Family Reunion – I

રવિવારે સવારે બધાં અહીં સિંગાપોરમાં તકલીફ વગર પહોંચી ગયા. ગુજરાતીમાં કહેવત છે કે પહેલો ઘા રાણાનો એમ  સિંગાપોર એરપોર્ટ જોઇને જ બધાં ખુશ થઇ ગયા. અમદાવાદ કે મુંબઇના એરપોર્ટની સિંગાપોર એરપોર્ટ સાથે સરખામણી કરવી એટલે કંચન અને કથીરની સરખામણી કરવા જેવી છે. આમાં ઇન્ડિયા વિશે ઘસાતું બોલવાની વૃત્તિ નથી પણ એકદમ સાચી વસ્તુ છે. ઇન્ડિયામાં સરકારે ખરેખર એરપોર્ટોનું ખાનગીકરણ કરવાની જરૂર છે અને માળખાગત સુવિધાઓ વધારવાની જરૂર છે. મને નવાઇ લાગે છે કે મોદી સાહેબ આ કામ માટે શા માટે વિચારતા નથી?

આ વખતે 6 ટિકીટો હોવાથી સારો એવો ઘર માટે ખાવા પીવાનો સામાન અને નાસ્તો ઇન્ડિયાથી આવ્યો છે. લગભગ 150 કિલો જેટલો સામાન આવ્યો છે ઇન્ડિયાથી. એરપોર્ટથી આવતા બે ટેક્ષી કરવી પડી અને બન્ને ટેક્ષીની ડેક્કી સામાનથી ભરાઇ ગઇ અને તો પણ અમુક સામાન તો  હાથમાં લઇને બેસવો પડ્યો. સામાન બહાર કાઢવામાં અને ભરવામાં જ રવિવારનો અડધો દિવસ જતો રહ્યો.

રવિવારે બપોરે થોડો આરામ કરીને બધા ECP બીચ પર ગયા. મજા આવી ગઇ બધાંને. નાસ્તા પાણી અને  બીચ પર ખુલ્લી હવા ખાઇને બધાં ફ્રેશ થઇ ગયા. પાર્ક વે પરેડ મોલની પણ મૂલાકાત લીધી. ગઇ કાલે ઘર પાસે જ આવેલા મોલમાં ફરવા ગયા હતા. ત્યાં નાના છોકરાઓ માટે નાનું અમ્યુઝમેન્ટ પાર્ક જેવું અત્યારે બનાવેલું છે એટલે છોકરાઓને રાઇડમાં બેસવાની મજા આવી. હજી અમુક રાઇડ બાકી છે પણ ફરી ક્યારેક.

આજે મુસ્તફા જવાનું છે. બધાંના માટે મલેશિયાના વિઝા કરાવવાના છે અને થોડું શોપિંગ કરીશું. હવે એક મહિના સુધી રોજ ફરતા જ રહેવાનું છે જેટલો સમય છે એમાં બધાંને જેટલું બની શકે એટલું બતાવવું છે.

રુહીને તો બહુ જ મઝા આવી ગઇ છે. અત્યારે આમ જુઓ તો ઘરમાં સૌથી વ્યસ્ત વ્યક્તિ એ જ છે. છોટુ, ગદા અને હીમીની કમ્પનીમાં રુહીને રમવામાંથી ફૂરસદ જ ક્યાં છે? રાત્રે સૂવા માટે પણ પરાણે એને રૂમમાં લઇ જવી પડે છે. છોટૂ અને ગદા તો અહીં કસરત કરવાના સાધનો પર મચી જ પડે છે કસરત કરવા માટે.

ઘણા વખત પછી આ રીતે બધાં જોડે છીએ. રાત્રે મોડે સુધી બેસીની વાતો કરવાની મઝા આવે છે. કાલે આઇસ્ક્રીમનું 2 લિટરનું પેક પણ ઘરે લઇ લીધું હતું એટલે બધાંએ રાત્રે આઇસ્ક્રીમ પણ દબાયો. બધાં આવેલા છે એટલે 3 રૂમનું ઘર અત્યારે થોડું નાનું પડે છે. મને મુંબઇની જીંદગી યાદ આવી ગઇ. લોકો આનાથી પણ બદતર હાલતમાં મુંબઇમાં રહેતા હોય છે જો કે એક વસ્તુ એ પણ છે કે ઘર ભલે નાનું હોય પણ દિલ મોટું હોવું જોઇએ

Advertisements

5 Responses

  1. વાહ. આઇસક્રીમ અને મોડી રાતની એ વાતો અને મુંબઇનું નાનકડું ઘર – મને પણ યાદ આવે છે દરરોજ!

  2. i m sure u’re gonna have really fun time for a month now …

    really ice-cream in the late night is really something we all like very much at my place … 🙂

  3. Jalsa chhe bhai,

    Ahi america ma ice-cream, chocolate badhu motu saru ane sastu chhe pan amdavad jevi khava ni maja nathi aavti. family reunion to dream jevu chhe. khali parents aavi sake.

  4. ઉપરની ત્રણે કમેન્ટમાં આઇસક્રીમની વાત કોમન છે. 🙂

  5. મને પણ આઈસ ક્રીમ બહુ ભાવે છે. અમદાવાદમાં દેરાણી જેઠાણીનો વરીયાળીનો આઈસક્રીમ ખાસ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: