ડર કે સ્વયં શિસ્ત

લાસ્ટ વીકએન્ડમાં અમે લોકો સવારના 4:30 વાગ્યાની આસપાસ સિંગાપોરથી મલેશિયા જવા માટે અમારા 14 સીટર વાહનમાં રવાના થયા એ વખતે સિંગાપોરના રસ્તાઓ પર ટ્રાફિક નહિવત જ હતો. તેમ છતાં પણ મેં જોયું કે દરેક વાહનચાલકો ટ્રાફિકના સિગ્નલોનું માન રાખતા હતા. લાલ સિગ્નલ હોય તો ભલે કોઇ આવતું જતું ના હોય તો પણ ગાડી સિગ્નલ પર ઉભી રાખેલી હોય અને ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ ગાડી આગળ હંકારતા હતા. આ જ વસ્તુ  જ્યારે મલેશિયાથી પાછા આવતા હતા ત્યારે રાતના 1:30 વાગ્યે પણ મેં જોઇ. હું આ જોઇને વિચારવા લાગ્યો કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કાયદાના ડરથી કરે છે કે પછી અહીંના  લોકોમાં એ પ્રકારની સ્વયં શિસ્ત જ આવી ગઇ છે? સિંગાપોરમાં મારા આજ સુધીના 3 વર્ષના વસવાટ દરમ્યાન મેં  કોઇ દિવસ કોઇ પાંડુને ચાર રસ્તા પર ઉભેલો નથી જોયો. અહીં પાંડુ હોય છે અને હોય છે તો કેવા હોય છે એ પણ મને ખબર નથી. મેં મારા મિત્રો પાસેથી સાંભળ્યું છે કે કોઇક વખત ખોટા સિગ્નલમાં રસ્તો ક્રોસ કરતા હોય તો એવા લોકોને માટે કોઇ કોર્નરમાં પાંડુ ઉભો હોય છે. એ આપણા ઇન્ડિયાના પાંડુઓની જેમ બહુ લપ ના કરે ખાલી તમારું એનઆરઆઇસી કાર્ડ લઇ તમારો નંબર નોંધી લે અને તમારા ઘરે થોડા દિવસમાં દંડ ભરવાની પહોંચ આવી જાય. આ પહોંચ પરથી તમારે એક્ષેસ મશીન પર જઇને દંડ ભરી દેવાનો. નો ઇફ નો બટ, સિર્ફ જટ્ટના જેમ દંડ ભરી જ દેવો પડે એમાં કોઇ દલીલ ચાલતી નથી કારણ કે અમુક કેસમાં વિડીયો રેકોર્ડીંગ પણ થતું હોય છે એટલે તમે ખોટું બોલો તો પણ હલવાઇ જાઓ.  અહીં રિશ્વત કે હું કોણ છું એ ખબર છે એવું કશું ચાલતું નથી.

મને એ પણ વિચાર આવ્યો કે રાતના સૂમસામ રસ્તાઓ પર દર સિગ્નલ પર 1-2 મિનીટ ખાલી ખાલી ઉભા રહેવાનો કોઇ મતલબ ખરો?  ઇન્ડિયામાં રાતના સમયે લગભગ સિગ્નલો નથી ચાલતા પણ ફ્લેશિંગ યલો લાઇટ થતી રહેતી હોય છે જે સૂચવે છે કે દરેક જણ રસ્તો આજુ બાજુ જોઇને ક્રોસ કરવો. મને લાગે છે એ વધારે યોગ્ય છે.લોકોનો સમય બચી અને અકસ્માત થવાનો ભય પણ નહિવત રહે.

Advertisements

2 Responses

  1. i guess this red-signal-stop happens due to the fear of law… When I was in Sydney, I observed the same thing … almost daily .. at 1am, 2am, even 3am…. a single car would come and respect the red light while all the other 3 roads are empty for 5 kms minimum at stretch .. !!
    Reason was that each signal was equipped with either video cam or the Tag reader, and in any case we can get cought… and rule was like on each such breach of law we get a demerit and upon 4th demerit, licence is revoked !! 😀 …

  2. Low enforcement jaruri chhe to j loko kayda nu palan kare.

    Ahi america ma traffic ticket aape ane office based on offence nakki kare ke court ma bolava ke nahi. Judge puchhe ke are you guilty or not guilty. biji koi dalil nahi. jo tamne lage ke not guilty to next time fari thi bolave tyare tamare lawyer lai ne javanu ke pachi public lawer rakhvano. badha no charge tamara mathe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: