Maharaja on death bed

એર ઇન્ડિયાનો મૃત્યુઘંટ વાગવાની તૈયારી છે અને મહારાજા મરવા પડ્યા છે. ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે તો એર ઇન્ડિયાને 20 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. હવે સવાલ એ છે કે એર ઇન્ડિયાના માસ્કોટ "મહારાજા"નો મૃત્યુઘંટ કોણે વગાડ્યો?

air-india-maharajah-255x300

મારા મતે સરકારી રેઢિયાળપણું જ એર ઇન્ડિયાની બરબાદીનું મૂળ કારણ છે. દુનિયાભરમાં વસતી અડધી NRI પ્રજા પણ જો એર ઇન્ડિયા થકી પોતાની સફર કરે તો પણ એર ઇન્ડિયા તરી જાય. પણ સવાલ એ છે કે રૂપિયાથી માલામાલ NRI પ્રજા શુ કરવા હાલાકી ભોગવે?

એર ઇન્ડિયાની ફ્લાઇટોના કોઇ ઠેકાણા હોતા નથી, છેક છેલ્લી મિનીટ સુધી સસ્પેન્સ હોય કે ફ્લાઇટ તમને લઇને ઉડશે કે નહીં. મારા મિત્રો તો એરપોર્ટ પરથી સામાન સાથે પાછા આવ્યા છે કારણ કે ફ્લાઇટ તો રદ થઇ જ હોય અને એર ઇન્ડિયા એવી દરકાર પણ ના કરે કે રદ થયેલી ફ્લાઇટની માહિતી મુસાફરોને આપીએ જેથી એમને પરેશાની ના થાય.

એર ઇન્ડિયાની ટિકીટનું તમે કંઇ પણ કામ ફોન કરીને ના કરાવી શકો. ટિકીટની તારીખ બદલવી હોય કે ટિકીટ પ્રિન્ટ કરવી હોય ઇ ટિકીટ નંબર પરથી દરેક કામ માટે એર ઇન્ડિયાની ઓફિસે જવું પડે. અત્યારે મારે સિંગાપોર એરલાઇન્સની એર ઇન્ડિયા દ્વારા બુક કરેલી કોડ શેરીંગ બેઝ ટિકીટ છે એમાં પણ ડખા છે. હવે એર ઇન્ડિયા રુહીની ટિકીટ માટે 5,500/- રૂપિયા વધારે માંગે છે. હજી પણ આ વિખવાદ ચાલે છે જોઇએ શું નિવેડો આવે છે.

In flight service પણ એર ઇન્ડિયાની બીજી એરલાઇન્સો કરતા ઘણી ઉતરતી કક્ષાની છે. હું અને મારા કટુંબીઓ મોટા ભાગે સિંગાપોર એરલાઇન્સમાં મુસાફરી કરીએ છીએ. સિંગાપોર એરલાઇન્સની ચેક ઇન કાઉન્ટથી માંડીને In flight service ખૂબ ઉમદા હોય છે. વિમાનની મુસાફરી મારા માટે તો કાયમ કંટાળાજનક હોય છે પણ સિંગાપોર એરલાઇન્સની અમુક સુવિધાઓ, In flight service, સારુ ખાવાનું અને બીયરની સંગતે સમય પસાર થઇ જાય છે. વળી એર ઇન્ડિયાની પરિચારીકાઓ પણ તેઓ hospitality industry માં કામ કરે છે એ મૂળભૂત વસ્તુ ભૂલી જાય છે. સિંગાપોર એરલાઇન્સની પરિચારીકા અને એર ઇન્ડિયાની પરિચારીકાઓના વર્તનમાં ખૂબ ફરક હોય છે. સિંગાપોર એરલાઇન્સની પરિચારીકામાં પેસેન્જરની દરકાર કરવાની પરવા હોય છે જ્યારે એર ઇન્ડિયાની પરિચારીકાઓમાં પેસેન્જર પર ઉપકાર કરવાની અહોભાવના હોય છે.

હવે એર ઇન્ડિયાને ઉગારવી કંઇ રીતે એ સવાલ છે તો એનો જવાબ છે જરૂર છે કાર્યદક્ષતા બતાવવાની અને કમર કસવાની. પણ પ્રફૂલ્લભાઇથી આ બાબતમાં શેક્યો પાપડ પણ ભંગાય એમ નથી. એર ઇન્ડિયાને પાટે લાવવા જરૂર છે થોડા આકરા નિર્ણયોની. સરકારે જેમ નંદન નિલકેનીને આઇડી પ્રોજેક્ટ માટે રોક્યા એમ કોર્પોરેટ જગતના બીજા કોઇ કુશળ વ્યક્તિને રોકવાની જરૂર છે. છેલ્લે સરકાર કોઇને બહારથી ના રોકી શકે તો લાલુપ્રસાદ યાદવને Aviation minister બનાવી દેવા જોઇએ. લાલુ જંગી ખોટ કરતા આ સરકારી મહારાજાને ઓન પેપર તો નફામાં લાવી જ દેશે. 🙂

————————–

Added on 29th July, 2009, 10:55 pm

મમ્મીની 1લી ઓગસ્ટની સિંગાપોર એરલાઇન્સની સિંગાપોર-અમદાવાદની રીટર્ન જર્નીની ટિકીટ છે. સામાન્યત: સિંગાપોર-અમદાવાદની ફલાઇટનો ટાઇમ અહીંના સમય મુજબ સાંજના 6:55નો હોય છે પણ કોઇ કારણસર ટિકીટ બુક કરાવ્યા બાદ 1લી તારીખની ફ્લાઇટનો સમય બદલીને સાંજના 6:15 નો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મને તરત જ મોબાઇલ પર એસએમસએસ દ્વારા અને ઇ મેઇલ મોકલીને સિંગાપોર એરલાઇન્સે આજથી લગભગ 2-3 મહીના પહેલા કરી હતી. કાલે આ જ વાતને યાદ અપાવવા સિંગાપોર એરલાઇન્સમાંથી ફોન પણ આવ્યો હતો. આને કહેવાય સર્વિસ. એર ઇન્ડિયાના કેસમાં તો ફ્લાઇટ કેન્સલ થઇ જાય તો પણ કોઇ પેસેન્જરને મેસેજ નથી અપાતો. હવે કહો કે કોઇ સિંગાપોર એરલાઇન્સ છોડીને શા માટે એર ઇન્ડિયામાં જાય. દેશદાઝમાં કંઇ લેવાઇ થોડી જવાય….

Advertisements

5 Responses

 1. ખોટનું મોટું એક કારણ છે કે એર ઇન્ડિયાની પરિચારીકાઓ સાડી પહેરે છે 😉 અને એવું સમજે છે કે અમને તો કોઇ કાઢી શકશે નહીં!!!

 2. આઇ મીન અમને તો નોકરીમાંથી કોઇ કાઢી શકશે નહીં. ભળતો અર્થ ન લેવો 😀

 3. કાર્તિકભાઇ,
  દરેક વાતનો જાહેર માધ્યમમાં ફોડ ના પાડવાનો હોય. હું સમજુ છું તમે લખી એ વાત પણ મેં એ સભ્યતાને ધ્યાનમાં રાખીને લખી નથી. 🙂

 4. આપની વાત સાવ સાચી કે એર ઈન્ડિયાની સેવા એટલે સાવ રેઢિયાળ અને વાહિયાત સેવા.

  દેશ દાઝથી એક વાર મેં(ભુલથી) એમાં મુસાફરી કરેલ, માનો કે કરવી પડેલ. મને જે મુશ્કેલીઓ પડેલ એ અંગે મેં એર એન્ડિયા કસ્ટમર સર્વિસ, પ્રફુલ પટેલ અને અન્યોને ઈ મેઈલ કરે અને પત્રો લખેલ. એ સર્વ ગયું કચરાપેટીમાં કે રિસાયકલ બિનમાં અને એર ઈન્ડિયાનું સ્થાન પણ ત્યાં જ છે.
  સરકારે એને ઉગારી ખોટા રૂપિયા વેડફવાની જરૂર નથી.

 5. […] Maharaja on death bed […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: