મુસાફરી કરવી શક્ય જ કઇ રીતે બને? આ બાબતમાં તો ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી કામગરી (કાર્યદક્ષ) ચાઇનીઝ એક્ઝીક્યુટીવે ખરેખર મારી ધીરજની પરીક્ષા લઇ નાંખી. મારા બીજા અડધા કલાકનો ભોગ લેવાઇ ગયો. કાઉન્ટર પરથી એ એક્ઝીક્યુટીવ ચેક કરીને આવુ છું એમ કહીને ગઇ પછી અડધા કલાક સુધી દેખાઇ જ નહીં. મારે છેવટે સિંગાપોર એરલાઇન્સના ચેક ઇન વિભાગના ઉપરી અધિકારીનું આ વિશે ધ્યાન દોરવું પડયું પણ એના હાથમાં પણ કઇ હતુ નહીં. છેવટે અમને ત્રણેને જોડે સીટ કરી આપી અને લગભગ 6 વાગ્યે ઇમીગ્રેશન પતાવીને હું departure lounge માં દાખલ થયો.

departure lounge એ એક અલગ જ દુનિયા લાગે. એકદમ વિશાળ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત દુનિયા. આ વખતે loungeમાં લોકોના ટાઇમપાસ માટે એક મોટા ટેબલ પર અમુક ડાઇ ગોઠવેલી હતી જેના પર કાગળ મૂકીને ચાક કલર ઘસો એટલે એ ડાઇની છાપ કાગળ પર બની જાય. પોતાની ફ્લાઇટની રાહ જોતા લોકો માટે ટાઇમપાસ કરવાનો આ સારો રસ્તો હતો. નીચે મેં બનાવેલા એક ડાઇની પ્રતિકૃતિ છે ખબર નહીં શેની પ્રતિકૃતિ છે.

IMAG0201

 

 

 

 

 

 

 

જો કે એ વાત નોંધવી રહી કે આ ટાઇમપાસ કરવામાં (નીચે ફોટામાં દેખાય છે એમ) માત્ર અને માત્ર ભારતીયો જ લાગેલા હતા.🙂

                                                                        IMAG0199

ત્યારબાદ મેં ત્યાંના ડ્યુટ્રી ફ્રી શોપની મૂલાકાત લીધી. ત્યાં liquor ની બાટલીઓ એટલી સરસ અને ધ્યાનાકર્ષક રીતે મૂકવામાં આવી હતી કે એમ જ થાય કે 4-5 બાટલી નાંખીને લઇ જઇએ ટેસડો થઇ જાય પણ આપણાથી અમદાવાદમાં આવુ લઇને ના અવાય? (જવાબ : ના અવાય. કારણ : બા ખીજાય🙂 બુધવારની બપોરવાળા અશોકભાઇની ભાષા :)) જો કે મોટા ભાગના લોકોએ 2 લિટરની (જેની છૂટ છે) બાટલીઓ લઇ જ લીધી હતી. આટલા સસ્તા ભાવમાં મસ્ત અને ઓરિજીનલ માલ મળતો હોય તો પીવાવાળા શું કરવા ના લે? હું મારી પસંદગીનો માલ અહીંથી જ્યારે સિંગાપોર પાછો ફરીશ ત્યારે લઇશ.🙂

ત્યારબાદ અમુક ચોકલેટ શોપમાં ફરવા ગયા. સરસ મજાની ચોકલેટો હતી પણ મેં ચોકલેટો પહેલેથી જ ખરીદી લીધી હતી એટલે બીજી ચોકલેટો ખરીદવાની નહોતી. ત્યારબાદ બીજી અમુક શોપની પણ મૂલાકાત લીધી પણ ખાલી window shopping. એરપોર્ટ પરની દુકાનોમાં બધી વસ્તુઓ મોંઘી હોય એટલે આપણને ના પોષાય.

IMAG0202

ત્યારબાદ અમારા departure gate પાસે પહોંચ્યા. હેન્ડ બેગ ચેક કરાવીને અંદર વિમાનની એકદમ નજીક પહોંચી ગયા. રુહીએ પહેલી વખત વાસ્તવિક્તામાં વિમાનને આટલી નજીકથી જોયું. એને બહુ મજા આવી. નીચે એનો બેકગ્રાઉન્ડમાં વિમાન સાથે લીધેલો ફોટો છે.

ત્યાં ઇન્ટરનેટ કીઓસ્કની પણ સુવિધા હતી જે મને ખૂબ ગમી. તમને વિમાનના દરવાજા સુધી જો બધી સવલતો મળતી હોય તો પછી શું કહેવુ? આમ એકંદરે ચાંગી એરપોર્ટ પર જે પણ થોડી  રખડપટ્ટી કરી એમાં મઝા આવી.

IMAG0205                       IMAG0204  

ત્યારબાદ અમે વિમાનમાં ગોઠવાયા. આખી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને અમેરિકાના NRI લોકોથી આખી ફ્લાઇટ ફૂલ હતી. બિચારી એર હોસ્ટેસોનો લોકોની સેવા કરી કરીને દમ નીકળી ગયો. મને પહેલી વાર એવો અહેસાસ થયો કે એર હોસ્ટેસની જોબ કેટલી thankless job છે. NRI લોકો પરદેશમાં જઇને વસે તો પણ અમુક manners તો નથી જ શીખી શકતા. એર હોસ્ટેસની ગ્લેમરસ લાગતી ઇમેજની ફ્લાઇટમાં લોકોની સેવા કરતા કેવી લેવાઇ જાય છે એ હું બરાબર સમજી ગયો.

રુહીન ફ્લાઇટમાં 5:30 કલાક શાંતિમય રીતે એક સીટ પર બેસાડી રાખવી એ ભગીરથ પ્રયત્ન હતો. જેવી In flight entertainment service ચાલુ થઇ તરત જ એના ટીવી સેટ પર કાર્ટૂન ચેનલ ચાલુ કરી આપી એટલે થોડો સમય નીકળી ગયો. ત્યારબાદ જ્યુસ પીવડાવ્યો અને થોડો નાસ્તો કરાવ્યો. થોડી એની સાથે ધમાલ કરી અને જમાડી. પછી એને શાલ ઓઢાડીને હા…લા… કરાવી. એને પણ એકંદરે મઝા આવી.

મેં ફ્લાઇટમાં "કમ્બખ્ત ઇશ્ક"મૂવી જોયું. 2 કલાકનો વ્લગર અત્યાચાર. કોઇ પણ સેન્સ વગરનું મૂવી. બોલીવૂડમાં 90% મૂવી અત્યાચાર જેવા જ બને છે. (જતી વખતે "વેક અપ સીડ" જો જોવા મળે તો કામ થઇ જાય :)) છેવટે નિયત સમય કરતા 15 મિનીટ પહેલા અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આખી ફ્લાઇટ ફૂલ હતી એટલે માનસિક રીતે તૈયારી તો હતી જ કે બહાર નિકળવામાં ટાઇમ તો લાગશે જ. રન વે પરથી બસ અમને ઇમીગ્રેશન કાઉન્ટર સુધી તો મૂકી ગઇ પણ વધૂ લોકોની સંખ્યાને લીધે મોટા ભાગના લોકોને ઓફિસ બહાર રોડ પર ચાંદનીમાં ઉભું રહેવુ પડ્યું. નાના છોકરાઓ હોય કે ઘરડા માણસો દરેકને રોડ પર લાઇનમાં ઉભા રહેવાનું (થોડું વધારે પડતુ ના કહેવાય?). વળી રોડ પર જે લોકોની લાઇન થઇ હતી એની બાજુમાંથી જ ખુલ્લી ગટર લાઇનો પોતાની દિવ્ય સુગંધ પ્રસરાવતા હતા. સ્વાભાવિક છે અમારા ચોખ્ખા NRI નાકોને આવી ગંદી સુગંધોની સૂગ ચઢે અને એટલે NRI લોકોએ ટાઇમપાસ કરવા “India Bashing” ચાલુ કરી દીધું. જો કે મને લાગે છે કે આ બાબતમાં “India Bashing” યોગ્ય હતું. મોદી સાહેબ જાપાન, કોરિયા અને સિંગાપોરથી ઇન્વેસ્ટરોને બોલાવે અને પછી એમને રોડ પર ઉભા રખાવી ખુલ્લી ગટર લાઇનોનો અનૂભવ કરાવે એ યોગ્ય તો નથી જ. યાદ રાખવું રહ્યું કે first impression is last impression. રોડ પરથી અંદર ગયા બાદ અમારા શરીરનું તાપમાન લેવાયુ. કમ્પાઉન્ડર કમ ડોક્ટર જેવા 2-3 લોકો સામાન્ય સવાલ કરીને લોકોને જવા દેતા હતા. આ રીતે થયેલું સ્વાઇન ફ્લૂનું ચેકીંગ કેટલી હદે કાર્યદક્ષ છે એ કહેવું મૂશ્કેલ છે પણ સાવધાની વર્તાય છે એ પણ ઘણું છે. 4-5 ઇમીગ્રેશન કાઉન્ટર પરથી આખી ફ્લાઇટના પેસેન્જરોને કલીઅર કરવાના હતા. ઇમીગ્રેશન કાઉન્ટરો પર કામ થાય એકદમ બાપૂશાહીથી અને તુમાખી સાથે. સ્માઇલ સાથે ખાલી ગ્રીટ કરી પોતાનું કામ કરવામાં ખબર નહીં એ ઇમીગ્રેશન કાઉન્ટર પર બેઠેલા લોકોનું શું લૂટાઇ જતુ હશે? પણ આ બધું ક્લિયર કરીને જ્યારે સામાન લેવા પહોંચ્યા ત્યારે ખરી ધમાલ મચી હતી. એક તો કન્વેયર બેલ્ટ એકદમ નાનો અને એકનો એક સામાન જ ફરતો રહેતો હતો. લોકો હેરાન પરેશાન અને બૂમાબૂમ. મારે તો ખાલી 5.5 કલાકની જર્ની હતી એટલે હું બહુ થાક્યો નહોતો પણ જે લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાથી આવતા હોય એમની થાકના લીધે કેવી હાલત થાય? મને સામાન મેળવતા મેળવતા લગભગ અડધો કલાક જેટલો સમય થઇ ગયો. બહારથી આવનારા કોઇ પણ માણસ એરપોર્ટ પરથી એક ઇમ્પ્રેશન લઇને જાય છે એટલે મોદી સાહેબે ખરેખર હવે એરપોર્ટને આધુનિક કરવા વિશે વિચારવું જ રહ્યું.

એરપોર્ટની બહાર તો વળી વધારે બૂમરાણ. એટલી પબ્લિક હતી કે બિચારી સિક્યુરીટી અને પોલીસના માણસોની પણ વાટ લાગેલી હતી. એક એક માણસને લેવા માટે મારા ખ્યાલથી ઓછામાં ઓછા 4-5 માણસો આવ્યા હશે (મને લેવા 6 જણ આવેલા :)) અંદર સામાન લેવામાં અને ઇમીગ્રેશન ક્લિયર કરવામાં એટલી વાર થઇ ગઇ કે બહાર ઉભેલી પબ્લિકની ધીરજ પણ ના રહે. મારી સામાનની ટ્રોલી લઇને આગળ વધવાની પણ બહાર જગ્યા નહોતી. એમાં જો પોતાનું કોઇ દેખાઇ ગયું તો બૂમાબૂમ "એ ભઇલા અહીંયા… અહીંયા…" કે પછી "એ મામા આયા…….." વગેરે વગેરે. હું માંડ માંડ બહાર નીકળતો હતો તો પણ વચ્ચે 2-3 જણા હાથ પકડીને મને રોકી લીધો પૂછવા કે સિંગાપોરની ફ્લાઇટમાં જ હું આવ્યો કે કેમ? હવે એ લોકોને શું કહેવું કે ભાઇ અમદાવદના કહેવાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગણીને 4-5 ફ્લાઇટ ડાયરેક્ટ ઇન્ડિયા બહારથી આવે છે અને એ ટાઇમે બીજી કોઇ ફ્લાઇટ નથી હોતી.

જો કે આ બધી અગવડો એક તરફ પણ સ્વજનોને મળવાનું સુખ અને ઇન્ડિયામાં આવવાનું સુખ એક તરફ. લાઇનમાં ઉભેલા દરેક NRIની વાતોમાં એક પ્રકારનો આનંદ હતો ઇન્ડિયા આવવાનો. દરેકના પ્લાનિંગ હતા. કોઇના નાના છોકરાઓ કે ટાબરિયાઓ પહેલી વાર ઇન્ડિયા આવી રહ્યા હતા એટલે માતા પિતા બધુ સમજાવી રહ્યા હતા કે બધુ બતાવી રહ્યા હતા.  દરેકના ખાવા-પીવાના, હરવા ફરવાના અને શોપિંગના પ્લાનિંગ હતા. NRI થઇ ગયા પછી ઇન્ડિયામાં આવીને રૂપિયા વાપરવા થોડા ઓછા આકરા લાગે. વળી અમુક વસ્તુઓની ખરીદીનું પ્લાનિંગ કે ખાવા પીવાના કાર્યક્રમો ઇન્ડિયા બહાર થઇ જ ના શકે. એટલે બધાને મજા કરવી હતી.

બસ આ બધા નિરીક્ષણો કરીને એરપોર્ટ પરથી બધા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.

3 Responses

  1. […] 01 […]

  2. અમદાવાદમાં હવે તો નવું ટર્મિનલ બની ગયું છે.

  3. અમિતભાઇ,
    અમદાવાદમાં નવું ટર્મિનિલ બની ગયું છે અને એનો અનૂભવ પણ લઇ લીધો છે. પહેલા કરતા સારુ છે પણ હજી ઘણા સુધારાની જરૂર છે એને આંતરરાષ્ટીયા કક્ષાનું બનાવવા માટે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: