Paa

છેલ્લા કેટલાક સમયથી હું બીગ બી બચ્ચન સાહેબનો બ્લોગ વાંચુ છું. વાંચવાની મઝા આવે છે અને બીગ બી પણ બ્લોગના વાચકો તરફ સારો એવો સમય અને પ્રેમ દાખવે છે. એટલા માટે જ બીગ બી એ Paa ફિલ્મનો પ્રિવ્યુ પોતાના બ્લોગ પર મિડીયાની સાથે જ પોતાના FmXt માટે મૂક્યો હતો. પ્રિવ્યુ જોયા પછી થોડા સમય માટે તો મને ખબર જ ના પડી કે મેં આ શું જોયું. બીગ બી મારી સામે હોત તો હું ચરણોમાં જ પડી ગયો હોત. Auro ના પાત્રમાં બીગ બી છે એ પહેલા ખબર જ ના પડી.

મિડીયા તો Paa નો પ્રિવ્યુ જોઇને એકદમ અભિભૂત થઇ ગઇ છે. બીગ બી એ મિડીયાના અમુક પ્રતિભાવો મૂક્યા છે બ્લોગ પર જે ખરેખર વાંચવા જેવા છે. સિંગાપોરમાં આ મૂવીને થિયેટરમાં જઇને જોવાનું અત્યારે તો નક્કી કરી લીધું છે.

Advertisements

3 Responses

 1. વેલકમ બેક!

  Robin Williams આવા જ વિષય લઈને JACK(1996)માં આવી ગયા છે.
  એનો સાર નીચે મુજબ છે.

  Because of an unusual aging disorder that has aged him four times faster than a normal human being, a boy enters the fifth grade for the first time with the appearance of a 40 year old man!

  JACK(1996)માં રોબિને આવા કોઈ વેશપરિવર્તન કરેલ નથી. એટલે ‘પા’માં બીગ બી કંઈ નવું કરે એવી આશા રાખીએ.

  JACK જો આપે ન જોઈ હોય પાને પપ્પી કરો તો પહેલા જોઈ લેશો. માણવા જેવી છે.

  બાકી તો ‘પા’તો જોઈએ ત્યારે જ ખબર પડશે. કારણ કે, રામગોપાલ વર્માના શોલાના નવા વર્જનમાં પણ બિગ બીના મેઈક અપના કારણે બહુ ચર્ચા થતી અને શું નીકળ્યું??

  આપણા બોલિવુડનું કંઈ કહેવાય નહિ. આમાં બિગ બીને ઉતારી પાડવાની વાત નથી એ ખ્યાલમાં રાખશો.

 2. નટવરભાઇ,
  સમયની અનૂકુળતા હશે અને ઓનલાઇન મળશે તો JACK જોવાનો પ્રયત્ન કરીશ. મને પા માં બિગ બીના મેક અપ ઉપરાંત જે નિખાલસતાથી ડાન્સ અને અભિનય કર્યો છે પ્રિવ્યુમાં એમાં મઝા આવી. મને લાગે છે કે બ્લેક બાદ આ બીગ બીનો સૌથી ઉત્તમ અભિનય હોવો જોઇએ.

 3. બીગ બી પોતે ૧૧૦% આપે છે. પણ એમને એવા દિગ્દદર્શક નથી મળતા. સંજય લીલા ભણસાળી જેવા. સંજયે ખામોશીમાં નાના અને મનિષા પાસે જે કામ કરાવ્યું છે એ કક્ષાએ નાના પાટેકરને કોઈ દિગ્દદર્શક લઈ જઈ શક્યા નથી.
  એજ પ્રમાણે મનિષા કોઈરાલા પણ. છેલ્લી સ્પિચ તો માઈંડ બ્લોઈંગ છે.
  બિગ બીએ હવે પસદંગીના જ પાત્રો કરવા જોઈએ.

  વેશભુષા અને મેઈકઅપ માટે આપણે કમલ હાસનને ન ભુલવો જોઈએ. ચાચી ૪૨૦ અને અપ્પુરાજા કેમ વિસરાય? વળી એક બીજું સિનેમા પણ એનું માણ્યુ હતું જેમાં એ બાપ અને દીકરા બન્નેનો રોલ કરે છે. હિન્દુસ્તાની કે એવું કંઈક ટાઈટલ હતું.

  રોબિને જે પ્રયોગ કર્યા છે એ ખરેખર જોવા જેવા છે. હું રોબિનનો આશિક છું. Mrs. Doubtfire (1993) મારૂં ઓલ ટાઈમ ફેવરીટ.
  તો Bicentennial Man (1999),One Hour Photo (2002) વગેરે સમય મળ્યે માણવા જેવા છે. આપણા ઘડાયેલ કલાકારોએ શિખવા જેવું છે. પણ આપણા દર્શકો ન પણ પચાવે એટલે આપણા દિગ્દદર્શકો પ્રયોગશીલ નથી થતા. ક્યારેક Wednesday જેવા મુવી આવે ત્યારે લાગે છે કે પ્રયોગ થઈ રહ્યા છે. પણ બહુ ઓછા. હા એમાં તારે ઝમીન પર પણ આવે… સરસ મુવી. બાકી તો ટાઈમ પાસ..

  આપનો આભાર કે આપે મને પ્રત્યુત્તર આપ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: