Garba event in Tampines

આ વખતે સિંગાપોરમાં છેલ્લા 2-3 વર્ષની સરખામણીમાં ઘણી બધી જગ્યાએ ગરબા થઇ રહ્યા છે. દરેક જગ્યાએ મોંઘી ટિકીટો છે અને આયોજકોએ કમાવાનો વેપલો માંડ્યો છે. સિંગાપોર ગુજરાતી સમાજે પણ ગરબાનું આયોજન કર્યું છે પણ ટિકીટની કિંમત રાખી છે 30 ડોલર અને જો ગુજરાતી સમાજના સભ્ય હો તો 15 ડોલર ટિકીટના. ત્યાં ખાવા પીવાની સગવડ હોય છે તો પણ 30 ડોલર વ્યક્તિ દીઠ બહુ કહેવાય. મારે જવું હોય તો મને તો 60 ડોલર બે જણના પોષાય એમ નથી. બદલાયેલા જમાનાની તાસીર છે આ કે દરેક તહેવારો પણ હવે ધંધો થઇ ગયા છે એટલે હવે વસવસો કરવા જેવું રહ્યું નથી.

જો કે આ નવરાત્રીમાં હું સાવ કોરો પણ રહેવાનો નથી કારણ કે ટેમ્પીનીસમાં શરદપૂનમના ગરબા 3જી ઓક્ટોબરના રોજ યોજાવાના છે. હું જ્યારથી સિંગાપોર આવ્યો ત્યારથી ટેમ્પીનીસમાં જ રહુ છું અને છેલ્લા ત્રણ વર્ષથી અહીં ફેસ્ટીવલ પાર્કમાં યોજાતા ગરબાનો આનંદ લઉ છું. અહીં ફ્રી સ્ટાઇલમાં જ ગરબા રમાડાય છે પણ ખરેખર બહુ મઝા આવે છે. અહીં પ્રોફેશનલ આયોજન અને નફાખોરી કરતા લોકોના મનોરંજન અને આનંદ પર વધારે ભાર મૂકવામાં આવે છે. ગઇ વખતે સનેડો ગવડાવીને લોકોને જે મઝા કરાવી હતી એ અદ્દ્ભૂત હતું કદાચ મને અમદાવાદ/મુંબઇમાં પણ એટલી મઝા ક્યારેય નહોતી આવી. આ ગરબાના પ્રોગ્રામમાં પ્રવેશ ફી નથી જેને આવવું હોય એ આવી શકે છે અને ગરબાનો આનંદ માણી શકે છે. જો ટિકીટ લીધી હોય તો નાસ્તો આપવામાં આવે છે અને ના લીધી હોય તો ખાલી ગરબાનો આનંદ માણો અને મજા કરો. આ વખતે ટિકીટનો દર રાખ્યો છે 3 ડોલર અને એમાં પણ ભાજી પાવ નાસ્તા તરીકે આપવામાં આવશે. હવે 3 ડોલરમાં ભાજી પાવ અને ગરબાનો આનંદ આજના જમાનામાં કોણ કરાવવાનું હતું? આ વખતે મેં પણ ટિકીટ વેચવાના કામમાં ઝંપલાવ્યું છે અને ફકત 2 દિવસની અંદર જ 50 ટિકીટો વેચી નાંખી છે અને હજુ પણ વધારે ટિકીટો વેચાશે એમ લાગે છે.

આ વખતે મોટા ભાગના મિત્રો આવવાના છે આ પ્રોગ્રામમાં એટલે ખૂબ મઝા આવશે. રુહીને પહેલી વખત traditional dress (ચણિયા ચોળી) પહેરાવવાનો છે. આ વખતે આખા પ્રોગ્રામનું વધૂમાં વધૂ વિડીયો શૂટ અને ફોટા થકી કવરેજ કરવું છે. સિંગાપોરમાં રહીને પણ નવ રાતો નહીં તો એક દિવસ માટે પણ ગરબાનો મબલખ આનંદ લૂટી શકાય છે એ ખૂબ આનંદની વાત છે મારા માટે.

ફ્લેશબેક

નવરાત્રી સમયે  દર વખતે મને અમદાવાદમાં રમેલા ગરબાની યાદો તાજી થઇ જાય છે. એક જમાનામાં સવારના 4-5 વાગ્યા સુધી ગરબા ગાવા નવરાત્રીમાં એ મારા માટે બહુ સામાન્ય વાત હતી. દિવાળી કરતા પણ મને નવરાત્રીનો ઉત્સાહ વધારે રહેતો હતો. અમે એ વખતે અમારા બ્લોકના ધાબા પર માતાજીની આરતી પણ કરતા હતા અને આજુબાજુના 4 બ્લોકના બધા લોકો આરતીમાં આવતા. આરતી પતે એટલે તરત જ પ્રસાદ આપવા જવાનું. અમારી આજુબાજુના 4 બ્લોકમાં દરેકના ઘરે જઇને અમે પ્રસાદ આપતા. આરતીનો વહીવટ પતે એટલે તરત જ ઘરે જઇ નહાઇ ધોઇને તૈયાર થઇને ખેલૈયા બની ગરબા રમવા પહોંચી જવાનું. અમારી સોસાયટીના ગરબા બહુ ફેમસ હતા અને લોકો સારી એવી સંખ્યામાં આવતા હતા. શરૂઆતના દિવસોમાં 2-3 વાગ્યા સુધી અને છેલ્લા 3-4 દિવસોમાં તો સવારના 4-5 વાગ્યા સુધી મન મૂકીને અમે નાચતા હતા. બે તાળી, ત્રણ તાળી, રાસ, ફ્રી સ્ટાઇલ, હીંચ, ભાંગડા એમ દરેક પ્રકારના ગરબા કમ ડાન્સ અમે કરતા હતા. નોમના ગરબા બાદ ગરબો વળાવવા જવાનું અને પાછા આવીને સોસાયટી દ્વારા આયોજીત ફાફડા જલેબીના કાર્યક્રમનો પણ લાભ લેવાનો. છેલ્લા દિવસે ઘરે આવતા સવારના 6-7 તો વાગી જ જતા. વળી મુગ્ધાવસ્થાના એ રંગીન સમયનું અને દિવસોનું શું કહેવું. કદાચ નવરાત્રીના નવ દિવસો એ જ જીંદગી છે એમ લાગતું હતું. અમુક મધુર યાદો હજી પણ દિલના એક ખૂણામાં સચવાયેલી છે. અમારા સોસાયટીની પ્રજા બહુ ગરબા રસિક હતી. અમારે સોસાયટીના કોઇ પણ કાર્યક્રમનું આયોજન હોય પણ ગરબા તો અચૂક હોય જ પછી એ હવનનો કાર્યક્રમ હોય કે ઉત્તરાયણ હોય. લોકો એટલા કેપેસિટી વાળા હતા કે ઢોલી બિચારા વગાડી વગાડીને થાકી જાય પણ અમારા નરબંકાઓ ના થાકે.

પાછા વર્તમાનમાં

પણ ते ही नो दिवसो गता: સમય જતા બધું છૂટતું ગયું. હવે પહેલાની જેમ ઠેક્ડા મારી નથી શકતો તેમ છતાંય ગરબા તો થોડા ઘણા રમી  જ લઉ છું. મને એમાં મઝા આવે છે. આશા રાખું કે 3જી ઓક્ટોબરના આ વખતના પ્રોગ્રામમાં મજા આવે. 

Advertisements

6 Responses

 1. Ohh ya i miss garba too…
  your description of garba in abad lead me to memories of good old days…
  lucky you, atleast you will get it for one day…

  enjoy, have fun… and Happy Navratri 🙂

  • Thanks lopa for your good wishes.
   I’m really looking forward to this 3rd October event. I will enjoy this one day event to the fullest.

 2. “કદાચ નવરાત્રીના નવ દિવસો એ જ જીંદગી છે એમ લાગતું હતું. અમુક મધુર યાદો હજી પણ દિલના એક ખૂણામાં સચવાયેલી છે”.
  “દિવાળી કરતા પણ મને નવરાત્રીનો ઉત્સાહ વધારે રહેતો હતો”.
  This 2 sentences sound like my own feelings. I used to do the same in Baroda as a young girl, now we only go 2-3 times in a whole year(in the US). Enjoy to the fullest on the 3rd, my friend. Bina.

 3. Hi

  For so long v didnt knw navratri is celebrated in tampines. V wld like to go to tampines this yr but not sure where to get the tkts frm..?
  But u have written really well..thx for ur post:)
  Happy Navratri 2010!!

  Purvi

  • પૂર્વીબેન,
   આ વર્ષના ગરબાના પ્રોગ્રામ અંગે તમારા મેઇલમાં માહિતી મોકલી છે.

   • thx krunalbhai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: