The day when water taps turned dry….

આજે સવારે ભારે થઇ. સવારે 6:30 વાગ્યે ઉઠીને બાથરૂમમાં ગયો તો નળમાં પાણી જ નહોતું આવતું. પહેલા મને એમ કે હું હજી પણ ઉંઘમાં જ છું પણ બીજા બાથરૂમમાં અને રસોડામાં ચેક કર્યું તો ત્યાં પણ પાણી નહોતું આવતું. સાલુ સવારના પહોરમાં ઓફિસ અને ટિફીન બનાવવાના સમયે પાણી ના આવે તો મારામારી થઇ જાય. આજુબાજુના ઘરોમાં પણ પૂછી જોયું તો ત્યાં પણ પાણી નહોતું આવતું એટલે થોડી રાહત થઇ કે ચાલો આભ કંઇ મારા એકલાના માથે નથી ફાટ્યું.

પાણી ના આવવું આ પરિસ્થિતિ ઇન્ડિયામાં સામાન્ય કહી શકાય પણ 3+ વર્ષ થઇ ગયા મને સિંગાપોરમાં પણ મેં કોઇ દિવસ પાણીના નળને સુકાતા નથી જોયો. 24 કલાક, બારે માસ જ્યારે પણ નળ ખોલો એટલે પાણી હાજર જ હોય. એક વખત ખાલી પમ્પ બદલવાના મેઇન્ટેનન્સના કામના લીધે 2-3 કલાક પાણી બંધ રહ્યું હતું અને એ વખતે પાણી બંધ થવાની આગોતરી જાણ હતી એટલે પૂરતી સગવડ કરી લીધી હતી. જો કે સિંગાપોર અને ઇન્ડિયાનો સીન અલગ છે. સિંગાપોરમાં દર મહીને લોકોને પાણીનું બિલ ભરવું પડે છે 1 cu meter પાણી દીઠ અહીં 1.17 સિંગાપોર ડોલર ચૂકવવા પડે છે. દર મહીને લગભગ 30 – 35 સિંગાપોર ડોલર પાણીનું બિલ આવે જો સામાન્ય વપરાશ હોય તો. પેઇડ સર્વિસ હોવાના લીધે જ સર્વિસનું લેવલ અહીં જળવાઇ રહે છે. વળી ઇન્ડિયાની જેમ અહીં પાણીની પણ કોઇ સમસ્યા નથી કારણ કે ભરપૂર વરસાદ રહે છે બારે માસ.

પાણીની કોઇ સમસ્યા ના હોય એટલે ઘરમાં પાણી ભરેલું હોતું જ નથી. આજે સવારે પીવાના પાણીના બે બાટલા સિવાય પાણી હતું જ નહીં ઘરમાં. હવે આવી પરિસ્થિતિમાં એ બે બાટલામાંના પાણીની કિંમત કેટલી વધી જાય? એ તો સારું થયું કે આજે સવારે દુકાન ખોલતા પહેલા અનાયાસે ચેક થઇ ગયું કે પાણી આવે છે કે નહીં. જો ચેક કર્યા વગર જ હળવા થવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી હોત તો મારા કરેલા કામ પર હું પાણી કેવી રીતે ફેરવતો(i.e. flush)?

એટલે જ બધાં કહે છે કે confidence સારો પણ  over confidence તકલીફ કરાવે.🙂

One Response

  1. 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: