7th month of ghost

ચાઇનીઝ લોકો પણ આપણા ભારતીય લોકોની જેમ શ્રધ્ધાળુ (અથવા અંધશ્રધ્ધાળુ) અને રીતિરિવાજોમાં માનવાવાળા હોય છે. આપણે જેમ શ્રાધ્ધપક્ષ ઉજવીએ છીએ એમ એમના કેલેન્ડરમાં પણ 7મા મહિનાને ghost month તરીકે એ લોકો ઉજવે છે. આ ghost month લગભગ આપણા શ્રાધ્ધપક્ષના દિવસો દરમ્યાન જ હોય છે. આપણે જેમ કાગડાઓને ખીર અને પૂરી ખવડાવીએ છીએ એમ આ લોકો પણ જાતજાતનું ખાવાનું આ દિવસો દરમ્યાન પિતૃઓ માટે મૂકે છે અને પ્રાર્થના કરે છે. નીચે અહીંના લોકોએ પોતાના પિતૃઓ માટે મૂકેલા ભોજનની કેટલીક તસ્વીરો છે.

IMAG0154

     IMAG0162

આ દિવસો દરમ્યાન અમુક લોકો મંદિર (મને તો મંદિર જેવું જ લાગે છે બાકી ખબર નહીં આને ચાઇનીઝ લોકો શું ગણતા હશે) જેવું પણ બનાવે છે અને રોજ અગરબત્તી અને મીણબત્તી સળગાવી પૂજા કરતા હોય છે અને વિવિધ ખાવાની વસ્તુઓનો ભોગ લગાવતા હોય છે. મારા ઘરની નીચે પણ આવો એક મંદિર જેવો setup છે જેનો ફોટો નીચે મૂક્યો છે.

IMAG0155

 

એક વિશિષ્ટ રિવાજ પણ આ મહિના સાથે સંકળાયેલો છે અને એ છે ખાસ પ્રકારના પ્રિન્ટ કરેલા કાગળો બાળવાનો. આ આખા ghost month દરમ્યાન ચાઇનીઝ લોકો એક ગોળ કૂંડાળું કરે જમીન પર ચાકથી અને એમાં એક ટાંકી જેવું મૂકે અને એમાં કોઇ ખાસ પ્રકારના કાગળિયા એક પછી એક (હા એક પછી એક નાંખે એક સાથે આખો કાગળિયાઓનો થોકડો નહીં) નાંખીને બાળે. આખા મહિના દરમ્યાન મારા ઘર નીચે જ ટન બંધ આવા કાગળિયા સળગી ચૂક્યા છે. છેલ્લા દિવસે તો એટલા કાગળિયા બાળ્યા લોકોએ કે મને જાણે હું સ્મશાનમાં બેઠો હોઉ એમ લાગતું હતું.🙂 નીચેના ફોટામાં કાગળિયા સળગાવવા માટે મૂકેલા પીપડાની એક મિની આવૃત્તિ છે. થોડી ગંદકી પણ થઇ જાય છે આના લીધે પણ ચાલે. થોડી સહિષ્ણુતા તો રાખવી જ રહી.

IMAG0156

બે ત્રણ દિવસ પહેલા  આ મહિનાનો છેલ્લો દિવસ હતો અને ચાઇનીઝ પ્રજા છેલ્લા દિવસે એકદમ પૂરા જોશમાં કાગળિયા બાળવામાં લાગેલી હતી. છેલ્લા દિવસે મારા ઘર નીચે તો લોકોએ દિવાળીની જેમ રોશની કરીને કાગળિયા બાળ્યા હતા. નીચે એનો ફોટો મૂકેલ છે. (picture quality થોડી poor છે)

 

IMAG0169

વિકી પર આ ghost month વિશે વધૂ માહિતી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: