HDFC Home loan fare Singapore

આ વીકએન્ડમાં HDFC bank દ્વારા સિંગાપોરમાં હોમ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમ લોન મેળા સાથે ઇન્ડિયાથી ઘણા નામી બિલ્ડરો પણ પોતાની નવી યોજનામાં બનવાવાળા મકાન વેચવાની કવાયત કરવા આવ્યા હતા. મેળાનું આયોજન ઓર્ચડ રોડ પર મેરિટસ મેન્ડરીન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. મેળાની જગ્યા સારી હતી અને મારે આમ પણ હોમ લોન વિશે માહિતી જોઇતી એટલે હું પણ મારા એક મિત્ર સાથે આંટો મારી આવ્યો મેળામાં.

મેળામાં મુંબઇ, દિલ્હી, પૂને, બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોચી વગેરે સ્થળોથી બિલ્ડરો આવેલા હતા. ઇન્ડિયામાં પ્રોપર્ટીના ભાવ સાંભળીને મને તાવ ચઢી ગયો. મુંબઇથી હીરાનંદાની, રહેજા, લોઢા અને અમુક બીજા બિલ્ડરો આવ્યા હતા. મેં રહેજાના સ્ટોલ પર જઇને બોરિવલી વેસ્ટમાં એમની યોજનામાં 3 BHKનો ભાવ પૂછ્યો. મને જવાબ મળ્યો 3 કરોડ બોસ મારુ લોહી ફરતું બંધ થઇ ગયું. 1 Sq. Ft. નો ભાવ 12500 રૂપિયા. રહેજાવાળા ભાઇને મેં કીંધું બોસ કંઇક સસ્તુ નથી તમારી પાસે તો મને કહે સસ્તામાં સસ્તું 3 કરોડથી ચાલુ થાય છે. બોલો હવે આ લેન્ડ માફિયાઓ બોરિવલીમાં 1 Sq. Ft. ના 12500 માંગે છે તો ખબર નહીં અંધેરીથી આગળ તો આ લોકો કેટલા માંગતા હશે. લોઢા, રહેજા, હીરાનંદાની, આ બધા લેન્ડ માફિયાઓ જ છે અને આ લોકોએ સામાન્ય માણસના ઘર લેવાના સપનાને એકદમ અશક્ય જ બનાવી દીધું છે. પૂનેમાં પણ અમુક યોજનાઓ જોઇ પણ 2 BHK ના પણ કોઇ 27-28 લાખથી ઓછા નહોતા. આવા ભાવ સાંભળીને મારા જેવા NRI માણસોના (કે જે ડોલરમાં કમાય છે) પણ પરસેવા છૂટી ગયા તો ત્યાં રૂપિયામાં કમાતા આમ આદમીની તો શું હાલત થતી હશે. મુંબઇમાં તો પ્રોપર્ટી વિશે વિચારવાનું જ નહીં. અમદાવાદમાં પણ પ્રોપર્ટીના ભાવ બહુ વધી ગયા છે. મમ્મી એપ્રિલ મહિનામાં એક મકાન જોઇને સિંગાપોર આવેલા. એ વખતે બિલ્ડર એ ફ્લેટના 27 લાખ કહેતો હતો હવે ઓગસ્ટમાં (સિંગાપોરથી પાછા જઇને) મમ્મીએ ફરીથી પૂછ્યું તો બિલ્ડર હવે 33 લાખ માંગે છે.

મેળાની મૂલાકાત બાદના વિચાર વમળો :

 1. રૂપિયાની કિંમત દિવસે દિવસે ઘસાતી જાય છે અને મારે હું ડોલરમાં કમાઉ છું એમ વિચારી ખુશ થવાની જરૂર નથી. મને લાગે છે અહીંથી કમાઇને પાછા જઇશું તો કદાચ જ લોન વગર અમદાવાદમાં સારુ ઘર લઇ શકાશે. સિંગાપોર ડોલરના 33ના બદલે હવે 40 રૂપિયા મળવા જોઇએ.
 2. NRI ને બધા બિલ્ડરો સપના જ વેચે છે. કોઇ પણ સ્કીમ મેં એવી ના જોઇ કે જેમાં ક્લબ હાઉસ ના હોય, જીમ ના હોય, સ્વિમાંગ પૂલ ના હોય કે છોકરાઓ ને રમવા માટે અત્યાધુનિક પાર્ક ના હોય. હવે કાગળ પર બતાવેલ આ બધી વસ્તુમાંથી કેટલી સાચી હશે અથવા કેટલી ફેસિલીટી બનશે એ બિલ્ડર જ જાણે. આ બધી ફેસિલીટીઓના નામે બિલ્ડરો 2-3 લાખ વધારાના માંગી લેતા હતા. પર્સનલ પાર્કીંગના પણ વધારાના.
 3. સિંગાપોરમાં લોકો શા માટે 3 કરોડવાળા ઘરની યોજનાઓ લઇને આવતા હશે? મારા માનવા મુજબ સિંગાપોરમાં રહેતા NRI એટલા અમીર હોઇ જ ના શકે કે તેઓ 3 કરોડ રૂપિયાની ઇન્ડિયામાં પ્રોપર્ટી ખરીદી શકે. જે ખરીદી શકે એમ છે એ લાલ પાસપોર્ટ લઇને કાયમ માટે સિંગાપોરના થઇ ગયા હશે.
 4. મારે કમાણી વધારવાની જરૂર છે. શું કરવું કમાણી વધારવા માટે સમજાતું નથી.
 5. HDFC bank જોડે વહીવટ કરવાની ઇચ્છા થાય એમ છે જ નહીં. HDFC bankના નિયમોમાં જંગલી જેવી rigidity છે. આટલો મોટો લોન ફેર આયોજીત કર્યો હતો પણ લોન લેવાવાળાઓ માટે કોઇ promotion offer નહીં. મેં સીધી વાત કરી કે હું અત્યારે જ 10 લાખની લોન લેવા માટે અરજી કરી દઉ તો શું કોઇ discount મળે. મેં એમને processing fees, rate, pre payment માંથી કોઇ પણ મૂદ્દે flexibility બતાવવાની વાત કરી પણ જો એ માને તો HDFC bank કંઇ રીતે કહેવાય. આ બાબતમાં મને ICICI Bank ગમે છે. હું એમની સાથે ઘણી વખત સફળતાપૂર્વક negotiate કરી ચૂક્યો છું. છેવટે રવિવારે ICICI Bank ના એજન્ટને નવી લોન માટે “Go Ahead” કહી દીધું. નસીબ HDFC bank નું બીજું શું?
 6. પૂણેના એક બિલ્ડરની યોજનામાં ઓપન ઓફર હતી કે પહેલા બે વર્ષ સુધી HDFC bank નો જે પણ વ્યાજનો દર હોય એના કરતા 2% ઓછો વ્યાજનો દર ગણાશે. આવું 2%નું ગાજર HDFC bank તો આપી જ ના શકે તો પછી બિલ્ડરે કેમ આવું ગાજર લટકાવ્યું હશે?
 7. આપણે હંમેશા સસ્તુ શોધતા હોઇએ છે અને જો એ મળી પણ જાય તો સસ્તુ કેમ છે એમ શંકા કરીએ છીએ આવું કેમ?
Advertisements

3 Responses

 1. # આપણે હંમેશા સસ્તુ શોધતા હોઇએ છે અને જો એ મળી પણ જાય તો સસ્તુ કેમ છે એમ શંકા કરીએ છીએ આવું કેમ?
  Thanks to suckers like HDFC and builders 🙂

 2. Why would anyone want to live in shithole by the name of Mumbai? And pay Rs. 3 crore to live in that shithole? That doesn’t make sense…

 3. ~”‘ I am very thankful to this topic because it really gives great information :~:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: