Malaysia sini kita datang

સોમવારે મલેશિયન એમ્બેસીમાં જઇને મમ્મીનો વિઝીટર વિઝા મેળવી લીધો. મારી મલેશિયન એમ્બેસીની મૂલાકાત દરમ્યાનનો મારો અનુભવ મારી આશાથી વિપરીત રહ્યો. મને એમ હતું કે કોઇ મારું સાંભળશે નહીં અને “बडे बेआबरू होकर तेरे कूचे से हम निकले”ના ભાવ સાથે હું પાછો આવીશ. પણ એમ્બેસીમાં એમણે મારી વાત સાંભળી અને સિંગાપોરના કાયમી રહેવાસી તરીકે મારી પાસેથી ખાતરી લીધા બાદ એમણે સાંજ સુધીમાં વિઝા પણ આપી દીધો.

 
મલેશિયન એમ્બેસીનું બિલ્ડીંગ સારુ છે. મને ફોટો લેવાનું  મન થયું પણ પછી એમ વિચાર્યું કે જો ફોટા લેવાનું પ્રતિબંધિત હશે અને લઇશ અને જો કોઇ જોઇ જશે તો મારી સાથે અલ કાયદાના સભ્ય કરતા પણ ખરાબ વર્તન થશે એટલે પછી વિચાર માંડી વાળ્યો. જો કે ઇન્ડિયાના સરકારી કાર્યાલયોની જેમ અહીં પણ લાલિયાવાડી જેવું જ ખાતું છે થોડું. સવારે હું ગયો ત્યારે જો કે બધાં બરાબર કામ કરતા હતા પણ સાંજે જ્યારે પાસપોર્ટ લેવા ગયો ત્યારે બધાં વેકેશન મૂડમાં લાગતા હતા. મને 4 વાગ્યે બોલાવ્યો હતો અને હું પહોંચ્યો 4:15એ. તો બહાર ચોકીદાર સાહેબે જ મને લીધો પહેલા કે તમે 4:30 વાગ્યે એમ્બેસી બંધ થવાના સમયે આવો છો. આવું ના ચાલે. મેં ચોકીદાર સાહેબને સમયનું ભાન કરાવ્યું કે હજી 4:15 થયા છે 4:30 નથી વાગ્યા તો મને કહે 4 વાગ્યા પછી કોઇને અંદર નથી જવા દેતા. થઇને આ ઇન્ડિયાના સરકારી કાર્યાલય જેવી વાત. ચોકીદાર સાહેબનું નાનુ વિધ્ન વટાવી અંદર ગયો તો અંદર બધી બારીઓ પાસે CLOSED ના પાટીયા ઝૂલતા થઇ ગયા હતા. મેં ઘડિયાળમાં જોયું તો હજી 4:30 તો નહોતા જ વાગ્યા. પછી એક બારી પરથી મેં પાસપોર્ટ કલેક્ટ કર્યો. વિઝામાં જોયું તો એમાં નામના સ્પેલિંગમાં ભૂલ હતી. મેં એ વિશે ધ્યાન દોર્યું તો જાણે મેં બહુ મોટો અપરાધ કરી નાંખ્યો હોય એવી નજરે મને ત્યાં બેઠેલી મહિલા કર્મચારીએ જોયો. આખરે મારુ આ સ્પેલિંગ સુધારવાનું ભગીરથ કાર્ય એ કર્મચારીએ હાથમાં તો લીધું પણ ખબર નહીં કેમ પણ એ ભગીરથ કાર્ય પાર પાડવા માટે 10 મિનીટનો સમય લાગ્યો એ કર્મચારીને. બીજા ખૂણામાં એક સજ્જન મોબાઇલ પર વાત કરતા હતા. એ વાત અલગ છે કે એ ભાઇ જ્યાં ઉભા હતા એની બાજુની દિવાલ પર જ સુવાચ્ય અક્ષરોમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ છે એ દર્શાવતી સૂચના હતી. કેશ કાઉન્ટર પર એક આશિક મિજાજી ઇન્ડિયન ભાઇ મહિલા કેશિયર જોડે લાગેલા હતા. બન્ને જે રીતે વાતો કરતા હતા એ પરથી લાગતુ હતું કે આ ભાઇ મહિલા કર્મચારી સાથે રોજ આ રીતે જ ખપાવતા હશે. ટૂંકમાં બધે રજાનો મૂડ વર્તાતો હતો. આખરે આ બધા ઓબ્ઝર્વેશનોને મગજમાં રાખી “જંગ જીત્યો રે મારો કાણિયો”ના ભાવ સાથે મેં એમ્બેસીથી પ્રયાણ કર્યું.

હવે આવતીકાલે જઇએ છીએ મલેશિયા. ત્રણ દિવસ એટલે શુક્ર, શનિ અને રવિવાર.  14 સીટરના પર્સનલ વ્હીકલમાં જવાનું છે એટલે આમ તો બહુ વાંધો ના આવવો જોઇએ. મલેશિયામાં આ વખતે હોટલના બદલે એપાર્ટમેન્ટ સુટમાં રહેવાનું નક્કી કર્યું છે. આ એપાર્ટમેન્ટ પેટ્રોનાસ ટાવર્સની એકદમ પાસે છે એટલે ટાવરને રાત્રે  નજીકથી જોવાનો આ વખતે લ્હાવો મળશે. વળી એપાર્ટમેન્ટ સિટી સેન્ટરમાં જ હોવાથી આ વખતે કુઆલાલમ્પુરની નાઇટ લાઇફ પણ થોડી માણવી છે. ગેન્ટીંગમાં કેસીનોમાં પણ જવું છે. ગઇ વખતે કેસીનોમાં નહોતું જઇ શકાયું. આ વખતે મલાકા, કુઆલાલમ્પુર અને ગેન્ટીંગ ત્રણ સ્થળોએ જવાનું છે. જોઇએ કહેવું રહે છે આ વખતે.

so, Malaysia, here we come. (Malaysia sini kita datang)

Advertisements

One Response

  1. gr8 … !! finally it’s done ..

    gud gud ..have fun on the trip .. do post some nice snaps after you return ! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: