Locals v/s foreigners

“Son of the soil” નો મૂદ્દો ભારત હોય કે પછી બીજો કોઇ દેશ હોય દરેક જગ્યાએ સરખો જ રહેવાનો. મંદીના જમાનામાં અત્યારે દુનિયાના દરેક ખૂણામાંથી બૂમો આવી રહી છે કે બહારથી (ટૂંકમાં ઇન્ડિયાથી) આવેલા લોકો જે તે દેશના નાગરિકોની રોજી રોટી છીનવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બધે જ આ મારામારી ચાલી રહી છે. અમેરિકામાં ઓબામા સાહેબે H1 વિઝાના ઉપયોગ કરવાવાળી કંપનીઓ પર અંકુશો લાવી દીધા એટલે કંપનીઓ હવે H1 વિઝાવાળી વ્યક્તિ કરતા લોક્લ લોકોને પ્રાધાન્ય આપવા લાગ્યા. બ્રિટને ઇમીગ્રેશન માટે નિયમો એકદમ કડક બનાવી દીધા એટલે બહારના લોકો સહેલાઇથી ઘૂસ ના મારી શકે. ઓસ્ટ્રેલિયામાં તો લોકલ લોકોએ હવે મારવા લીધા છે ઇન્ડિયનોને એટલે હવે ઇન્ડિયન વિધ્યાર્થીઓ અને પ્રોફેશનલો ત્યાં જવાનું ટાળે છે. આજ વાયરો હવે સિંગાપોરમાં પણ વાયો છે. ગઇકાલે અહીંના પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું કે આર્થિક મંદી અને ભવિષ્યના આર્થિક વિકાસ દરને ધ્યાનમાં રાખીને બહારના દેશોમાંથી મર્યાદિત લોકોને જ સિંગાપોરમાં બોલાવવામાં આવશે. આનો ગર્ભિત અર્થ એ થયો કે અત્યાર સુધી લોકોને જે આરામથી permanent residency કે પછી employment visa / work permit મળી જતી હતી એ હવે નહીં મળે. વળી સરકાર હવે અહીંના નાગરિકો (citizen)અને રહેવાસીઓ (resident) ને અપાતી સવલતોમાં પણ ભારે ફેરફાર કરવાનું વિચારે છે. સરકાર અહીંના નાગરિકોને વધારે અને રહેવાસીઓને ઓછા ફાયદા આપવા માંગે છે. (જો કે મને એ ખબર ના પડી કે રહેવાસીઓને એવા તો શું ફાયદા કરી આપે છે અહીંની સરકાર હાલમાં કે એ ફાયદા ઓછા કરી શકે?)

અહીંના પ્રધાનમંત્રીના નિવેદનના સમાચાર નીચેની લિંક પર છે.

Slower intake of foreigners

સિંગાપોરના લોકલ લોકોમાં પણ બહારથી આવેલા લોકો પ્રત્યે ભારોભાર રોષ છે. પ્રધાનમંત્રીના નિવેદન પર અહીંના લોકોએ જે પ્રતિભાવો આપ્યા છે એ અહીં વાંચવા જેવા છે. અમુક લોકો લખે છે કે પ્રધાનમંત્રી આવું કહે છે કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે (આઇલા અહીં પણ ચૂંટણીના સમયે લોકો આગળ ગાજર લટકાવવામાં આવે છે :)) અમુક કહે છે સિંગાપોરમાં જે પણ સારા અને ટેલેન્ટેડ લોકો છે એ બીજા પશ્ચિમી દેશોમાં જતા રહે છે એટલે સિંગાપોરમાં બહારથી લોકોને બોલાવવા પડે છે. અમુક કહે છે સિંગાપોર સમાવી શકે એના કરતા વધારે લોકો સિંગાપોરમાં બહારથી આવી ગયા છે. (સરકારી આંકડાઓ મુજબ સિંગાપોરમાં ગયા વર્ષે 20000 નવા citizen અને 67000 જેટલા નવા resident લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે ખોબા જેવડા દેશમાં જો દર વર્ષે લાખ લોકો નવા ઉમેરાય તો સમસ્યાઓ તો થવાની જ ને?) આમ દરેકે જુદા જુદા મૂદ્દાઓ સાથે રસપ્રદ પ્રતિભાવો આપ્યા છે.

અમુક હદ સુધી મને લાગે છે કે અહીંના લોકોનો રોષ વ્યાજબી પણ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીંની સરકારે સિંગાપોરના દરવાજા બહારના લોકો માટે સાવ ખોલી દીધા હતા અને એના લીધે મારા જેવા લોકો પણ સિંગાપોરમાં ઘૂસીને resident બની ગયા. વધૂ પડતા લોકો આવવાને લીધે અનેક તકલીફો વધી છે. અહીંની ટ્રેનો હવે કાયમ ભરેલી દોડે છે. રોડ પર ટ્રાફિક વધતો જાય છે. મકાનોના ભાડા વિશે તો કઇ કહેવા જેવું જ નથી. મકાન ખરીદવાનું સપનું પણ લોકોનું મોંઘું થતું જાય છે. મારુ અંગત મંતવ્ય છે કે અહીંની સરકારે હવે ખરેખર થોડી બ્રેક મારવાની જરૂર છે નહીં તો ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ જશે અમુક વર્ષોમાં.

P.S. :

હું હાલમાં સિંગાપોરમાં રેન્ટ પર નવું ઘર શોધી રહ્યો છું. વર્તમાનપત્રમાંથી જાહેરખબર જોઇને હું 5 વ્યક્તિઓને હું એપ્રોચ કરું છું SMS  દ્વારા તો સામેથી 2-3 નો જવાબ આવે છે “Sorry, no Indians”. કેવું અપમાનજનક લાગે આ પણ સત્ય તો સ્વીકારવું જ રહ્યું કે આપણે આપણા દેશમાં નથી એટલે આવું તો ચાલતું રહેવાનું. (જો કે હવે આપણા પોતાના દેશમાં પણ રાજ ઠાકરે જેવા નેતાઓના લીધે આપણી આવીજ હાલત થવાની છે.)

Advertisements

3 Responses

 1. અહિં Australia માં પણ કંઈક અંશે આવી જ સ્થિતી છે! પણ આ “Sorry! no Indians” શક્ય લાગતું નથી! At least મોઢા પર કહી દેતા/શકતા તો નથી જ!

 2. મનીષભાઇ,

  no Indians વાળી વાત એકદમ 100% સાચી છે. આ મારો સ્વાનુભવ છે. અહીંના અમુક લોકોનું એવું માનવું છે કે ઇન્ડિયન લોકો રોજ રસોઇ ઘરે કરે એટલે ઘર વધારે ગંદુ થાય. અમુક લોકોને એવું લાગે કે છોકરાઓના લીધે ઘર વધારે ગંદુ થશે. એટલે દરેક લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે. સમસ્યા હજી એટલી વિકરાળ નથી પણ શરૂઆત તો થઇ જ ગઇ છે. ભારતની બહાર નીકળીએ એટલે આવું બધું તો રહેવાનું જ. After all we are cheap labour in eyes of world.

 3. Hi Friends,

  well for Singapore, only Chinese ( Singaporean born and bought up) house owner sometimes don’t like to give house to indian expat is mainly for kitchen stuff. Australia , they have some racism.
  in Singapore, Malay house owners are always good ( 90%).
  Kunal you can check on http://www.redad.com website for your house on rental basis. Green line is expensive, red line is ok. good house and cheap rental on purple line.

  if possible we will catch up.( or we might came across)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: