ઇન્ડિયા ડાયરી – 6 : Ahmedabad’s Science City ઉઘાડી લૂંટ

મેં ગુજરાતી છાપાઓમાં વાંચ્યં હતું કે અમદાવાદમાં Science City બન્યું છે એટલે મેં નક્કી કર્યું હતું કે ઇન્ડિયા જઇશું ત્યારે જોઇશું. અહીં સિંગાપોરનું Science Centre બહુ સરસ છે. હું 2-3 વખત ત્યાં ગયો છું અને મને મઝા પણ આવે આવી જગ્યાઓએ જવાની એટલે મને અમદાવાદમાં Science City કેવું બન્યું છે એ જોવાની તાલાવેલી હતી.

DSC02072

અમદાવાદમાં Science City એ શહેરથી દૂર છે. મારા ઘરથી તો લગભગ 15-20 કિમી જેટલું થાય તોય અરમાનો લઇને અમે ઉપડ્યા જોવા. જોયા પછી મને બહુ જ નિરાશા થઇ. ચોખ્ખા શબ્દોમાં કહું તો હજી ત્યાં ધૂળ અને પથરા સિવાય ખાસ કશું નથી. જો કે મને સૌથી વધૂ મનદુ:ખ એ જોઇને થયું કે કંઇ ના હોવા છતાં ત્યાં લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો અત્યારથી જ ચાલુ થઇ ગયો છે.

દરવાજેથી અંદર જવા માટે પહેલા પ્રવેશ ફી 10 રૂપિયા. પાર્કિંગ ફી 5-10 રૂપિયા.  અંદર ગયા પછી દરેકના પૈસા અલગથી અને ભાવ પણ સામાન્ય માણસને ના પરવડી શકે એવા.

DSC02073 

ઉપર ભાવપત્રકનો ફોટો છે. આમાંથી જે પણ ફ્રી છે એ જેવી તેવી હાલતમાં છે અથવા બની રહ્યું છે. IMax મૂવી શો ના 125 રૂપિયા અને 12 વર્ષથી નીચેના બચ્ચાઓ માટે 100 રૂપિયા. બોલો હવે સામાન્ય લોકોને પરવડી શકે. ખાલી મૂવી શો જોઇને આવે તો પણ 150 રૂપિયા ઘૂસી જાય એક વ્યક્તિ દીઠ. એનર્જી પાર્કના કોઇ ઠેકાણા નહોતા. Science City બનાવવાનો મતલબ એ હોવો જોઇએ કે વધૂમાં વધૂ લોકો આવે અને વિજ્ઞાનમાં લોકોની રૂચિ કેળવાય. એ માટે લોકોને પોષાય એ રીતના ભાવ રાખવા જોઇએ. સિંગાપોરમાં એકદમ સરસ Science Centre છે છતા એના ભાવ એકદમ ઓછા છે. 6 ડોલર પ્રવેશ ફી છે. 6 ડોલર એટલે કશું ના કહેવાય આમ જોવા જઇએ તો અને અંદર પછી બધું મફત જોવાનું. અલગથી કોઇ ટિકીટ નહીં લેવાની. ખાલી 10ડોલરમાં જ IMax મૂવી. સ્કૂલના બાળકો માટે તો લગભગ ફ્રી જેવું જ છે.

નીચે મૂકેલા ફોટા Science City ના ટોઇલેટના છે. હજી નવું નવું બન્યું છે તેમ છતાંય હાલત જુઓ બારી બારણાંની. આ જોઇને તો એમ જ લાગે કે આ પૈસા ખાવા માટે જ પ્રોજેકટ ચાલે છે.

DSC02081        DSC02080

ફરી ફરીને અમને કંઇ મળ્યું નહીં એટલે કંટાળીને મ્યુઝીક ફાઉન્ટેનમાં અમે ગયા તો એમાં પણ કંઇ બહુ મઝા ના આવી. ગીતો વાગતા હોય અને ફૂવારા છૂટયા કરે એનો શું મતલબ? ગીત જે વાગતું હોય એની સાથે ફૂવારાની કોઇ રીધમ જ નહીં. ગીત વાગે અને લાઇટો સાથે ફૂવારા ઉછળ્યા કરે જેમ તેમ એમાં અમારા જેવા NRI માણસોને તો ના જ મઝા આવે. 

જોઇએ હું આવતા વર્ષે ઇન્ડિયા જઇશ ત્યાં સુધીમાં કંઇ સુધારો થાય છે કે નહીં? સૌથી પહેલા તો Science City ની મૂલાકાતને સામાન્ય માણસ માટે affordable બનાવવાની જરૂર છે. વિધ્યાર્થીઓ માટે તો મારા મતે મફત જ હોવું જોઇએ જેથી એ લોકોનો વિજ્ઞાનમાં રસ જાગૃત થાય.

5 Responses

 1. અમ્મેરીકામાં તો ભાઈ જે-તે જગ્યે 35-40$ની ફી હોય છે, જે સામાન્ય માણસને થોડીક ખુંચે તેવી તો છે જ…

 2. “ખાલી 10ડોલરમાં જ IMax મૂવી.” I think 10$ are equivalent to 450 INR. Here it is 125 Rs. I cant understand your point.

 3. નવનીતભાઇ,
  10 સિંગાપોર ડોલર એટલે લગભગ 350 રૂપિયા જેવું થાય. બીજું કે 10 ડોલર અને 125 રૂપિયા એ બન્નેમાંથી તમને શું ગજવામાંથી બહાર કાઢતા તકલીફ ના થાય એ સમજવા માટે તમારે ડોલરિયા દેશનો અનુભવ કરવો રહ્યો.

  તમે ડોલરિયા દેશમાં હો ત્યારે 10 ડોલરની કિંમત તમને એટલી ના લાગે હા પણ રૂપિયામાં ગણો તો અઘરુ પડે.

  વળી બીજી એક આડ વાત કે અહીં જો સાયન્સ સેન્ટર અને IMaxની સાથે ટિકીટ લો તો ખૂબ ઓછા ડોલરમાં લગભગ 12-13 ડોલરમાં પતી જાય.

 4. Agree with what u say, but it is not very new, it is there since few years now and in India we always have problems with maintenance so i would expect that condition of toilets… I think first time i been there was may be 5 years back !

  And ya once you see Musical fountains outside India, you might not find anything new, but i used to love it when i was there and we used to go only there if nothing else in Science city for some drive and time pass…. ( As you have said we used to feel same abt 125rs movie ticket … very high …. so a long drive and 20rs musical fountain was good time pass for us )
  And we hated that entrance fee :/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: