સ્માર્ટ કાર્ડ

આજે સવારે ગુજરાત સમાચારમાંસમાચાર વાંચ્યા. આ સમાચાર મુજબ દરેક ભારતીય નાગરિકને 5 વર્ષની અંદર મલ્ટીપર્પઝ સ્માર્ટ કાર્ડ આપવાની યોજના છે. આ ખૂબ જ આવકારવા લાયક પગલું છે અને જો આ યોજનાનો ખરેખર યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો આતંકવાદથી માંડીને ઘૂસણખોરી અને ગુન્હાખોરી સુધીની સમસ્યાઓ પર અંકુશ લાવી શકાય એમ છે. દેશની આંતરિક સુરક્ષા માટે આ એક અનિવાર્ય પગલું છે. 

લગભગ દરેક વિકસીત દેશોમાં ત્યાંના નાગરિકોને આ પ્રકારના સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સિંગાપોરમાં આ સ્માર્ટકાર્ડ NRIC તરીકે ઓળખાય છે અને દરેક નાના મોટા કામ માટે આ કાર્ડની જરૂર પડતી હોય છે. આ સ્માર્ટ કાર્ડ બાર કોડ સાથે હોય છે એટલે બાર કોડ રીડરથી રીડ કરીને કાર્ડની માહિતી તરત સિસ્ટમમાં વાંચી શકાય છે. આ સ્માર્ટ કાર્ડમાં ફિંગર પ્રિન્ટ પણ મૂકવામાં આવે છે આથી આવા નકલી કાર્ડ બનાવવા થોડા અઘરા પડે.  જો આ સ્માર્ટ કાર્ડ ના હોય તો સામાન્ય જીંદગી જીવવી પણ અહીં મૂશ્કેલ થઇ જાય છે. જો આ સ્માર્ટકાર્ડ ના હોય તો તમને ડોક્ટર અહીં દવા પણ ના આપી શકે. (વિઝીટર જેમની પાસે આ કાર્ડ ના હોય એમને પાસપોર્ટનો ઉપયોગ કરવો પડે છે) હદ તો ત્યાં થઇ કે ગઇ સાલ મેં મારા ચશ્મા બનાવવા માટે આપ્યા હતા તો એમાં પણ મારા સ્માર્ટ કાર્ડનો નંબર આપવો પડ્યો. [ 🙂 ]  નીચે મારું સિંગાપોરનું સ્માર્ટ કાર્ડ છે.

image

જો ઇન્ડિયામાં પણ આ પ્રકારના કાર્ડ દરેક નાગરિકને આપવામાં આવે તો ઘણાં બધાં દૂષણો દૂર કરી શકાય છે. જો કે દરેક યોજનાનો હેતુ તો સારો જ હોય છે પણ એનો યોગ્ય અમલ પણ જરૂરી છે. મને ઇન્ડિયામાં સ્માર્ટ કાર્ડના અમલીકરણમાં કરવામાં અમુક પ્રોબ્લેમ દેખાય છે જેમ કે

1> સ્માર્ટ કાર્ડની યોજના ભ્રષ્ટ સરકારી અમલદારો માટે એક નવું આવકનું સાધન ના બની જાય.જેમ કે અત્યારે 200 રૂપિયામાં બાંગ્લાદેશીઓને રેશન કાર્ડ મળી જાય એવી સુલભ વ્યવસ્થા સ્થાપિત થઇ ચૂકી છે.

2> ઇન્ડિયામાં ઘણા બધાં કાર્ડ પહેલેથી જ લોકો પાસે છે જેમ કે પાન કાર્ડ, વોટર્સ કાર્ડ, વગેરે વગેરે. હવે બીજું નવું કાર્ડ આવે તો પાછું એને પણ સાચવવાની માથાકૂટ. સ્માર્ટ કાર્ડ આપ્યા બાદ પાન કાર્ડ વગેરે નાબૂદ કરી દેવા જોઇએ.

જોઇએ સરકાર આ યોજનાના અમલીકરણની દિશામાં કેટલું આગળ વધે છે.

Advertisements

2 Responses

  1. Gujarat Dr. license is far superior than USA ( Texas) dr. license.

  2. […] સમય પહેલા મેં મારા સ્માર્ટ કાર્ડ વિશેની પોસ્ટમાં ભારતમાં પણ દરેક […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: