Terror in Mumbai

મુંબઇ પર 26/11 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં મેં નીચેની ડોક્યુમેન્ટરી ગઇકાલે જોઇ.

Terror in Mumbai

જો હું ખોટો ના હોઉ તો આ ડોક્યુમેન્ટરી થોડા દિવસ પહેલા બીબીસી પર બતાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં ઘણું બધું ના જોવાયેલું છે અને કેવા ઠંડા કલેજે આતંકવાદીઓ લોકોને મારી રહ્યા હતા એ બતાવાયું છે. સાથે સાથે પાકિસ્તાનમાં આતંકવાદીઓની એમના આકાઓ સાથે થયેલી વાતચીત પણ બતાવાઇ  છે. ખરેખર મોતના ખેલનો તમાશો જોઇને હ્રદય દ્ર્વી ઉઠે એમ છે. કાચા પોચા માણસો એ કદાચ આ ડોક્યુમેન્ટરી ના જોવી જોઇએ.

કસાબનું હોસ્પિટલના બિછાને લેવાયેલું સ્ટેટમેન્ટ જોઇ ખરેખર હું દંગ થઇ ગયો. યુવાનોને કેવી રીતે ગુમરાહ કરાય છે અને ગરીબી માણસ લાખ રૂપિયા માટે પોતાની જીંદગીનો સોદો પણ કરી દે છે એ જાણીને હું સ્તબ્ધ થઇ ગયો.

5 Responses

  1. આંખો ખોલનાર વિડીયો. આ રૂંપાતરણ છે કે પછી વાસ્તવિક રીયલ છે?

  2. આ કોઇ નાટ્ય રૂપાંતરણ નથી. ચેનલ 4 પર યુ.કે.માં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી થોડા સમય પહેલા.

  3. આખી વિડીઓ જોઈ..મુસલમાનો ભારત્ને દુશ્મન જ સમજે છે…તેમ લાગ્યુ. વળી તેઓ ને આ જોઈ બહુ દુખ થાય ? પોતે તો માત્ર બચાવ જ કરશે…શક્તીનુ અવળે માર્ગે રુપાંતરણ છે..ધર્મ જાણે છે પણ અધર્મનું પાલન કરે છે

  4. આપણે તો કંઇ બોલવું જ નથી, નહિંતર તમારી સલાહ આવશે કે “પંગા” ન લ્યો! અને એક પક્ષિય વાત સાંભળી , મારા જવાબ પહેલા તો કોમેન્ટ બોક્સ બંધ કરી દેવાની નોબત આવશે.

  5. રજનીભાઇ,
    તમારી કમેન્ટ વાંચીને મને હસવું આવી ગયું. સ્પષ્ટતા કરી દઉં કે મને કોઇ પણ પક્ષની દલીલ ખબર જ નથી. મને કોઇ વ્યક્તિ વિશેષ પ્રત્યે એવો અહોભાવ છે જ નહીં કે જેના લીધે હું બીજા કોઇને અન્યાય કરી બેસું. મેં ફક્ત તમારા માટે નહીં પણ દરેક જણ માટે કમેન્ટ બોક્સ માત્ર એ પોસ્ટ પૂરતું બંધ કરી દીધું છે. કમેન્ટ બંધ કરવાનું કારણ એ જ હતું કે ચર્ચામાં વધૂ પડતી ઉગ્રતા આવતી જતી હતી અને આક્ષેપ અને પ્રતિઆક્ષેપ ચાલુ રાખવાનો કોઇ મતલબ નહોતો.

    બાકી હજી તમને લાગતું હોય કે હિસાબ અધૂરો રહી ગયો તો તમે જે તે વ્યક્તિના બ્લોગ પર જઇ લખી શકો છો.🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: