Modi loosing grip over Gujarat

આજ કાલ લાગે છે મોદી સાહેબની ગ્રહ દશા સારી નથી ચાલી રહી. પહેલા તો લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબના ગાંજ્યા મેહ વરસ્યા નહીં અને હવે ગુજરાતમાં જે ઘટનાઓ રોજબરોજ બની રહી છે એના પરથી લાગે છે કે કાયદો અને સલામતીની ખૂબ ગંભીર સમસ્યાઓ આકાર લઇ રહી છે. મોદી સાહેબના દાવા (15 પૈસાનું પોસ્ટકાર્ડ લખી મોકલાવવાની વાતો)  હજી ખાલી વાતોમાં જ છે અને ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ છે.

ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. પહેલા આશારામ બાપુના આશ્રમમાં બાળકોની હત્યા ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં બળાત્કારની ઘટના ત્યાર બાદ સુરતમાં પોલીસના નબીરાઓ દ્વારા બળાત્કારની ઘટના અને હવે અમદાવાદનો લઠ્ઠા કાંડ. આમ નજીકના ભવિષ્યમાં જ ગુજરાતમાં એવી ઘટનાઓ બની છે કે જે ગુજરાતની નબળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અસલી ચિતાર આપે છે. ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ખરાબ નથી પરંતુ યુપી કે બિહાર જેવા રાજ્યોને બેન્ચમાર્ક બનાવીને ખુશ ના થવાનું હોય.

મને લાગે છે કે મોદી સાહેબે હવે સમજવું રહ્યું કે હવે બીજા 3-4 વર્ષ મૌન રહીને જે સ્વર્ણિમ ગુજરાતની વાતો તેઓ કરે છે એના પર અમલ કરવો પડશે. અત્યારે લાગે છે કે મોદી સાહેબની પ્રાથમિકતા ફક્ત ઉદ્યોગ જગત પૂરતી જ સીમિત છે. જો કે વિકાસનો માપદંડ માત્ર કેટલું મૂડી રોકાણ આવ્યું કે ઉદ્યોગ જગતની સફળતા માત્ર ના હોઇ શકે. સામાજીક ક્ષેત્રે પણ દરેક લોકોનું જીવન સ્તર ઉંચું આવે એ ખૂબ જરૂરી છે. લોકો કોઇ પણ જાતના ભય વગર સલામતીની ભાવના સાથે રહી શકવા જોઇએ. મને લાગે છે કે મુખ્યમંત્રી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યા. અમીત શાહ એક નબળા ગૃહ મંત્રી સાબિત થઇ રહ્યા છે. આતંકવાદની સાથે સાથે આંતરિક સુરક્ષા મજબૂત હોવી જોઇએ અને ગુન્હાખોરી સામે પણ પ્રજાનું રક્ષણ થવું જોઇએ.

મારાથી મોદી સાહેબને સલાહ તો ના અપાય પણ મંતવ્ય જરૂર રજૂ કરી શકાય કે ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની સાથે સાથે સોશિયલ સેક્ટર પર પણ થોડું ધ્યાન અપાવું જોઇએ.

અંતે સિંગાપોરના ક્રાઇમ રેટની વાત કરું તો અહીંના સરકારી આંકડા મુજબ પાછલા આખા વર્ષ દરમ્યાન ફક્ત 25 હત્યાના કેસ પોલીસના ચોપડે નોંધાયા છે. અહીં નથી આતંકવાદનો ભય કે નથી સુરક્ષાની સમસ્યા. અહીંની સરકાર આતંકવાદ સામે લડવા માટે ખૂબ જ તૈયાર છે અને નીચેની લિંક વાંચશો એટલે તૈયારી વિશે ખ્યાલ આવી જશે.

Gearing up for Mumbai-style attack (લિંકમાં ફોટા પણ છે)

દરેક કાર્ય શક્ય છે, માત્ર ઇચ્છાશક્તિનો સવાલ છે.

Advertisements

10 Responses

 1. આપે મારી વાતમાં સુર પુરાવ્યો છે. આપની વાત તદન સાચી છે. આપ આપની અનુકૂળતાએ મારાં બ્લોગ ઉપર મુકેલ ” ગુજરાત બિહાર બનવા જઈ રહ્યું છે કે શું ? અરાજકતા દિન પ્રતિ દિન વધી રહી છે !!!” ” —- અને હવે લઠ્ઠા કાંડ !!” અવશ્ય વાંચજો જેમાં આપણાં વિચારોમાં અને મોદીના શાસન વિષે કેટલે અંશે સમાનતા છે તે જણાશે. કદાચ ગુજરાતના મોટા ભાગના નાગરિકો આપણાં જેવા જ વિચારો ધરાવે છે ! મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ

  અરવિંદ

 2. મોદી સાહેબને બોલવાનું બહુ ફાવે!!
  વાતોના વડા… પાણીમાં ન તરાય…
  !

  આજ સુધી બહુ બોલ્યા હવે કરવાનું છે ત્યાં જ પાણીમાં બેસી પડ્યા લાગે છે.
  સુરતના બળાત્કારીઓ તો જેલમાં પણ લહેર કરે છે. અને પોલિસની મહેમાનગિરી માણે કારણ કે પોલિસ કુટુંબમાંથી એઓ આવે છે.
  લઠ્ઠાકાંડ તો વહેલો મોડો થવાનો જ હતો. દારૂબંધીના દોરમાં દેશી દારૂનો વ્યાપાર પોલિસની મહેરબાનીથી નિરાંતે ચાલે છે. અને ચાલતો રહેવાનો.
  મોદી અને મોદીની સરકાર કંઈક કરે તો સારૂં નહિંતર પછી પ્રજા જ કંઈ કરશે અને મોદીની હાલત બગડાશે…
  પણ તે પહેલાં જ મોદી એકાદનું એન્કાઉન્ટર કરાવી પાછા લાઈમલાઈટમાં આવી જશે. અને ભોળી પ્રજા વાહ વાહ કરશે.

 3. કૃણાલ

  કોઇપણ જાતના પૂર્વગ્રહ વગર તમે તટસ્થતા પૂર્વક લખ્યું જે અત્યારની પરિસ્થિતિમાં તો મહદઅંશે બંધ બેસતું જ એની ના કેમ પાડી શકાય પરંતુ એક વાતની નવાઈ લાગી કે લોકોના જાસુસ આટલા બધા સક્રિય હશે કે એમને અમેરિકામાં બેઠા બેઠા ખબર પડે કે ” સુરતના બળાત્કારીઓ તો જેલમાં પણ લહેર કરે છે !” આ હિસાબે તો કબુલ કરવું પડે કે ખરેખર મોદી સરકાર નબળી કહેવાય !

  • રજનીભાઈ
   ગુજરાતના મુખ્ય સમાચાર પત્રો જ ગાઈ વગાડીને કહે છે કે સુરત બળાત્કાર કાંડના કર્તાઓ લીલા-લહેર કરે છે. આંખો ખોલો અને જાગો જરા. મારે વધુ કંઈ કહેવું નથી.

 4. રજનીભાઇ,
  લોકો જોડે પંગા લેવાના રહેવા દો. 🙂

 5. અમેરિકામાં આટલી બધી બેંકો ડૂબી ગઈ અને આર્થિક સ્થિતિ આખી ડામાડોળ થઈ ગઈ, કેટલાયેની નોકરી છૂટી ગઈ અને અમેરિકામાં પણ ઝૂંપડપટ્ટી બનવા લાગી (પૂરાવા રૂપે મારી પાસે ફોટોગ્રાફ છે)…તોયે અમે ભારતવાસી કંઈ બોલ્યા? ના જરાયે નહીં. તો પછી અમેરિકાવાસી અમારા દેશ માટે, અમારા રાજ્ય માટે શું કામ ભૂંડુ બોલવા નવરા પડે છે?

  • આને ભૂંડુ બોલવું ન કહેવાય. આ તો વાસ્તવિકતા છે. અમેરિકમાં કંઈ પરિસ્થિતી સારી છે એવું મેં કહ્યું જ નથી. આ તો ભાઈ કૃણાલની પોસ્ટ પર મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું !
   Modi loosing grip over Gujarat !

   વાસ્તવિકતા સ્વિકારતા શીખવી ઘણી અઘરી હોય છે.

 6. માત્ર આ જ પોસ્ટમાં તમે માનનીય મુખ્યમંત્રીશ્રી વિશે ભૂંડુ નથી બોલ્યા પણ રીડગુજરાતી ડોટ કોમ પણ અગાઉ તમે આવું ભૂંડુ બોલી ચૂક્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી વિશે જ્યાં તક મળે ત્યાં ભૂંડુ બોલવાનો તમારો ઈતિહાસ છે. બાકી રહી સમાચારપત્રોની વાત તો એ બધા ગુજરાતને બદનામ કરવામાં લાગેલા છે. અને ગુજરાત વિરુદ્ધ જે કંઈ લખે છે તે ૯૯% જુઠ્ઠાણું હોય છે. અમે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતની પરીસ્થિતિ કેવી છે તે જાતે અનુભવીએ છીએ. અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવાની ના પાડી એટલે કંઈ નરેન્દ્ર મોદી ગુનેગાર થઈ જતાં નથી. અને અમેરિકા જે કહે તે સર્વોપરી પણ નથી.

 7. મહેશભાઇ, નટવરભાઇ, રજનીભાઇ હવે cease fire. હવે આ પોસ્ટ પર વધૂ કમેન્ટ નહીં લખી શકાય.

 8. […] Modi loosing grip over Gujarat (મોદી સાહેબની થોડી […]

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: