Pasta Fresca Da Salvatore

ઓફિસમાં અમારા ગ્રુપમાં હવે બે પ્રોજેક્ટ સાથે ચાલી રહ્યા છે. એક પ્રોજેક્ટ જેમાં હું પહેલા કામ કરતો હતો એ અને બીજો પ્રોજેક્ટ જેમાં હું હાલમાં કામ કરુ છું એ. આજે અમારા બીજા પ્રોજેક્ટના ગુપે પાર્ટી રાખી હતી એટલે (કદાચ તમે લઇ ગયા અને અમે રહી ગયાની વૃત્તિથી પ્રેરાઇને) જાપાનથી આવેલા અમારા બોસે પણ અમારા માટે પાર્ટીનું આયોજન કર્યું. આજે સવારે બોસે બોલાવીને મને પાર્ટીનું આયોજન કરવાની જવાબદારી સોપી. અમારા ગ્રુપમાં અમુક લોકો (જેમાં હું પણ આવી ગયો) pure vegetarian ખાવાનો preference ધરાવે છે એટલે અમે લોકો આવી પાર્ટીઓ મોટાભાગે કોઇ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં રાખીએ છીએ. પણ આજે સવારે બોસે મને પૂછ્યું કે અમે લોકો ઇન્ડિયન વેજીટેરીયન સિવાય બીજું કોઇ વેજ ખાવાનું ખાઇ શકીએ? એટલે હું સમજી ગયો કે આજે બોસનો ઇન્ડિયન ફૂડ ખાવાનો ઇરાદો ઓછો છે. એમણે મને કોઇ spanish રેસ્ટોરન્ટ વિશે કહ્યું. મેં તપાસ કરી તો એ spanish  રેસ્ટોરન્ટમાં વેજ ખાવાના option બહુ ઓછા હતા. એટલે મારે હવે કોઇ એવી રેસ્ટોરન્ટનો option શોધવાનો હતો જ્યાં internation food પણ મળી રહે અને વેજ ખાવાવાળા લોકોને પણ વાંધો ના આવે. પછી મેં અમુક ચાઇનીઝ, થાઇ, સ્પેનીશ અને ઇટાલિયન રેસ્ટોરન્ટ માટે તપાસ કરી. છેવટે મેં મારી પસંદગી ઇટાલિયન રેસ્ટોરન્ટ  "Pasta Fresca Da Salvatore" પર ઉતારી.

રેસ્ટોરન્ટના મેનુમાં પાસ્તા, સ્પેગેટી, પીઝા, ઇટાલીયન ડેઝર્ટ અને (સૌથી મહત્વની વાત) વાઇન/આલ્કોહોલ બેવરેજ એમ દરેક option હતા. વળી વેજ dishes પણ સારી એવી હતી. સાથે સાથે ઓફિસથી નજીક પણ હતી આ રેસ્ટોરન્ટ.

untitled 

પ્રથમ તો ગાર્લિક બ્રેડ ચીઝ અને ટોમેટોના ટોપિંગ સાથે ખાધા. ત્યારબાદ ઉપર બતાવેલા પાસ્તામાંથી અમે વેજ ખાવાવાળા બંધુઓએ  “FETTUCCINE” (ફોટામાં પહેલા નંબરે જે બતાવેલ છે એ) પાસ્તા ટામેટાના બેઝ સાથે ખાધા. બીજા પાસ્તા ગ્રેવી સાથે થોડા spicy flavorમાં પણ ખાધા. ત્યારબાદ ન્યાય કર્યો પીઝા અને ઇટાલીયન ડેઝર્ટ સાથે. વળી પાર્ટી હોય એટલે બીયર અને વાઇનનો ફ્રી ફ્લો તો હોય જ. ઘણા વખત પછી મેં આજે authenticate full Italian ખાવાનું ખાધું અને મજા આવી. હું ખાવાના મામલામાં ઔરંગઝેબ છું પણ આજે મને ઇટાલિયન ફૂડ ખાધા પછી લાગ્યું કે મારે ખાવાના મામલામાં થોડું સાહસિક થવું જોઇએ અને બીજ ઇન્ટરનેશનલ વેજ ફૂડ ખાવાના અખતરા કરવા જોઇએ.

Pasta Fresca Da Salvatore માટે મારું રેટીંગ 5 ના સ્કેલ પર

Food : 3.5 – 4

Ambience : 2.5

Service : 4.5

Over all : 3.5

 

દરેક ઇટાલીયન ડીશમાં ચીઝ ભારોભાર હતી એટલે હવે ખાધેલી ચરબી ઘટાડવા કસરત કરવી પડશે.🙂

At last thank you boss for a wonderful party.

 

Mi sono divertito cucina italiana di oggi

 

3 Responses

  1. યાર!
    મને તો આપની ઈર્ષા થાય છે. અને સાથે સાથે મ્હોંમાં પાણી ય આવે.

    આવી ઈકોનોમીમાં આપનો બોસ પાર્ટી, લંચ/ડિનર આપે એ માટે અભિનંદન.
    સારા બોસ મળ્યા છે…બોસ, આપને.

    અહિં હવે આવા ખર્ચા ઘટી રહ્યા છે અને બેગલ,ક્રિમ ચીઝ અને બ્રેકફાસ્ટ મળે તો ય સારૂં લાગે.

    • ડુંગરા દૂરથી રળિયામણા જ હોય નટવરભાઇ🙂

  2. yaar amare fasting month chale chhe to aava lekh Eid pachhi lakhva…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: