एक और तमाशा…

ગઇ કાલે દિલ્હી હાઇકોર્ટે સમલૈંગિક સંબંધો પરના ઐતિહાસિક ચૂકાદામાં આવા સંબંધોને આડકતરી રીતે મંજૂરી આપતો ચૂકાદો આપ્યો. મોટા ભાગના અંગ્રેજી અને વર્નાક્યુલર દૈનિકોએ આ બાબતને ફ્રન્ટપેજ સ્ટોરી બનાવીને મૂકી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા : India’s Gay Day

ઇન્ડિયન એક્સપ્રેસ : Sexuality Equality

હિન્દુસ્તાન ટાઇમ્સ : It’s okay to be gay

જ્યારે ગુજરાતી દૈનિકોમાં

ગુજરાત સમાચાર : સજાતીય સંબંધોને માન્યતા આપનાર ભારત ૧૨૭મો દેશ

વગેરે…. વગેરે….

ડીએનએ પેપરના આ આર્ટીકલમાં દિલ્હી હાઇકોર્ટના આ ચૂકાદાની શું અસર હોઇ શકે એ વિશે છણાવટ કરી છે. આ બાબતે હવે સરકાર શું કરે છે એ જોવાનું રહેશે. હજી સુધી બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ કે ભાજપ કોઇએ આ ચૂકાદાના વિરોધ કે તરફેણમાં નિવેદન નથી આપ્યું. મને લાગે છે સરકાર આ ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરશે અને પાછી વાત થોડા વર્ષો સુધી ટલ્લે ચઢી જશે. સરકાર શું કરવા આવા સેન્સેટીવ ઇસ્યુમાં અત્યારે હાથ બાળવાનું પસંદ કરે?

આ વિષય પર બાબા રામદેવ કહે છે :

"This (decision) will encourage criminality and sick mentality in society. This kind of thing is shameful and insulting. We are blindly following the west in everything".

વ્યક્તિગત રીતે મને લાગે છે કે બાબા રામદેવની વાતમાં દમ છે. મને પણ આ બધુ સિક મેન્ટાલિટીને પ્રોત્સાહન આપવા જેવું લાગે છે. વ્યક્તિગત રીતે મેં મારા મિત્રવર્તુળમાં કે ઇવન સ્કુલ, કોલેજ અને ઓફિસમાં કોઇ સમલૈંગિક સંબંધોમાં હોય એવું જોયું નથી પણ અમુક બંધુઓ કોઇક વખત ખાનગીમાં આ પ્રકારનો આનંદ માણતા હતા એ મને ખબર છે. જો કે એ લોકો પણ ખાલી out of curiosity કે પછી joy ride માટે જ આમ કરતા હતા (કારણ કે એ જ બંધુઓ દરરોજ એમની વ્યક્તિગત પસંદગીઓને(મતલબ કે ગર્લફ્રેન્ડને)  પામવા પણ એટલી જ મહેનત કરતા હતા.). મેં ભારતના મોટા ભાગના ખૂણા જોયેલા છે અને એમાં પણ ઘણી જગ્યાના ગ્રે એરીઆની મૂલાકાતો પણ લીધી છે પણ આ પ્રકારનું દૂષણ મેં જોયું નથી. મને આ બધું over hyped લાગે છે. હાઇ ક્લાસ સોસાયટી (એટલે કે રીચ એન્ડ ફેમસ લોકો) વિશે હું ના કહી શકું પણ સામાન્ય માનવીઓમાં આ રોગચાળો મેં જોયો નથી.

મારું માનવું છે કે જે પણ રચના ભગવાને સૃષ્ટિની કરી છે એ ખૂબ વિચારીને જ કરી છે અને માણસ જ્યારે કુદરતની સામે થવાના પ્રયત્નો કરે છે ત્યારે દર વખતે એને નિષ્ફળતા જ મળી છે. ટેકનોલોજીના વિકાસ થકી કદાચ એવું પણ બને કે પુરુષ પણ એક જમાનામાં બાળકને જન્મ આપતો થઇ શકે પણ એના કોમ્પ્લિકેશન કેટલા હશે એ શું ખબર? કોમ્પ્લિકેશનનું તાજું ઉદાહરણ છે માઇકલ જેકસનના છોકરાઓ. એમને બિચારાઓને એ જ ખબર નહીં પડે કે એમના મા બાપ કોણ છે?

અંતે એક વાક્યમાં કહું તો મને તો આ બધું તમાશાથી વિશેષ કશું નથી લાગતું…

Advertisements

2 Responses

  1. […] […]

  2. કૃણાલ

    તમારી વાત સાચી છે, કુદરતી અને અકુદરતી એ બન્નેનો ભેદ તો છે જ .

    ગે -લેસ્બીયન વગેરે તો અકુદરતી છે જ પરંતુ સ્ટ્રેઈટમાં પણ ઘણા માણસો એવું બધુ “કરતા” હોય છે જે અકુદરતી છે , અને એટલે જ આપણા ગુજરાતીમાં ” સૃષ્ટિ વિરૂધ્ધનું” કાર્ય કહેવાય છે! કેમ કે સૃષ્ટિ ના નિયમાનુસાર “કામ” એ જીવનનું અવિભાજ્ય અંગ છે અને એમાં જે સંતોષ/આનંદ કે તૃપ્તિ મળે એ “અન્ય રાસ્તા” માં નહી જ મળતું હોય.

    હા, જેઓને કુદરતી “તકલીફ” હોય એને ઊતારી પાડવાની વાત ખોટી પરંતુ આપણે ત્યાં એવું થતું નથી. યા તો તેઓને શરમજનક પરિસ્થિતિમાં મૂકીયે અને યા તો બેશરમ બનીને “અખતરા” કરવા માંડીયે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: